Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીર માંથી પાકિસ્તાની જાસૂસ મૌલવીની ધરપકડ, ISIના સંપર્કમાં હતો

જમ્મુ-કાશ્મીરમાં Jammu Kashmir આતંકવાદ સામે ભારતીય Indian Army સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ શનિવારે કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ વાહિદ પાકિસ્તાનના આતંકી સંગઠન કાશ્મીરી જાનà
જમ્મુ કાશ્મીર માંથી પાકિસ્તાની જાસૂસ મૌલવીની ધરપકડ  isiના સંપર્કમાં હતો

જમ્મુ-કાશ્મીરમાં Jammu Kashmir આતંકવાદ સામે ભારતીય Indian Army સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ શનિવારે કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો.

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ વાહિદ પાકિસ્તાનના આતંકી સંગઠન કાશ્મીરી જાનબાઝ ફોર્સ માટે કામ કરતો હતો. અબ્દુલ વાહિદનું કામ કિશ્તવાડમાં રહીને સેના અને પ્રશાસન સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકઠી કરીને તેને પાકિસ્તાનને  પહોંચાડતો હતો. આ સિવાય તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના પણ સંપર્કમાં હતો
ધરપકડ કરાયેલા મૌલવીના અન્ય સ્થળો પર દરોડા
તમને જણાવી દઈએ કે આવી જ બાતમીના આધારે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો કરે છે. મૌલવી અબ્દુલ વાહિદની ધરપકડ બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને તેના અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મિલિટરી ઈન્ટેલિજન્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન બાદ 22 વર્ષીય મૌલવીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ અબ્દુલ વાહિદ કિશ્તવાડ સ્થિત મસ્જિદમાં ભણાવતો હતો.

મૌલવીએ જાસૂસીની કબૂલાત કરી
ધરપકડ કરાયેલા મૌલવીએ સેનાની પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે કિશ્તવાડથી Kishtwar સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી પાકિસ્તાન Pakistan મોકલતો હતો. પોલીસે કહ્યું કે મૌલવી અબ્દુલ વાહિદ પર કિશ્તવાડમાં આર્મી કેમ્પ અને પાકિસ્તાનમાં આતંકવાદીઓ સાથે સેના અધિકારીઓની હિલચાલ વિશે માહિતી શેર કરવાનો આરોપ છે. તેણે પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત પણ કરી છે. મૌલવી અબ્દુલ વાહિદને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે તેના અન્ય લોકેશન અને નેટવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.