OLAએ કંપનીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાણ બાબતે આ દિગ્ગજ કંપનીને છોડી પાછળ
ઓલા ઈલેક્ટ્રિકે હીરો ઈલેક્ટ્રિકને પછાડી દેશની નંબર 1 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની છે. ઓલાને ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં પ્રવેશ્યાને માત્ર 5 મહિના થયા છે. પરંતુ ગયા મહિને ઓલા ઈલેક્ટ્રીકએ વેચાણના મામલામાં હીરો ઈલેક્ટ્રીકને પાછળ છોડી દીધું છે.માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓલ ઓલા કંપનીએ એપ્રિલમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા હતા. ઓલાએ એપ્રિલ મહિનામàª
ઓલા ઈલેક્ટ્રિકે હીરો ઈલેક્ટ્રિકને પછાડી દેશની નંબર 1 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની છે. ઓલાને ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં પ્રવેશ્યાને માત્ર 5 મહિના થયા છે. પરંતુ ગયા મહિને ઓલા ઈલેક્ટ્રીકએ વેચાણના મામલામાં હીરો ઈલેક્ટ્રીકને પાછળ છોડી દીધું છે.
માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓલ ઓલા કંપનીએ એપ્રિલમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા હતા. ઓલાએ એપ્રિલ મહિનામાં 12,683 યુનિટ વેચ્યા છે. હીરો ઈલેક્ટ્રીક 50 ટકાના ઘટાડા સાથે માત્ર 6,570 યુનિટ વેચવામાં સફળ રહી હતી. હીરો એપ્રિલમાં ત્રીજા સ્થાને હતી. બીજા સ્થાને ઓકિનાવા ઓટોટેક જેણે 10,000 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે.
Ola Electricએ Ola S1 અને Ola S1 Pro સ્કૂટરની કિંમત 85 હજાર રૂપિયાથી લઈને 1.10 લાખ રૂપિયા સુધી રાખી છે. Ola S1ની કિંમત મહારાષ્ટ્રમાં રૂ. 94,999, રાજસ્થાનમાં રૂ. 89,968 અને ગુજરાતમાં રૂ. 79,999 છે. Ola S1 Proની કિંમત મહારાષ્ટ્રમાં રૂ. 1,24,999, ગુજરાતમાં રૂ. 1,09,999 અને રાજસ્થાનમાં રૂ. 1,19,138 છે.
Advertisement