ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી, બોટમાં સવાર માછીમારો અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન વધુ એક વખત લખપતના કોટેશ્વર નજીકના દરિયાઈ સિરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. સરક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બોટ મળ્યા બાદ બોટમાં સવાર ઘુસણખોરો સીમા અંદર છુપાયા હોવાની આશંકાના પગલે બોર્ડર...
Advertisement
સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન વધુ એક વખત લખપતના કોટેશ્વર નજીકના દરિયાઈ સિરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. સરક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બોટ મળ્યા બાદ બોટમાં સવાર ઘુસણખોરો સીમા અંદર છુપાયા હોવાની આશંકાના પગલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તલાશી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બોટમાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી છે કે કેમ તેની વિગતો હજુ બહાર આવી નથી. હાલ સલામતી દળ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી છે.
ત્રણ દિવસ પૂર્વેજ બીએસએફના વડા દ્વારા પાકિસ્તાન સરહદે આવેલા દેશના સંવેદનશીલ કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારની મુલાકાત લઈ સલામતી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જેના બીજા જ દિવસે કચ્છ સમીપના બનાસકાંઠા નજીક પાક. ઘુસણખોર ઝડપાયો હતો. ત્યારે આજે ફરી એક વખત કચ્છના સિરક્રિક વિસ્તારમાંથી એક માછીમારી બોટ ઝડપાઇ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.