Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દસક્રોઇ બેઠકની તસવીર અને તાસીર, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
દસક્રોઇ બેઠકની તસવીર અને તાસીર  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
દસક્રોઇ બેઠક મહત્વની
અમદાવાદ જીલ્લાની દસક્રોઇ બેઠક મહત્વની ગણાય છે. સાત ટર્મથી દસક્રોઈ બેઠક પર ભાજપનો દબદબો છે અને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં  રસાકસીભરી જંગ ખેલાશે તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ આ વિધાનસભા બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અહીંયા અમે તમને અમદાવાદની દસક્રોઈ વિધાનસભા બેઠકની જાણકારી આપી રહ્યા છે. આ બેઠકનો જાતિગત સમીકરણો સહિતનો અહેવાલ
ભાજપનો ગઢ
 વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઇ જમનાદાસ પટેલે કોંગ્રેસના પંકજભાઈ ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા. વર્ષ 2012માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના લક્ષ્મણ બારૈયાને હરાવ્યા હતા.2007માં બાબુભાઈ જમનાદાસ પટેલે જીત મેળવી હતી અને કોંગ્રેસના મધુ ઠાકોરને હરાવ્યા હતાં.

દસક્રોઈ વિધાનસભા બેઠક 
દસક્રોઈ વિધાનસભા બેઠકમાં લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, ગોતા (શહેર), થલતેજ (શહેર), બોપલ (શહેર)નો સમાવેશ થાય છે. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 56.93 નોંધાઈ હતી.
2017માં બાબુ જમનાદાસ પટેલ ઉમેદવાર
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દસક્રોઈ વિધાનસભા બેઠક માટે બાબુભાઈ જમનાદાસ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા ભાજપે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપે ફરીવાર વિશ્વાસ સંપાદન કરીને માટે બાબુભાઈ જમનાદાસ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
દસક્રોઇ ખેડા લોકસભા મતવિસ્તારમાં આવે છે
દસક્રોઈ વિધાનસભા મતવિસ્તાર ખેડા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2019માં થયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને હરાવ્યા હતા.

જ્ઞાતિ જાતિના સમીકરણો
દસક્રોઈ વિધાનસભા બેઠકમાં 24.6 ટકા ઠાકોર, 21.4 ટકા પટેલ, 8.7 ટકા દલિત, 8 ટકા ક્ષત્રિય તો 37.4 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આમ દસક્રોઈ વિધાનસભા બેઠકમાં ઠાકોર અને પટેલ મતદારોનું વધુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. દસક્રોઈ વિધાનસભા બેઠકમાં કુલ 3,79,237 મતદારો છે. જેમાંથી 1,81,098 મહિલા મતદારો છે અને 1,98,132 પુરુષ મતદારો છે.
સૌથી વધુ સંવેદનશીલ બૂથ 
દસક્રોઈમાં આ કુલ મતદારોમાં આ વર્ષે 15,274 મતદારો નવા નોંધાયા છે. દસક્રોઈમાં 283 મતબૂથ કેન્દ્રોમાંથી 149 મતબૂથ કેન્દ્રો સંવેદનશીલ છે. અમદાવાદમાં સૌથી વધુ સંવેદનશીલ મતબૂથ દસક્રોઈમાં આવેલા છે.
બાબુભાઈ જમનાદાસ પટેલ
બાબુભાઈ જમનાદાસ પટેલ કડવા પાટીદાર સમાજના આગેવાન અને ગુજરાત વિધાનસભાની દસક્રોઈ બેઠક ઉપરથી ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દસક્રોઈ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા સાત ટર્મથી ભાજપ આ બેઠક પર ભગવો લહેરાવી રહ્યું છે. તો ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ છેલ્લા 4 ટર્મ એટલે કે વર્ષ 2002થી 2017 સુધી આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં વિજેતા 
વર્ષ        વિજેતા ઉમેદવાર      પક્ષ
2017    બાબુભાઈ પટેલ         ભાજપ
2012    બાબુભાઈ પટેલ          ભાજપ
2007    બાબુભાઈ પટેલ         ભાજપ
આ ઉપરાંત 2002માં બાબુભાઈ પટેલ ભાજપ તથા 1998માં વિજયભાઈ પટેલ ભાજપ અને  1995માં મધુબેન ઠાકોર ભાજપ વિજેતા બન્યું હતું. 
ઉમિયાધામના પ્રમુખ બનતા વિવાદ
બાબુભાઈ જમનાદાસ પટેલની ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઊંઝા ઉમિયાધામ ખુબ મોટું આસ્થાનું કેન્દ્ર છે સાથે સાથે રાજકીય રીતે પણ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. બાબુભાઈ જમનાદાસ પટેલ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બન્યા બાદ વિવાદ શરૂ થયો હતો. સંસ્થાના સભ્ય પ્રહલાદ પટેલેબાબુભાઈ પટેલ પર ખોટી રીતે પ્રમુખ બન્યાનો આક્ષેપ મુક્યો હતો.
દસક્રોઈમાંથી નિકોલ, કઠવાડાને દૂર કરવા માગ
ચૂંટણી પંચ સમક્ષ દસક્રોઈ વિધાનસભામા સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારોને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. જોકે, નવું સીમાંકન વર્ષ 2026માં થવાનું હોવાથી વર્ષ 2022માં આ બે વિસ્તારો દૂર થવાની કોઈ શક્યતાઓ ન હતી.  

બાબુભાઈ જમનાદાસ પટેલ સામે કેસ
વર્ષ 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલી ઘટના મામલે ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા સહિત 39 નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે જગરૂપસિંહ રાજપૂત દ્વારા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે આંતરિક સમાધાન થઈ જવાથી કેસ આગળ ચાલ્યો નહોતો. તેમજ રાજ્ય સરકારે તમામ આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવા સરકારી વકીલને સૂચના આપી હતી અને તે માટે અરજી કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે કેસ પરત ખેંચવાની અરજી ફગાવી દીધી હતી, જેથી સરકારે આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસ ચલાવવા માટે સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને આ કેસ પરત મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી પોતે આ કેસ લડવા માગતો નહોતો.
Advertisement
Tags :
Advertisement

.