Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં રથયાત્રા કરતા પણ મોટો પોલીસ બંદોબસ્ત, PM ના કાર્યક્રમમાં આવશે લાખો લોકોની જનમેદની

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ( 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં અલગ અલગ 3 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી ની મુલાકાતને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29મી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાનશ્રી દ્વારા 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે, જે કાર્યક્રમમાં અંદાજે 1.25 લાà
અમદાવાદમાં રથયાત્રા કરતા પણ મોટો પોલીસ બંદોબસ્ત  pm ના કાર્યક્રમમાં આવશે લાખો લોકોની જનમેદની
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ( 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં અલગ અલગ 3 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી ની મુલાકાતને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29મી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાનશ્રી દ્વારા 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે, જે કાર્યક્રમમાં અંદાજે 1.25 લાખ લોકો હાજર રહેવાના હોવાથી પાર્કિંગથી લઈને તેઓના બેસવા સુધીની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. 
રસ્તામાં ટ્રાફિક ન થાય તે માટે પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર કાર્યરત રહેશે. કાર્યક્રમ મોડી રાત્રે પૂર્ણ થતો હોવાથી પરત ફરતી વખતે લોકોને હાલાકી ન પડે તે માટે પોલીસ દ્વારા ખાસ પેટ્રોલીંગની સાથે દરેક ટ્રાફિક જંકશન પર બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત 5 જેટલા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે જેમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સર્જાય તો તરત જ ડ્રોન કેમેરામાં દેખાય અને તે ટ્રાફિકને દૂર કરી શકાય. 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં પોલીસે 5 સેક્ટરમાં બંદોબસ્ત વિભાજિત કર્યો છે જેમાં દરેક સેક્ટરમાં એક SP કક્ષાના અધિકારી સુપરવિઝન કરશે તેમજ 1500 જેટલા પોલીસ સ્ટાફ ટ્રાફિક મેનેજમેન્ટ કરશે, સાથે 9 ઈન્ટરસેપ્ટર વાન પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે..મહત્વનું છે કે દર વર્ષે રથયાત્રામાં 25 હજાર જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત કરાતા હોય છે જોકે પ્રધાનમંત્રીના અલગ અલગ બે કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી અમદાવાદમાં કુલ 30 હજાર કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે..
Advertisement
Tags :
Advertisement

.