Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar Marketing Yard ખુલતાની સાથે જ મગફળીની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Bhavnagar Marketing Yard: હાલ તામિલનાડુ જેવા રાજ્યમાંથી પણ વેપારીઓ મગફળીની ખરીદી કરવા ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે.
bhavnagar marketing yard ખુલતાની સાથે જ મગફળીની મબલખ આવક  સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
Advertisement
  1. કમોસમી વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થયું
  2. જોકે મગફળીના ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી
  3. વર્તમાનમાં મગફળીના 1100 થી લઇ 1756 સુધીના ભાવ બોલાયા

Bhavnagar Marketing Yard: હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ ખુલતાની સાથે નવી મગફળીની આવક શરુ થઇ છે. મહત્વની વાત એ છે કે, ખેડૂતોને મગફળીના ભાવ સારા આવી રહ્યા છે. હાલ તામિલનાડુ જેવા રાજ્યમાંથી પણ વેપારીઓ મગફળીની ખરીદી કરવા ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે. વર્તમાન સમયમાં મગફળી 1100 થી લઇ 1756 સુધીના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવ મળ્યો હતો.

માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની મબલખ પ્રમાણમાં આવક

સમગ્ર રાજ્યમાં ભાવનગર જીલ્લો મગફળી માટે મોખરાનું સ્થાન ધરાવે છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના ભાલ પંથકને બાદ કરતાં તમામ તાલુકાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના મહુવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડ (Bhavnagar Marketing Yard) ખાતે મગફળીની મબલખ પ્રમાણમાં આવક શરૂ થઈ છે. આ વર્ષે ઓગસ્ટમાં સારા વરસાદ પડ્યા બાદ ખેડૂતો દ્વારા કરાયેલા મગફળીના વાવેતરમાં સારો પાક થવાની આશા હતી. પરંતુ બાદમાં કમોસમી વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું છે. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની હરાજી શરૂ થતા ખેડૂતો પોતાની મગફળીને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિતના જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Advertisement

આ પણ વાંચો: Gujarat એસટી વિભાગે તહેવારોમાં કરી બમ્પર કમાણી, એક જ સપ્તાહમાં 16 કરોડની આવક

Advertisement

20 નંબરની મગફળી જેના 1390 રૂપિયા ભાવ બોલાયા

નોંધનીય છે કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે 25 હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે. જેના ભાવ પણ સારા આવી રહ્યા છે. જેમાં સૌથી નીચા ભાવની 20 નંબરની મગફળી જેના 1390 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે સૌથી ઊંચા ભાવની મગફળી 66 નંબરની જેના 1756 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. જેનું કારણ ભાવનગરની 66, 5 અને 9 નંબરની મગફળીની સારી ક્વોલિટી હોવાને લઈને તામિલનાડુ જેવા સ્ટેટમાંથી વેપારીઓ મગફળીની ખરીદી કરવા માટે છેક ભાવનગર સુધી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: શાળાના વિદ્યાર્થીઓની 4000 સાયકલ બની ભંગાર, આજુબાજુ ઉગી નિકળ્યા ઝાડી-ઝાંખરા

66 નંબરની મગફળીના 1742 ભાવ બોલાયા

મહત્વનું છે કે, તામિલનાડુ જેવા રાજ્યમાં વેપારીઓ અહીંથી મગફળી લઈને બિયારણ તરીકે ત્યાંના ખેડૂતોને આપે છે. જેના લીધે અહીંની મગફળીના બિયારણની ક્વોલિટીથી તામિલનાડુ જેવા રાજ્યોમાં સારી મગફળીનું ઉત્પાદન થઈ શકે અને જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે. ભાવનગર (Bhavnagar)માં હાલના સમયમાં 20 નંબરની મગફળીના 1390 રૂપિયા, 9 નંબરની મગફળીના 1756 રૂપિયા, 5 નંબરની મગફળીના 1715 અને સૌથી વધુ 66 નંબરની મગફળીના 1742 ભાવ બોલાયા હતા. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
મનોરંજન

Actor Threaten:'પરિણામ ખતરનાક આવશે...!' રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને મળી ધમકી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
રાષ્ટ્રીય

ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ

×

Live Tv

Trending News

.

×