NCP ધારાસભ્યો સાથે પવારની બેઠક મુલતવી,TMC કાર્યકરોનું ગુવાહાટીમાં હોટલની બહાર વિરોધ પ્રદર્શન
મહારાષ્ટ્રની સત્તાનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. છેલ્લાં 24 કલાકમાં, ઘણા વધુ 3 ધારાસભ્યો ગુવાહાટી ગયા છે અને શિંદે જૂથમાં જોડાયા છે. આ સાથે શિવસેનાના કેટલાક અન્ય સાંસદો પણ શિંદેના સંપર્કમાં છે. આનાથી સી.એમ ઠાકરે વધુ નબળા પડ્યા છે. આ પહેલા ગઈકાલે સીએમ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી નીકળીને માતોશ્રી તેમના ઘરે પહોંચ્યા હતાં. ઠાકરેએ અત્યારે સીએમ પદ છોડ્યું નથી, પરંતુ તà
મહારાષ્ટ્રની સત્તાનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. છેલ્લાં 24 કલાકમાં, ઘણા વધુ 3 ધારાસભ્યો ગુવાહાટી ગયા છે અને શિંદે જૂથમાં જોડાયા છે. આ સાથે શિવસેનાના કેટલાક અન્ય સાંસદો પણ શિંદેના સંપર્કમાં છે. આનાથી સી.એમ ઠાકરે વધુ નબળા પડ્યા છે. આ પહેલા ગઈકાલે સીએમ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી નીકળીને માતોશ્રી તેમના ઘરે પહોંચ્યા હતાં. ઠાકરેએ અત્યારે સીએમ પદ છોડ્યું નથી, પરંતુ તેમણે સંકેત આપ્યો કે જો બળવાખોરો આગળ આવીને વાત કરશે તો તેઓ રાજીનામું આપવા માટે પણ તૈયાર છે.
બુધવારે સી.એમ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ આવીને બળવાખોરો સાથે ઇમોશન કનેક્ટ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમણે પોતાના તેમજ શિવસેના પર લાગતા તમામ આરોપો વિશે પણ ખૂલીને જવાબ આપ્યાં હતાં. તથા બળવાખોરોને સીધો સંદેશો આપ્યો હતો કે ગદ્દારી કરવાને બદલે જો કોઇ શિવસૈનિક સીધા આવીને તેમની સાથે વાત કરશે તો તેઓ સામેથી રાજીનામું આપી દેશે તેમને સત્તાનો કોઇ મોહ નથી. ઉદ્ધવના નિવેદન બાદ બળવાખોર એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું. તેમણે કહ્યું કે મહાવિકાસ અઘાડી એક અસંગત ગઠબંધન છે, જેનો અંત આવવો જોઈએ. આ સાથે જ આજે સવારે શિંદે જૂથે 42 ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો કર્યો, હાલમાં મુંબઈમાં રાજકીય માહોલ ગરમાયો છે, સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની સાથે બળવાખોર ધારાસભ્યો માંથી 20 ધાર સભ્યો તેમના સંપર્કમાં છે.
NCP ધારાસભ્યો સાથે પવારની બેઠક મુલતવી
શરદ પવારે ધારાસભ્યો અને સાંસદો સાથે જે બેઠક યોજવાની હતી તે હાલ સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ બેઠક એટલા માટે સ્થગિત કરવામાં આવી છે કારણ કે હાલમાં શરદ પવારના નિવાસસ્થાને કેટલાક નેતાઓ સાથે બેઠક ચાલી રહી છે. બીજી તરફ શિંદે જૂથનો દાવો છે કે તેમની સાથે કુલ 42 ધારાસભ્યો છે. જેમાં 35 શિવસેનાના કહેવાઈ રહ્યાં છે.
Advertisement
TMC નેતાઓ ગુવાહાટીમાં હોટલ સામે ધરણા પર બેઠાં
ગુવાહાટીમાં એકાએક હંગામો શરૂ થયો છે. ટીએમસીના નેતાઓ અને કાર્યકરો હોટલની સામે ધરણા પર બેઠા છે જ્યાં બળવાખોર ધારાસભ્યો હાજર છે. તેમનું કહેવું છે કે આસામ હાલમાં પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને આ દરમિયાન અહીં રાજકીય યુક્તિઓ રમાઈ રહી છે. ટીએમસી નેતાએ કહ્યું કે આ બધી રાજનીતિ મહારાષ્ટ્રમાં થવી જોઈએ.
ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલ બારમાં વિરોધ કરી રહેલા ટીએમસીના નેતાઓ અને કાર્યકરોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક કાર્યકર કહે છે, "આસામમાં લગભગ 20 લાખ લોકો પૂરના કારણે પીડિત છે. પરંતુ મુખ્યમંત્રી મહારાષ્ટ્ર સરકારને પછાડવામાં વ્યસ્ત છે." મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં રોકાયા છે.
જુઓ ગુવાહાટીની હોટલમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા ધારાસભ્યોના નામનું લિસ્ટ
1. મહેન્દ્ર હોરી
2. ભરત ગોગાવલે
3. મહેન્દ્ર દળવી
4. અનિલ બાબર
5. મહેશ શિંદે
6. શાહાજી પાટીલ
7. શંભુરાજે દેસાઈ
8. ધનરાજ ચૌગુલે
9. રમેશ બોરનારે
10. તાનાજી સાવંત
11. સંદીપન બુમરે
12. અબ્દુલ સત્તાર
13. પ્રકાશ સુરવે
14. બાલાજી કલ્યાણકર
15. સંજય સિરસત
16. પ્રદીપ જયસ્વાલ
17. સંજય રાયમુલકર
18. સંજય ગાયવાડ
19. એકનાથ શિંદે
20. વિશ્વનાથ ભોઈર
21. શાંતારામ મોરે
22. શ્રીનિવાસ વાંગા
23. પ્રકાશ આબિટકર
24. ચિમનરાવ પાટીલ
25. સુહાસ કાંડે
26. કિશોરપ્પા પાટીલ
27. પ્રતાપ સરનાઈક
28. યામિની જાધવ
29. લતા સોનવણે
30. બાલાજી કિનિકર
31. ગુલાબરાવ પાટીલ
32. યોગેશ કદમ
33. સદા સર્વંકર
34. દીપક કેસરકર
35. મંગેશ કુડાલકર
શિવસેનાના આ ધારાસભ્યો હજુ સુધી ગુવાહાટી પહોંચ્યા નથી
1. દાદા ભૂસે
2. સંજય બાંગડ
3. સંજય રાઠોડ
અપક્ષ ધારાસભ્ય જે ગુવાહાટીમાં છે
1. રાજકુમાર પટેલ
2. બચ્ચુ કડુ
3. નરેન્દ્ર ભોંડેકર
4. રાજેન્દ્ર પાટીલ યાડ્રાવકર
5. ચંદ્રકાંત પાટીલ
6. મંજુલા ગર્વ
7. આશિષ જયસ્વાલ