Rajkot Ahmedabad હાઇવે પર ભારે વરસાદને લઈ આખો રોડ ઉખડી ગયો, જુઓ Video
- વરસાદને કારણે કેટલીક તારાજી સર્જાઇ
- રાજકોટ-લીંબડી હાઇવે ભારે વરસાદમાં ધોવાઇ ગયો
- રોડ પર કોઇ સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વખતે વરસાદને કારણે કેટલીક તારાજી સર્જાઇ છે. કેટલીક જગ્યાએ બ્રિજ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રોડ તૂટવાના બનાવ સામે આવ્યા છે. રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક બનેલો રોડ ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે. વરસાદમાં ખખડધજ બની ગયેલા આ રોડ પર કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તેની રાહ તંત્ર જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ રોડ પર કોઇ સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.
સરકાર જરા આ તરફ ધ્યાન આપજો
રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક રોડ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે. આ રોડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે થોડા વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઇ ગયો છે અને એક તરફનો રોડ જ તૂટી ગયો છે. આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોઇ શકાય છે. રાજકોટ લીંબડી હાઇવે પર અનેક વાહનોની અવર જવર રહે છે ત્યારે આ રોડ તૂટી જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Rajkot Ahmedabad હાઇવે પર રોડનું ધોવાણ । Gujarat First@GujaratFirst @NHAI_Official @CollectorAhd @CollectorRjt #Rajkot #Ahmedabad #Highway #NHAI #Gujarat #GujaratFirst#Airport #HirasarAirport #Chotila #AhmedabadRajkotHighway #Monsoon #Rain pic.twitter.com/rW8A6XZxVe
— Gujarat First (@GujaratFirst) August 27, 2024
આ પણ વાંચો -Gujarat Rain:રાજ્યમાં મેઘરાજાએ સર્જી તબાહી,જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો
છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે એક ટ્રેક્ટર વહી ગયું
ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસેલું ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આવ્યું હતું અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અમે દરેક જિલ્લામાં NDRF અને SDRF તૈનાત કર્યા છે અને હવે અમે આર્મીને પણ સ્ટેન્ડબાય રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે એક ટ્રેક્ટર વહી ગયું હતું. મોરબી જીલ્લામાં બનલી આ ઘટનામાં 18-20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે અને 8 હજુ પણ લાપતા છે. બીજી તરફ નર્મદા ડેમ પણ લગભગ ભરાઈ ગયો છે.. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે.ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 1700 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 99 લોકોના મોત થયા છે.