Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપે ગુજરાતમાં કર્યું શૂન્યમાંથી સર્જન, જાણો ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક સીટો જીતવા સુધીની સફર

1967માં ભાજપે માત્ર 1 બેઠક જીતી હતી2022માં 156 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયોભાજપનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યુંગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. એક સમયે વર્ષ 1962માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નહી મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ આજે શૂન્યમાંથી સર્જન કર્યું છે. ભાજપના રાજકીય સફરની વાત કરીએ તો ભાજપે 1962માં 26 બેઠકો પર ચૂંટણી લà
ભાજપે ગુજરાતમાં કર્યું શૂન્યમાંથી સર્જન  જાણો ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક સીટો જીતવા સુધીની સફર
  • 1967માં ભાજપે માત્ર 1 બેઠક જીતી હતી
  • 2022માં 156 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
  • ભાજપનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. એક સમયે વર્ષ 1962માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નહી મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ આજે શૂન્યમાંથી સર્જન કર્યું છે. ભાજપના રાજકીય સફરની વાત કરીએ તો ભાજપે 1962માં 26 બેઠકો પર ચૂંટણી લડી હતી, પણ તેમાં તેને એક પણ બેઠક મળી ન હતી, તો આજના સમયમાં એટલે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે.
  • વર્ષ 1962માં બીજી ગુજરાત વિધાનસભામાં ભાજપ 26 બેઠક પરથી ચૂંટણી લડ્યું હતું અને એક પણ સીટ જીતી શકયું નહોતું.
  • વર્ષ 1967માં ત્રીજી ગુજરાત વિધાનસભામાં ભાજપ 16 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને ભાજપને 1 બેઠક જીતવામાં સફળતા મળી હતી.
  • જે બાદની વર્ષ 1972માં ચોથી ગુજરાત વિધાનસભામાં ભાજપ 100 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને 3 બેઠક જીત મળી હતી.
  • વર્ષ 1975માં પાંચમી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 40 બેઠકો પર ચૂંટણી લડી 18 બેઠકો જીતી.
  • વર્ષ 1980માં છઠ્ઠી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 127 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા અને 9 બેઠકો જ જીતી શક્યા.
  • 1985માં સાતમી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 124 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યાં હતા જેમાં 11 બેઠકો પર જીત મેળવી હતી.
  • વર્ષ 1990માં આઠમી વિધાનસભાની  ચૂંટણીમાં ભાજપ 143 બેઠક પરથી ચૂંટણી લડ્યું હતું જેમાંથી ભાજપ 67 બેઠક જીત્યું હતું.
  • 1995માં નવમી વિધાનસભામાં ભાજપે 182 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યાં હતા, જેમાંથી 121 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.
  • વર્ષ 1998માં દસમી વિધાસભામાં ભાજપે 182 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યાં હતા, જેમાંથી 117 બેઠકો જીતી હતી.
  • વર્ષ 2002માં અગિયારમી વિધાનસભામાં 182માંથી ભાજપે 127 સીટો જીતી હતી.
  • વર્ષ 2007માં બારમી વિધાનસભામાં ભાજપે 117 સીટો જીતી હતી.
  • 2012માં તેરમી વિધાનસભામાં ભાજપે 115 સીટો જીતી હતી.
  • વર્ષ 2017માં ચૌદમી વિધાનસભામાં ભાજપને માત્ર 99 સીટો મળી હતી.
  • આ વખતની 2022ની પંદરમી વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક 156 સીટો જીતી રેકોર્ડ સ્થાપ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.