Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિમરત કૌરે ટીકાકારોઓને આપ્યો સણસણતો જવાબ

લોકો પોતાના શરીરને લઇ અન્ય લોકોનું ઘણી વખત સાંભળવાનો વખત આવતો હોય છે. સામાન્ય રીતે જ્યારે વજન વધતું હોય ત્યારે તો જાણે આસપાસના લોકો ડોક્ટર જ બની જતા હોય છે. આવી પરિસ્થિતિનો સામનો એક્ટ્રેસ નિમરત કૌરને પણ કરવો પડ્યો હતો. આ સંગે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે અને તેનો વધેલા વજન વાળો ફોટો પણ મુક્યો છે.     શું લખ્યું છે પોસ્ટમાં ? એક્ટ્રેસ નિમરત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પàª
નિમરત કૌરે ટીકાકારોઓને આપ્યો સણસણતો જવાબ
લોકો પોતાના શરીરને લઇ અન્ય લોકોનું ઘણી વખત સાંભળવાનો વખત આવતો હોય છે. સામાન્ય રીતે જ્યારે વજન વધતું હોય ત્યારે તો જાણે આસપાસના લોકો ડોક્ટર જ બની જતા હોય છે. આવી પરિસ્થિતિનો સામનો એક્ટ્રેસ નિમરત કૌરને પણ કરવો પડ્યો હતો. આ સંગે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે અને તેનો વધેલા વજન વાળો ફોટો પણ મુક્યો છે.    
શું લખ્યું છે પોસ્ટમાં ? 
એક્ટ્રેસ નિમરત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખતા પોતાની ભડાસ કાઢી છે. તેમને કહ્યું કે  આજના સમયમાં લોકોની ઈચ્છાઓ આકાશને આંબી રહી છે. કે આપણે દરેક સમયે કેવા લાગવા જોઈએ . લિંગ, ઉંમર કે વ્યવસાયનો કોઈ અવરોધ હોતો નથી. આવી સ્થિતિમાં, ચાલો હું તમને મારા જીવનના એક નાનકડા પ્રકરણ વિશે જણાવું. જે પોતાની સાથે એવો પાઠ લાવ્યો કે જીવનભર મારી સાથે રહેશે. તમારે મને થોડું સહન કરવું પડશે કારણ કે હું મારી 10 મહિનાની લાંબી મુસાફરીને એક લાઇનમાં વર્ણવી ન શકુ.
હું નાના કે મધ્યમ શરીરના પ્રકાર સાથે મારો જન્મ થયો હતો. ફિલ્મ 'દસવીં' માટે મારે મારું કદ વધારવું પડ્યું. આઈડ્યા એ હતો કે મને બિલકુલ ઓળખવામાં ન આવે.અને શારીરિક રીતે 'નિમરત'થી સાવ અલગ દેખાવાનું હતું. આટલું વજન વધારવું પડે એવી કોઈ નિશ્ચિત સંખ્યા નહોતી. એવું બન્યું કે ત્યાં પહોંચવા માટે મારું વજન 15 કિલોથી વધુ વધી ગયું. પહેલા તો હું ડરી ગઈ . પરંતુ મારા શુભચિંતકોના સમર્થન અને પ્રોત્સાહનને કારણે ધીમે ધીમે હું બિમલા બનવાની પ્રક્રિયાને માણવા લાગી હતી.
આ સમગ્ર સમયગાળા દરમિયાન મેં એક વસ્તુ નોંધી. મારું વજન વધી ગયું હતું, તેમ છતાં હું વધુ કેલરીવાળો ખોરાક લેતી હતી. આવી સ્થિતિમાં, મારી આસપાસના લોકોને લાગ્યું કે તેમને મારા વિશે ટિપ્પણી કરવાનો અધિકાર મળી ગયો છે. કારણ કે તેમના કહેવા પ્રમાણે હું ખોટું કરી રહી હતી. તે એક નાનકડી ટિપ્પણી, બિનજરૂરી મજાક અથવા તો તે મીઠાઈને બદલે મારે શું ખાવું જોઈએ તે અંગેની અનિચ્છનીય સલાહ આપવામાં આવતી હતી. 
હું આવી લાગી રહી છું  હું તેવી લાગી રહી છું. હું દરેક સમયે આના પાછળનું કારણ જાહેર નહીં કરું. મેં હંમેશા જોયું છે કે લોકો મારા વધેલા વજનને કે મારા ખોરાકને પોતાનો વ્યવસાય બનાવે છે. હું બીમાર થઇ શકું છું, દવા લેવી પડશે,અથવા વજનને ધ્યાનમાં લીધા વિના, હું જે ઈચ્છું તે ખાઈ શકું છું.
મેં આ યાત્રા પૂર્ણ કરી છે. હું મારા જૂના આકારમાં પછી આવી ચુકી છું. આજે હું યોગ્ય રીતે શીખી છું કે વ્યક્તિએ ક્યારેય પોતાને બીજાના દૃષ્ટિકોણથી પ્રભાવિત ન થવા દેવું જોઈએ. મેં આ શેર કર્યું કારણ કે હું ઈચ્છું છું કે આપણે બધા થોડી વધુ જાગૃતિ અને સંવેદનશીલતા સાથે કામ કરીએ. આ વિષય પર વાત થવી જોઈએ. ખાસ કરીને એવા લોકો પ્રત્યે કે જેઓ 'સામાજિક ધોરણોથી અલગ' દેખાય છે. તેઓ  પાતળા, નાના, ચરબીવાળા  કંઈપણ હોઈ શકે છે. તમે જે કહો છો અથવા અવલોકન કરો છો તે તમારી માનસિકતા વિશે જણાવે છે. તેમના નહિ જેમની તમે વાત કરી રહ્યા છો. 
તેથી સંવેદનશીલ બનો. દયાળુ બનો. જો તમે કોઈનો દિવસ ન બનાવી શકો, તો તેને બગાડો નહીં. જવાબદાર હોવુ તમારા મન અને શરીરને તમારો વ્યવસાય બનાવો. બીજા કોઈનું નથી."
નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'દસવીં'માં નિમરત કૌરે બિમલા દેવીની ભૂમિકા ભજવી હતી. બિમલા રાજ્યના મુખ્યમંત્રીની પત્ની છે. પરંતુ પછી કંઈક એવું બને છે કે તે પોતે જ મુખ્યમંત્રી બની જાય છે. આ ફિલ્મ માટે નિમરતને નિયમિત ગૃહિણીની જેમ દેખાવાનું હતું. 'દસવીં'માં અભિષેક બચ્ચને નિમરતના પતિનો રોલ કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.