PM Modi Visit Assam: PM મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી, જુઓ Video
PM Modi Visit Assam: PM મોદી 8 માર્ચથી આસામની બે દિવસની (PM Modi Visit Assam) મુલાકાતે છે. ત્યારે આ દરમિયાન તે 18 હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આજે તેમણે નેશનલ પાર્કમાં જંગલ સફારી (kaziranga national park) કરી હતી. આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદી 8 માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાણ કર્યું હતું
PM મોદી અહીં લગભગ બે કલાક રોકાશે. આ પછી તે અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે, જ્યાં તે બે કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ બપોરે જોરહાટ પરત ફરશે અને મહાન અહોમ કમાન્ડર લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ વેલર'નું ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદી ત્યારબાદ મેલેંગ મેતેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ આશરે રૂ. 18,000 કરોડના કેન્દ્રીય અને રાજ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. pic.twitter.com/y24ZqO4jJt
— ANI (@ANI) March 9, 2024
PM આસામમાં આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
PM જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં બરૌનીથી ગુવાહાટી સુધીની રૂ. 3,992 કરોડની પાઇપલાઇન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 768 કરોડના ખર્ચે ડિગબોઇ રિફાઇનરીના 0.65 મિલિયન મેટ્રિક ટનથી 1 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. તેઓ રૂ. 510 કરોડના ખર્ચે ગુવાહાટી રિફાઇનરીના 1 મિલિયન મેટ્રિક ટનથી 1.2 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મેલાંગ મેટેલીમાં એક રેલીને પણ સંબોધિત કરશે.
Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. pic.twitter.com/YcExOJn1gH
— ANI (@ANI) March 9, 2024
અરુણાચલની સેલા ટનલ ચીન સરહદને અડીને છે
PM મોદી પશ્ચિમ કામેંગ જિલ્લામાં વૈસાખીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ટનલ ચીનની સરહદે આવેલા તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે ચીન-ભારત સરહદે આગળના વિસ્તારોમાં સૈનિકો, શસ્ત્રો અને મશીનરીની ઝડપી તૈનાતી દ્વારા LAC પર ભારતીય સેનાની ક્ષમતાઓને પણ વધારશે.
આ પણ વાંચો - National Creators Awards: જાહેર મંચ પર નારીનું સન્માન, PM મોદીએ ત્રણ વખત કર્યા પ્રણામ
આ પણ વાંચો - SudhaMurthy : સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમીનેટ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો - National Creators Award 2024 : PM મોદીએ જાહેર કરી અમદાવાદના લોકોની ઓળખ, જાણો શું કહ્યું…