RCB VS CSK : Jio Cinema ની થઈ બલ્લે બલ્લે ,આ મહામુકાબલામાં VIEWERSHIP ના તૂટયા બધા જ રેકોર્ડ્સ
RCB VS CSK : બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઇકાલે ખૂબ જ અગત્યની મેચ રમાઈ હતી. આ શાનદાર મેચ ખૂબ જ યાદગાર રહી હતી. CSK અને RCB વચ્ચે રમાયેલ આ મસ્ટ વિન મેચમાં વિરાટ કોહલીની RCB એ શાનદાર વિજય મેળવ્યો હતો. RCB ની ટીમ ચેન્નાઈ સામે આ જીત મેળવીને પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. આ હાઈ વૉલ્ટેજ મુકાબલાએ હવે VIWERSHIP ના પણ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ મેચ પહેલા કોઈ મેચમાં આટલી વધારે દર્શકોની સંખ્યા નહોતી. તમને જણાવી દઈએ કે RCB અને CSK વચ્ચેની આ મેચ Jio સિનેમા પર 50 કરોડથી વધુ લોકોએ જોઈ છે.
VIEWERSHIP માં બનાવ્યા નવા રેકોર્ડ
JIOCINEMA TOTAL VIEWS FOR AN IPL MATCH IN IPL 2024: [Approx]
1) CSK vs RCB - 50 crores.
2) CSK vs RCB - 38 crores.Impact of two Biggest Superstars of Modern Era - Dhoni & Kohli. 🐐 pic.twitter.com/tPWeLqw3rB
— Johns. (@CricCrazyJohns) May 19, 2024
RCB અને CSK ની આ મેચ વિશે વાત કરીએ તો આ મેચ બને ટીમ માટે એલિમિનેટર સમાન હતી. આ મેચની હાઇપ પહેલાથી જ ખૂબ હતી. આ મેચ ઓનલાઈન જીઓ સિનેમા ઉપર પ્રસારિત કરવામાં આવી હતી. RCB અને CSK વચ્ચેની આ મેચ Jio સિનેમા પર 50 કરોડથી વધુ લોકોએ જોઈ છે. ઉપરાંત IPL 2024 ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પણ 38 કરોડ લોકોએ Jio સિનેમા પર મેચ જોઈ હતી. ખાસ વાત એ છે કે IPL 2024ની સૌથી વધુ વ્યુઅરશિપ ધરાવતી બંને મેચ CSK અને RCB વચ્ચે રમાઈ છે.
RCB એ સર્જ્યો ઇતિહાસ, સતત 6 મેચ જીતી પહોંચી પ્લેઓફમાં
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2024 મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવી IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર ચોથી અને છેલ્લી ટીમ બની હતી. RCB તેની પ્રથમ 8 મેચમાંથી એક જ મેચ જીતવામાં સફળ રહી હતી. પરંતુ તે બાદ કઈક એવું બન્યું જેની કલ્પના કોઈએ પણ કરી ન હતી. જે RCB તેની પ્રથમ 8 મેચમાં 1 જ જીત મેળવી શકી હતી તેને તેની આગળની 6 મેચમાં 6 જીત મેળવીને ઐતિહાસિક રીતે પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો છે. સતત 6 મેચમાં જીત મેળવીને પ્લેઓફમાં પ્રવેશ કરવાનો આ કારનામો આ પહેલા IPL ઇતિહાસમાં કોઈ કરી શક્યું નથી. 21 તારીખથી પ્લેઓફના મુકાબલા શરૂ થનાર છે. પ્લેઓફમાં હવે કોલકાતા, રાજસ્થાન, હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે જંગ જામશે.
IPLમાં RCBની સતત સૌથી વધુ જીત
2011માં સતત 7 જીત
2024માં સતત 6 જીત
2009માં સતત 5 જીત
2016માં સતત 5 જીત
આ પણ વાંચો : RCB vs CSK : Virat Kohli એ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ