Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Breaking news : પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, રોપ-વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો

પાવાગઢમાં રોપ-વેમાં ખામીથી દુર્ઘટના ટળી ઉષા બ્રેકો કંપની દ્વારા ઢાંક-પિછોડાનો પ્રયાસ કંપની દ્વારા પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યો બેદરકારી છુપાવવા ઉષા બ્રેકો કંપનીનો પ્રયાસ રોપ-વે માં ફસાયેલા લોકોએ વર્ણવી દાસ્તાન 40 મિનિટ કરતા વધુ સમય સુધી લોકો ફસાયા હતા...
breaking news   પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી  રોપ વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો
Advertisement
  • પાવાગઢમાં રોપ-વેમાં ખામીથી દુર્ઘટના ટળી
  • ઉષા બ્રેકો કંપની દ્વારા ઢાંક-પિછોડાનો પ્રયાસ
  • કંપની દ્વારા પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યો
  • બેદરકારી છુપાવવા ઉષા બ્રેકો કંપનીનો પ્રયાસ
  • રોપ-વે માં ફસાયેલા લોકોએ વર્ણવી દાસ્તાન
  • 40 મિનિટ કરતા વધુ સમય સુધી લોકો ફસાયા હતા

પંચમહાલ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ ખાતે ફરી એક વાર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે પાવાગઢ ખાતે આવેલ રોપવેમાં ખામી સર્જાઈ હતી. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે. રોપ-વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Image preview

Advertisement

કંપનીએ પોતાની બેદરકારી છુપાવવા ગેટ પર માર્યુ તાળુ

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે રોપવેમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે રોપવે કેબલ ટ્રેક પરથી ઉતારી જતા ઉડન ખટોલામાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઉડન ખટોલામાં બેસેલા લોકો લગભગ અડધો કલાક સુધી રોપવેમાં ઝૂલતા રહ્યા હતા. સમગ્ર ઘટનામાં ઉડન ખટોલાનું સંચાલન કરતી કંપનીની બેદરકારી સામે આવી રહી છે. સમગ્ર ઘટનામાં સંચાલન કરતી ષા બ્રેકો કંપનીની ગંભીર નિષ્કાળજીને લીધે ઘટના બની હોવાની ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે, હજુ થોડા દિવસ અગાઉ જ મેન્ટેનન્સના નામ પર ઉડન ખટોલા 5 દિવસ બંધ કરાયો હતો તેમ છતાં આ ઘટના બનતા મેન્ટેનન્સની વાત પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

Advertisement

Image preview

વહીવટી તંત્રના અધિકારીઓ ફરક્યુ સુદ્ધા નહીં

અતિ ગંભીર ઘટના હોવા છતા વહીવટીતંત્રના કોઈ અધિકારી અહીં ફરક્યા સુદ્ધા નથી. રોપ-વેમાં બેસેલા લોકોએ પોતાની આંખોદેખી આપવીતી વર્ણવતા જણાવ્યુ કે 40 મિનિટ સુધી તેઓ મોત સામે ઉંચાઈ પર ઝુલતા રહ્યા હતા. બાળકો સાથે રોપ-વેમાં ઝુલતા લોકોએ કહ્યુ કે અધવચ્ચેથી કોઈનો સંપર્ક કરવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી.લોકોએ ઉષા બ્રેકો કંપની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Image preview

હાલ આ ઘટનાને લઈને કંપની સામે મેઈન્ટેનન્સને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. હજુ લોકો મોરબી જૂલતા પૂલ દુર્ઘટનાને ભૂલ્યા નથી. એક સાથે 40થી વધુ લોકોના જીવ તેમા ગયા હતા ત્યારે આ પ્રકારની કંપનીની ઘોર બેદરકારી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે જોવુ રહ્યુ કે કંપની સામે કોઈ દંડનીય પગલા લેવાય છે કેમ ?

અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ  વાંચો -SABARKANTHA : ગોપાલકુંજની સીમમાંથી પકડાયેલો સરકારી અનાજના જથ્થાની તપાસ અવળે પાટે ચડી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
મનોરંજન

Actor Threaten:'પરિણામ ખતરનાક આવશે...!' રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને મળી ધમકી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
રાષ્ટ્રીય

ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ

×

Live Tv

Trending News

.

×