Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિવિલમાં પેલીએટિવ વોર્ડ શરૂ,કેન્સર તથા અન્ય અસાધ્ય બિમારીઓ માટે પેલીએટિવ વોર્ડ કાર્યરત

જૂનાગઢની જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીમાં સારવાર આપતી ડે કેર કિમો થેરાપી સેન્ટર કાર્યરત છે. મહિનામાં આશરે ત્રણસો થી વધુ દર્દીઓની ઓપીડી તેમજ સો જેટલા દર્દીઓને કિમો થેરાપી અહીં આપવામાં આવે છે. હાલ કેન્સરનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે. કેન્સરના દર્દીઓની સાથે તેમના પરિવારજનોને પણ માનસિક, આર્થિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો
સિવિલમાં પેલીએટિવ વોર્ડ શરૂ કેન્સર તથા અન્ય અસાધ્ય બિમારીઓ માટે પેલીએટિવ વોર્ડ કાર્યરત
જૂનાગઢની જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીમાં સારવાર આપતી ડે કેર કિમો થેરાપી સેન્ટર કાર્યરત છે. મહિનામાં આશરે ત્રણસો થી વધુ દર્દીઓની ઓપીડી તેમજ સો જેટલા દર્દીઓને કિમો થેરાપી અહીં આપવામાં આવે છે. હાલ કેન્સરનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે. કેન્સરના દર્દીઓની સાથે તેમના પરિવારજનોને પણ માનસિક, આર્થિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 
ગંભીર બીમારીઓમાં ખાસ કરીને દર્દીને ખૂબ જ દુખાવો થવો દુ:ખાવાને લીધે બરાબર નિંદર ન આવવી, ભૂખ ન લાગવી, ખૂબ જ થાક લાગવો, લોહી ઉડી જવું, હાથ પગમાં સોજા આવવા, રસી નીકળવા, રસી થઈ જવા, જીવડા પડી જવા જેવી અનેક તકલીફો થતી હોય છે, ત્યારે આવી સ્થિતિમાં દર્દીની સાથે તેમનો પરિવાર પણ ઘેરાયેલો રહે છે. ત્યારે આ તમામ તકલીફોના નિરાકરણ માટે સિવિલ હોસ્પિટલમાં પેલીએટિવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. 
7 મા માળે વોર્ડ નંબર 702 મા પેલીએટિવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના 7 મા માળે વોર્ડ નંબર 702 મા પેલીએટિવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નયનાબેન લકુમના હસ્તે પેલીએટિવ વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો, આ પ્રસંગે સિવિલ સર્જન ડો.પાલા, આરએમઓ ડો. ટી.જી. સોલંકી, આસીસ્ટન્ટ મેડિસીન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કનવી વાણિયા, કેન્સર એન્ડ પેલીએટિવ વોર્ડના ઈન્ચાર્જ ડો.અજય પરમાર  સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આ વોર્ડ કાર્યરત
સમગ્ર રાજ્યમાં અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બાદ હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આ વોર્ડ કાર્યરત થયો છે. આ સિવાય ગુજરાતની એક પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં આ વોર્ડ કાર્યરત નથી. ખાસ કરીને પેલીએટિવ વોર્ડ એટલે સુશ્રુષા સારવાર. જે બીમારીમાં સો ટકા સારૂં થઈ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં દર્દીને તે બીમારી માંથી વધુમાં વધુ રાહત અને ફાયદો કરાવી આપે તેવી સારવાર.કેન્સર ઉપરાંત ટીબી, એચઆઇવી, પેરાલીસીસ તેમજ અન્ય જૂના રોગોમાં પણ આ સારવાર આપવામાં આવે છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો અંતર્ગત બે વર્ષ અગાઉ કેન્સરની બીમારી માટે કિમોથેરાપી ની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેને લઈને હવે કેન્સરના દર્દીઓને રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરો સુધી જવું પડતું નથી અને પેલીએટિવ વોર્ડ શરૂ થવાથી આ સુવિધામાં હવે વધારો થયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.