ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ, જાણો રાજીવ ગાંધી વિશે રસપ્રદ વાતો
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે. રાજીવ ગાંધીને દેશભરના લોકો યાદ કરી રહ્યા છે. ભારત રત્ન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. આઝાદીના ત્રણ વર્ષ પહેલા જન્મેલા રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ જ રુચિ ન હતી. મોટા થયા પછી રાજીવ ગાંધીએ માત્ર જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રાજકીય વારસાને આગળ ધપાવ્યો ન હતો, પરંતુ દેશને
Advertisement
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે. રાજીવ ગાંધીને દેશભરના લોકો યાદ કરી રહ્યા છે. ભારત રત્ન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. આઝાદીના ત્રણ વર્ષ પહેલા જન્મેલા રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ જ રુચિ ન હતી. મોટા થયા પછી રાજીવ ગાંધીએ માત્ર જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રાજકીય વારસાને આગળ ધપાવ્યો ન હતો, પરંતુ દેશને ટેક્નોલોજી અને વૈશ્વિક ઉંચાઈઓ પર લઈ જવા માટે અભૂતપૂર્વ કાર્ય પણ કર્યું હતું. તેમનું બાળપણ, શિક્ષણ, રાજકીય જીવન અને પ્રેમ જીવન બધું જ રસપ્રદ ટુચકાઓથી ભરેલું છે. દેશના એક મોટા રાજકીય અને શક્તિશાળી પરિવારમાં જન્મ સાથે જ રાજીવ પર ઘણી જવાબદારીઓ આવી ગઈ હતી. તેણે આ જવાબદારીઓ નિભાવી પરંતુ આખરે તેની હત્યા કરવામાં આવી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે દેશ આઝાદ થયો હતો. તેમનું બાળપણ તીન મૂર્તિ ભવનમાં વીત્યું હતું. વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી નહેરુ-ગાંધી પરિવારના છેલ્લા સભ્ય હતા. તેમના પછી ભલે ગાંધી પરિવાર હજુ પણ રાજકારણમાં છે. પરંતુ વડાપ્રધાન પદ પર કોઈ બિરાજમાન થઈ શક્યું નથી. ભલે રાજીવ ગાંધીનો પરિવાર રાજકારણમાં સંપૂર્ણપણે સક્રિય હતો. દાદા જવાહરલાલ નેહરુ પછી, તેમની માતા ઈન્દિરા ગાંધી પણ દેશના વડાપ્રધાન હતા અને કોંગ્રેસની કમાન સંભાળી હતી. પરંતુ રાજીવને તેમના દાદા કે માતાની જેમ રાજકારણમાં રસ નહોતો. રાજીવ ગાંધી રાજનીતિમાં આવ્યા પહેલા પ્રોફેશનલ પાયલટ હતા.
શિક્ષણ અને કારકિર્દી
રાજીવ ગાંધીના શિક્ષણ વિશે વાત કરીએ તો, રાજીવ ગાંધીએ એન્જિનિયરિંગ કરવા માટે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ તેમને પુસ્તકીયું જ્ઞાન પૂરતું મર્યાદિત રહેવાનું પસંદ નહોતું. રાજીવ ગાંધી પહેલા લંડનની ટ્રિનિટી કોલેજ અને પછી કેમ્બ્રિજમાંથી ત્રણ વર્ષનું શિક્ષણ લીધા પછી પણ ડિગ્રી મેળવી શક્યા ન હતા. તેમ છતાં રાજીવ ગાંધીએ લંડનની ઈમ્પિરિયલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, પરંતુ તેમને અહીં પણ એવું ન લાગ્યું અને બાદમાં રાજીવ ભારત પરત ફર્યા અને દિલ્હીની ફ્લાઈંગ ક્લબમાં પાઈલટની તાલીમ લીધી. રાજીવ ગાંધીએ વર્ષ 1970માં એર ઈન્ડિયાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાજીવ ગાંધીનો શોખ
બહુ ઓછા લોકો જાણતા હશે કે રાજીવ ગાંધીને ફોટોગ્રાફીની સાથે વિમાન ઉડાવવાનો પણ ખૂબ શોખ હતો. ઘણા પ્રકાશકોએ તેમના ચિત્રો છાપવાનો પ્રયાસ કર્યો પરંતુ રાજીવ ગાંધીએ ક્યારેય મંજૂરી આપી ન હતી. જોકે રાજીવ ગાંધીના અવસાન બાદ તેમની પત્ની સોનિયા ગાંધીએ તેમના દ્વારા લેવામાં આવેલી તસવીરોનો સંગ્રહ પુસ્તકના રૂપમાં બનાવ્યો હતો જેથી વિશ્વને તેમની ક્ષમતાથી વાકેફ કરી શકાય. તેમના પુસ્તકનું નામ છે 'રાજીવ્સ વર્લ્ડ - ફોટોગ્રાફ્સ બાય રાજીવ ગાંધી'.
રાજીવ ગાંધી અને રાજકારણ
રાજીવ ગાંધીની છબી હંમેશા સ્વચ્છ અને નિષ્કલંક હતી. 1980માં જ્યારે તેણે રજનીતિમાં પગ મૂક્યો ત્યારે તેને મિસ્ટર ક્લીન માનવામાં આવતો હતો. શરૂઆતથી જ વિદેશમાં અભ્યાસ કરી રહેલા યુવાને માત્ર 40 વર્ષની વયે રાષ્ટ્રીય રાજનીતિની ઊંચાઈઓ પર પહોંચી ગયા હતા. જો કે, રાજકારણમાં આવ્યા બાદ તેમનું નામ ઘણા મોટા કૌભાંડોમાં આવ્યું, જેણે તેમની છબીને કલંકિત કરી. એવું કહેવાય છે કે રાજીવ ગાંધી એકમાત્ર એવા વડાપ્રધાન હતા જે પોતાની કાર ચલાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. ઘણી ચૂંટણી રેલીઓમાં પણ રાજીવ ગાંધી પોતે કાર ચલાવીને પહોંચ્યા હતા. તેના સિક્યોરિટી ગાર્ડ તેની પાછળ આવતા હતા.
રાજીવના રાજકારણમાં પ્રવેશ પાછળનું કારણ
ઈન્દિરા ગાંધી સાથેનો તેમનો રાજકીય વારસો તેમના પુત્ર સંજય ગાંધીએ સંભાળ્યો હતો. તે સમય સુધી રાજીવે ભાગ્યે જ રાજકારણમાં જોડાવાનું વિચાર્યું હશે પરંતુ સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. તે દિવસોમાં લોકો ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને મળવા આવતા હતા. એક દિવસ બદ્રીનાથ ધામના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ જી ઈન્દિરા ગાંધીને મળ્યા અને તેમને ચેતવણી આપી કે રાજીવે લાંબા સમય સુધી વિમાન ન ઉડાડવું જોઈએ. તેમણે સલાહ આપી કે રાજીવે હવે દેશની સેવામાં લાગી જવું જોઈએ. ત્યારથી રાજીવ રાજકારણમાં સક્રિય થયા.
રાજીવ ગાંધી અને સંજય ગાંધીનું મૃત્યુ
સંજય ગાંધી પહેલેથી જ રાજકારણમાં સક્રિય રહેતા હતા. ઇન્દિરા ગાંધીના અનેક કાર્યોમાં તે સહાય કરતા હતા અને સંજય ગાંધીને પ્લેન ઉડાવવાનો શોખ હતો પરંતુ તે રાજકારણમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. જયારે રાજીવ ગાંધી પ્રોફેશનલ પાયલટ હતા. રાજકારણમાં ક્યારે પણ આવવાનું વિચાર્યું ન હતું. તેને રાજકારણમાં આવવું જ ન હતું. રાજીવ ગાંધીનું મૃત્યુ રાજકીય સભા દરમ્યાન થયું હતું જયારે રાજીવ ગાંધીને રાજકારણમાં આવવું જ ન હતું. સંજય ગાંધીનું મૃત્યુ પ્લેન અકસ્માતમાં થયું જયારે સંજય ગાંધી ફક્ત રાજકારણમાં જ સક્રિય રહેતા હતા. આમ બંને ભાઈના મૃત્યુ એક બીજાના પ્રોફેશનમાં થયા હતા.