સુરેન્દ્રનગર - મુળી હાઇવે પર ગોદાવરી ગામની સીમમાં દીપડો જોવા મળતાં ગભરાટ
સુરેન્દ્રનગર - મુળી હાઇવે પર ગોદાવરી ગામની સીમમાં દીપડાએ દેખા દેતા દોડધામ મચીવન વિભાગની ટીમને રામપરા ગામના ખેતરોમાં થી દીપડાએ શિકાર કર્યાના અવશેષો પણ મળ્યાખેડૂતો અને લોકોમાં દીપડાને લઈને ફફડાટ ફેલાયો સુરેન્દ્રનગર (Surendranagar) મૂળી હાઇવે પર ગોદાવરીની સીમમાં દીપડો (Leopard) દેખાતા દોડધામ મચી જવા પામી છે. વનવિભાગના જણાવ્યાનુસાર પાંચાળ પંથકમાં આવેલા માંડવ વનમાં દીપડાનો વસવાટ, છે અને તે ત
- સુરેન્દ્રનગર - મુળી હાઇવે પર ગોદાવરી ગામની સીમમાં દીપડાએ દેખા દેતા દોડધામ મચી
- વન વિભાગની ટીમને રામપરા ગામના ખેતરોમાં થી દીપડાએ શિકાર કર્યાના અવશેષો પણ મળ્યા
- ખેડૂતો અને લોકોમાં દીપડાને લઈને ફફડાટ ફેલાયો
સુરેન્દ્રનગર (Surendranagar) મૂળી હાઇવે પર ગોદાવરીની સીમમાં દીપડો (Leopard) દેખાતા દોડધામ મચી જવા પામી છે. વનવિભાગના જણાવ્યાનુસાર પાંચાળ પંથકમાં આવેલા માંડવ વનમાં દીપડાનો વસવાટ, છે અને તે ત્યાંથી વિચરતો આવ્યો હોઇ શકે. વનવિભાગની ટીમના જણાવ્યા મુજબ દીપડાએ જે-જે સ્થળોએ માનવી પર હુમલા કર્યા છે. તેમાં એક વાત કોમન સામે આવી છે. જેમાં જે વ્યક્તિઓ ઉપર દીપડાએ હુમલો કર્યો તેઓએ માંસાહાર આરોગ્યો હતો.
ફુટપ્રિન્ટ મળ્યા
દીપડાને માંસાહારની રસોઇ અને માંસાહાર આરોગનારી વ્યક્તિઓની ગંધ તુરંત આવી જાય છે, અને તે આવા વ્યક્તિઓ ઉપર હુમલો કરે છે. સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર દીપડો દેખાયો હોવાની માહિતી ગામના વનવિભાગને ફુટપ્રિન્ટ પરથી મળી હતી. જેમાં શિકાર કર્યો હોવાના અવશેષો પણ રામપરા ખેતરોમાંથી મળી આવ્યા છે. ત્યારે ફરી દીપડાએ દેખા દીધી છે. વન અધિકારી નિકુંજસીંહ પરમારે જણાવ્યુ હતું કે, માંડવ વન અને ચોરવીરાની વીડમાં દીપડાનો વસવાટ છે. ત્યાંથી દીપડો આવી ગયો હશે. તેને કોઈ છંછેડે નહી તો તે માણસ પર હુમલો કરતો નથી. જેમાં સુરેન્દ્રનગર- મૂળી હાઈવે પર આવેલા ગોદાવરી સીમમાં દેખાયો હતો. આથી બનાવની જાણ વન વિભાગને કરાતા ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર નિકુંજસિંહ પરમારની સુચનાથી સ્ટાફ તાત્કાલીક ગોદાવરી દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં વન વિભાગની ટીમને પણ દીપડો દેખાયો હતો. જયારે સવારના સમયે ફરી તપાસ કરતા દીપડાના કયાંય સગડ મળી આવ્યા ન હતા. ઝાલાવાડમાં અવારનવાર હિંસક પશુઓ દેખાય છે. મુળીના ગોદાવરીથી પાંચાળ પંથકમાં આવેલ માંડવ વિસ્તારમાં 8 કુતરાઓ અને 7 ભુંડનો શિકાર દીપડાએ કર્યો હતો. સુરેન્દ્રનગર મૂળી હાઇવે પર ગોદાવરીની સીમમાં દીપડો દેખાતા દોડધામ મચી જવા પામી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement