Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામસાહેબ વખતના કાર્યોથી લઈ નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જીન સરકાર સુધી, જાણો PMશ્રીના ભાષણની ખાસ વાતો

ગુજરાતમાં આવનારી ચૂંટણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનશ્રીના ત્રણ દિવસના હગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ભરૂચ આણંદ અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ તેઓ જામનગર પહોંચ્યા છે, અહીં તેઓ રૂ. 1,462 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે તો સાથે જ જામનગરમાં રોડ શો પણ કર્યો હતો. દિગજામ સર્કલથી રોડશોની શરૂઆત થઇ હતી, તથા અહીં જનસભાને પણ  સંબોધી રહ્યાં છે. જુઓ લાઇવ દર્શ્યો માત્ર ગુજરાત
જામસાહેબ વખતના કાર્યોથી લઈ નરેન્દ્ર ભુપેન્દ્રની ડબલ એન્જીન સરકાર સુધી  જાણો pmશ્રીના ભાષણની ખાસ વાતો
ગુજરાતમાં આવનારી ચૂંટણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનશ્રીના ત્રણ દિવસના હગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ભરૂચ આણંદ અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ તેઓ જામનગર પહોંચ્યા છે, અહીં તેઓ રૂ. 1,462 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે તો સાથે જ જામનગરમાં રોડ શો પણ કર્યો હતો. દિગજામ સર્કલથી રોડશોની શરૂઆત થઇ હતી, તથા અહીં જનસભાને પણ  સંબોધી રહ્યાં છે. જુઓ લાઇવ દર્શ્યો માત્ર ગુજરાત ફર્સ્ટ પર..
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચી ચુક્યા છે. અહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલ જામનગરની બાંધણીના ખેસ અને પિત્તળનો ઘડો અર્પણ કરી જનતાવતિ સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદ પુનમબેન માડમ સહિતા સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું.
જામનગરમાં આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કુલ રૂ. 1,448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હુત કર્યું, સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે. જામનગરનાં હરિપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણનો પણ કાર્યક્રમ છે. વડાપ્રધાનશ્રી ભાષણ માટે ઉભા થયા અને પૂર્ણ કર્યું ત્યારે મોદી... મોદી... ના નારા સાથે ડોમ ગુંજી ઉઠ્યું હતુ.
વડાપ્રધાન મોદીના ભાષણના અંશો...
આજે જામનગરે વટ પાડી દીધો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પોતાનું સંબોધન શરૂ કરવા જઈ રહ્યાં હતા ત્યારે લોકોએ મોદી... મોદી... ના  નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, આજે જામનગરે વટ પાડી દીધો, રસ્તામાં જે ભવ્ય સ્વાગત કર્યું ક્યારેય નહી ભૂલી શકાય. ખુબ મોટા પાયે માતાઓની હાજરી હતી, માતાઓના આશીર્વાદ મળે તો બીજું શું જોઈએ. છોટી કાશીના આશિર્વાદ અને મોટી કાશીનો MP (સાંસદ) અહીં છે. જામનગરે ભવ્ય નવરાત્રિ મનાવી, હવે દિવાળીની તૈયારીઓ પણ આદરી દીધી.
ભૂકંપ બાદ ગુજરાત શક્તિ સાથે આગળ વધ્યું
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, બે દાયકા પહેલા આ જ સમયગાળો હતો જ્યારે ગુજરાતને ભૂકંપે ધમરોળ્યું હતું. ભૂકંપ બાદની પહેલી દિવાળી કે નવરાત્રિ મનાવાઈ નહોતી. આજે ગુજરાત દેશને ગતિ આપવાની શક્તિ સાથે આગળ વધી રહ્યું છે. આજે કચ્છ જોવા દેશ દુનિયાના લોકો આવે છે. જામનગરની સેન્ચ્યુરીમાં પંખીડાં જોવા આવે છે.
જામસાહેબને કર્યાં યાદ
જામનગરની ધરતીમાં આવ્યો છું ત્યારે ગૌરવપૂર્વક જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને શત્ શત્ નમન કરૂ છું. દિગ્વિજયસિંહ પોતાના કામથી બીજા વિશ્વ વખતે પોલેન્ડ સાથે સંબંધ કેળવ્યો તેનો લાભ આજે પણ આખા હિંદુસ્તાનને મળી રહ્યો છે. યુક્રેનમાં વિદ્યાર્થીને બહાર લાવ્યા બાદ પોલેન્ડ સરકારે મદદ કરી તેનું કારણ દિગ્વિજયસિંહની દયાળું સ્વભાવની મૂડી હતી. વિકાસ કરીને જામનગરની જાહોજલાલી વધારી મહારાજા દિગ્વિજયસિંહને શ્રદ્ધાંજલી આપી છે. જામનગર ક્રિકેટની દુનિયામાં આજે પણ ભારતનો ત્રિરંગો રોપ્યો છે. રણજી ટ્રોફીએ ગુજરાતની આન-બાન-શાનમાં વધારો કર્યો.
આજના યુવાનો ભાગ્યશાળી છે
તેમણે કહ્યું કે, તમારી સેવા કરવાનું પ્રણ અહીં આવીને મજબૂત થાય છે. આ વિકાસના પાંચ સંકલ્પે ગુજરાતનો પાયો મજબૂત કર્યો. જન, જ્ઞાન, ઉર્જા, જળ, રક્ષા આ પાંચ શક્તિ સાથે ગુજરાતે નવી ઉંચાઈઓ સર કરી છે. ગુજરાતના યુવાનો અને બાળકો ભાગ્યશાળી છે જેમને ગુજરાતની 20-25 વર્ષ પહેલાની મુશ્કેલી નથી જોઈ. તમને યાદ છે જામનગર અને કાઠિયાવાડના હાલ શું હતા? પાણી માટે વલખા મારતા હતા, એવા દિવસો જોયા છે. કલાકો સુધી ટેન્કરોની રાહ જોઈ તેવી દશા જોઈ છે. પાણીનું કામથી મારી માતાઓ બહેનોના માથે હોય, તેમના માથેના માટલા આ દિકરો ના ઉતારે તો કોણ ઉતારે. એક જમાનો એવો હતો કે, જામનગરમાં પાણીની ટાંકીના ઉદ્ધાટન વખતે મુખ્યમંત્રી આવ્યા હતા અને આજે ભુતકાળમાં ગુજરાતનું બજેટ હતું એટલી મોટી આજે યોજના આપી છે. પહેલા અમારા ધારાસભ્યો લોકો માટીના રોડની માંગણી કરતા આજે પેવર રોડ માંગે છે.
સૌની યોજના સ્વારૂપે મા નર્મદા પરિક્રમા કરવા નિકળી છે
તેમણે કહ્યું કે, આપણે ત્યા નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવી છે. એક જમાનો હતો આપણે નર્મદાની પરિક્રમ કરતા આજે સૌની યોજના મારફત મા નર્મદા ગુજરાતના લોકોની પરિક્રમા કરવા આવી છે. ગુજરાતમાં જનજીવન મિશન માટે જે ઝડપે કામ થાય છે, ભૂપેન્દ્રભાઈ અને તેમની ટીમને અભિનંદન.
ગરીબો માટે ડબલ એન્જીન સરકાર કામે લાગી
તેમણે કહ્યું કે, અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે સતત કામ કરે છે. કોરોનાકાળમાં પહેલી ચિંતા કરી ગરીબોની અને તે માટે મફતમાં રાશન પહોંચાડ્યું. 80 કરોડ લોકોને ભૂખ્ય નથી રાખ્યા. માને આ દેશના 80 કરોડ લોકોના, આપ સૌના આશીર્વાદ મળી રહ્યાં છે. અત્યારે અમારું જામનગર પંચરંગી થઈ ગયું છે. દેશભરના લોકો જામનગરમાં કામ કરી રહ્યાં છે. કોઈ પણ રાજ્યનો વ્યક્તિ વન નેશન, વન રાશન હેઠળ અનાજ મેળવી શકે છે. જામનગરના વિકાસ માટે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર કામે લાગી છે.
જામનગર સૌભાગ્યનગર, દુનિયામાં નવી ઓળખ ઉભી કરશે
તેમણે કહ્યું કે, દરિયાકાંઠે એકલું બેઠેલું જામનગર અમને મંજુર નથી. તેના માટે કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે. કોરિડોર દ્વારા ઉત્તર ભારતમાં જામનગર પોતાની નવી ઓળખ ઉભી કરશે. ગુજરાત નકામી દેખાય તેનો ઉપયોગ કરવામાં માસ્ટર, હરિપરમાં 40 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ તેનું ઉદાહરણ, જે ખરાબાની જમીન હતી તેમાં આ પ્રોજેક્ટનું નિર્ણાણ કર્યું છે. વાત કોઈ પણ હોય દરેક ક્ષેત્રમાં ગુજરાતે વિકાસની નવી મિસાલ કાયમ કરી છે. જામનગરે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઉભી કરી છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે સ્થાન મળ્યું છે. જામનગરમાં સૌભાગ્યની વસ્તઓ કંકુ, સુડી, બાંધણી મળે છે, તેની ઓળખ સૌભાગ્યનગર તરીકે થાય છે. અહીં નાની પીન પણ બને છે અને એરક્રાફ્ટના સાધનો મળે છે. આ તાકાત ઉભી કરી છે. ચિત્તાનો પણ જયજયકાર થયો, હવે ડોલ્ફિન પર ધ્યાન છે. જામનગરના દરિયામાં ડોલ્ફિન છે માટે અમે તેમની પણ તૈયારી છે.
યુવાનો એકવાર સાહસ કરો, તમારો હાથ હું પકડીશ
તેમણે કહ્યું કે, પહેલા નાના ઉદ્યોગકારોને ઘણી વહીવટી પ્રોસેસ વધારે કરવી પડતી હતી. નાના ઉદ્યમીઓને સરકારની દખલ ઓછી થાય તે માટે અભિયાન ચલાવ્યું અમે 33 હજાર આવી નાની-નાની બાબતો કાઢી નાખી. અંગ્રેજોના જમાનાના કાયદા કાઢ્યા, એવા 2 હજાર કાયદા હટાવ્યા, તમારા ધ્યાને કોઈ આવો કાયદો હોય તો પણ સુચન કરજો. વાતવાતમાં વેપારીઓને જેલમાં નથી ધકેવા. મારૂ સ્વચ્છતા અભિયાન શરૂ જ રહેવાનું છે. રાજ્ય સરકારે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર કરી તેની પ્રશંસા થઈ રહી છે. જે ગુજરાતને હવે ક્યાં રોકાવા નહી દે. આનાથી યુવાનો ઉદ્યોગ સાહસિક બનશે અને નવા રોજગાર મળશે. યુવાનો આ નીતિનો લાભ ઉઠાવો, તમારો હાથ પકડવા હું તૈયાર છું.
દેશના અર્થતંત્રમાં ધરખમ સુધારો
દુનિયાભરના અર્થવક્તા લખે છે કે, દુનિયામાં આર્થિકક્ષેત્રે ઉથલપાથલ છે તેમાં ભારત સ્થિરગતિથી આગળ વધે છે. તેનું પરિણામ સ્વરૂપ ભારત ટૂંકાગાળામાં ભારત દુનિયામાં પહેલી પાંચ ઈકોનોમીમાં પહોંચ્યું. આ સુધારો કાગળ પર જ નથી પણ નાના વેપારીને ઉપયોગ પણ થઈ રહ્યો છે. આપણે જેને ગુલામ બનાવ્યા તેને આપણે અર્થશાસ્ત્ર મુદ્દે પાછળ રાખી દીધું તેથી લોકોમાં ચમક જોવી મળી છે. જેનો શ્રેય ખેડુત, શ્રમિક અને સામાન્ય માણસને જાય છે.
ભૂપેન્દ્ર દાદાના બુલ્ડોઝરના કર્યાં વખાણ
તેમણે કહ્યું કે, દરિયાઈ પટ્ટીમાં જેમણે ગેરકાયદે બાંધકામ કર્યું તેને સાફ કર્યાં, અભીનંદન ભુપેન્દ્રભાઈ. બેટ દ્વારકાનું માનસમ્માન મળ્યું, આ મુદ્દે સંતોની પ્રતિક્રિયા મળી, ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં આ અભિયાન ચાલે છે. કાયદાના પાલનમાં જ સૌનુ ભલું છે. આજે ગુજરાતમાં નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જીન સરકાર છે. હું વિશ્વાસ કરૂ છું ખાસ કરીને યુવાપેઢી પર જેના ભવિષ્ય માટે આ મહેનત કરી છે. એ વડીલો માટે જેમણે મહેનત કરી છે તેની માટે અમે કામ કરી રહ્યાં છે.
  • આ વિકાસકાર્યોની આપી ભેટ
  • કુલ રૂ. 1,448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કરશે
  • સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ  કરશે
  • જામનગરનાં હરિપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે
  • જામનગરના બે ઓવર બ્રિજના કામનું પણ ખાતમુર્હુત કરાશે 
  • વાલ્મીકી સમાજ કોમ્યુનીટી હોલનું ઈ-લોકાર્પણ
  • રોડ શો બાદ વડાપ્રધાનશ્રીની વિશાળ જનસભાનું પણ આયોજન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો રોડ શો, જુઓ Live...

Advertisement
Tags :
Advertisement

.