નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 10 ઓગસ્ટ સુધી નહીં થાય ધરપકડ
સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ પરના
નિવેદનના મામલામાં નુપુર શર્માને મોટી રાહત આપી છે. કોર્ટે તેની ધરપકડ પર 10 ઓગસ્ટ
સુધી રોક લગાવી દીધી છે. આ મામલાની આગામી સુનાવણી પણ તે જ દિવસે નક્કી કરવામાં આવી
છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે જ્યાં તેમની વિરુદ્ધ કેસ
નોંધવામાં આવ્યા છે. આ નોટિસમાં કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે
શા માટે નૂપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલા કેસને એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં ન આવે.
એવું માનવામાં આવે છે કે રાજ્યો અને કેન્દ્રના જવાબ બાદ કોર્ટ કેસ ટ્રાન્સફર પર
નિર્ણય લેશે.
Supreme Court
issues notice to respondents on the Nupur Sharma plea. Supreme Court
directs no coercive action should be taken against Nupur
Sharma.
— ANI (@ANI) July
19, 2022
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે
કહ્યું કે અમે અમારા અગાઉના આદેશમાં થોડો સુધારો કરીએ છીએ. અમે નથી ઈચ્છતા કે તમે
દરેક કોર્ટમાં જાઓ. નુપુર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં
આવ્યું હતું કે તેની વિરુદ્ધ અલગ-અલગ જગ્યાએ 9 FIR નોંધવામાં આવી છે અને તે તમામને એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે
જેથી તેને દેશના અલગ-અલગ શહેરોમાં ફરવું ન પડે. નુપુર શર્માના વકીલ મનિન્દર સિંહે
કહ્યું કે તેમના અસીલના જીવને ખતરો છે અને તેમને દરેક જગ્યાએથી ધમકીઓ મળી રહી છે.
જેના પર કોર્ટે કહ્યું કે અમે તમારા કાયદાકીય વિકલ્પોને જાળવી રાખવા માંગીએ છીએ.
Supreme Court
begins hearing the plea filed by former BJP spokesperson Nupur Sharma
seeking to stay on her possible arrest and club nine cases filed against
her across India
— ANI (@ANI) July
19, 2022