Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Priya Singh Case: કારથી કચડી નાંખવાના મામલે આરોપી અશ્વજિત ગાયકવાડ સહિત 3ની ધરપકડ, કાર પણ જપ્ત

મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારી અનિલ કુમાર ગાયકવાડના પુત્ર અશ્વજિત ગાયકવાડની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. અશ્વજિત સાથે તેના બે સાથી રોમિલ અને અન્ય એક શખ્સ સાગરની પણ ધરપકડ કરવામાં આવી છે. ડીસીપીની આગેવાની હેઠળની એસઆઈટી (SIT) ટીમે આ ત્રણેય આરોપીઓની ધરપકડ...
priya singh case  કારથી કચડી નાંખવાના મામલે આરોપી અશ્વજિત ગાયકવાડ સહિત 3ની ધરપકડ  કાર પણ જપ્ત

મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારી અનિલ કુમાર ગાયકવાડના પુત્ર અશ્વજિત ગાયકવાડની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. અશ્વજિત સાથે તેના બે સાથી રોમિલ અને અન્ય એક શખ્સ સાગરની પણ ધરપકડ કરવામાં આવી છે. ડીસીપીની આગેવાની હેઠળની એસઆઈટી (SIT) ટીમે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

આરોપ છે કે અશ્વજિત ગાયકવાડે (Ashwajit Gaikwad) તેની પ્રેમિકા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહ (Priya Singh) પર કાર ચઢાવીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયા સિંહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ આ મામલાએ રાજકીય રંગ લીધો. કારણ કે આરોપી ભાજપનો કથિત નેતા છે અને તેના પિતા મહારાષ્ટ્રના ટોચના બ્યુરોક્રેટ્સ છે. આ કેસ સામે આવતા અને હોબાળો થતા મહારાષ્ટ્ર સરકારે ડેપ્યુટી કમિશનર (ડીસીપી) અમર સિંહ જાધવની દેખરેખ હેઠળ SIT ની રચના કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના થતાં જ ટીમ એક્શનમાં આવી અને અશ્વજિતની ધરપકડ કરી.

Advertisement

અશ્વજિત સાથે ત્રણ આરોપની ધરપકડ

મીડિયા અહેવાલ અનુસાર, પોલીસે અશ્વજિત ગાયકવાડના બે સાથી રોમિલ પાટીલ અને સાગર શેડગેની ધરપકડ કરી છે. થાણે પોલીસે જણાવ્યું કે, ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, 26 વર્ષીય પ્રિયા સિંહ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રિયા સિંહે હોસ્પિટલમાંથી જ અશ્વજિત સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી, આ સિવાય તેણીએ તેની ઇજાઓની તસવીરો પણ શેર કરીને તેની આપબીતી પણ જણાવી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajasthan Cabinet: BJP અધ્યક્ષ નડ્ડાના ઘરે મહત્ત્વની બેઠક, ગૃહમંત્રી અમિત શાહ સહિત આ નેતાઓ હાજર

Tags :
Advertisement

.