RAM MANDIR PRASAD : ગુજરાતની ધરા ઉપર તૈયાર કરાશે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો સાત્વિક પ્રસાદ
જેના માટે હિન્દુ ધર્મને અનુસરનારા લોકો છેલ્લા 500 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે ન જાણે કેટલા હિન્દુઓએ પોતે બલિદાન આપ્યા હતા, તે ક્ષણ હવે નજીક આવીને ઊભી છે. મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ હવે આયોધ્યાની ધરા ઉપર પોતે રામરાજ્યની સ્થાપના કરવા આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યા (Ayodhya)માં રામજન્મભૂમિ પર નવું મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, હાલ તૈયારીઓ તેમના અંતિમ સ્તરે છે.
22 જાન્યુઆરીએ યોજાશે મંદિરમાં રામ લલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ
આગામી 22 જાન્યુઆરીએ મંદિરમાં રામ લાલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) ના હસ્તે પૂર્ણ થશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના વિવિધ ભાગોમાંથી ઋષિ-મુનિઓને અયોધ્યા (Ayodhya) બોલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિષ્ઠિત લોકો પણ આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે. રામ મંદિર (Ram Temple)માં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટી સંખ્યામાં લોકો દર્શન અને પૂજા માટે અયોધ્યા આવી રહ્યા છે.
ગુજરાતમાં તૈયાર કરાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસાદ
ત્યારે રામનગરી અયોધ્યાના રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રસાદને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામહોવ માત્સટેનો મુખ્ય પ્રસાદ ગુજરાતમાં તૈયાર થવાનો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આ ખાસ પ્રસાદ ગરવી ગુજરાત સંત સેવા સમાગમ સંસ્થા દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવશે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 20 હજાર જેટલા પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવશે.
પેકેટમાં સરિયું નદીનું જળ અક્ષત, સોપારી,રક્ષા પોટલી અને પ્રસાદ રહેશે
હિન્દુ ધર્મમાં માન્યતાઓ અનુસાર પ્રસાદનું ઘણું મહત્વ છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ખાસ કાર્યક્રમ માટે ખાસ પ્રસાદ તૈયાર કરવામા આવનાર છે. પ્રસાદના આ પેકેટમાં સરિયું નદીનું જળ અક્ષત, સોપારી,રક્ષા પોટલી અને પ્રસાદ રહેશે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર સાધુ સંતો અને મુખ્ય મહેમાનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. 15 થી 22 જાન્યુઆરી દરમિયાન સાધુ સંતોના અયોધ્યા ખાતે ભંડારની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો -- DAHOD : નકલી કચેરી બાદ નકલી લેટર..જેનાથી થઇ ગઇ અધિકારીની બદલી