Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nayanthara : ફિલ્મ 'Annapoorani' સામે વિરોધ ઉગ્ર થયો, અભિનેત્રી નયનતારા સહિત 7 સામે ફરિયાદ

સાઉથ અભિનેત્રી નયનતારા (Nayanthara) તેની સુંદરતા અને અદભુત અભિનય માટે જાણીતી છે. જો કે, અભિનેત્રીની આગામી ફિલ્મ 'અન્નપૂર્ણાની' (Annapoorani) હાલ વિવાદોમાં છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ હેઠળ ફિલ્મ નિર્માતા, અભિનેત્રી સહિત કુલ 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે....
nayanthara   ફિલ્મ  annapoorani  સામે વિરોધ ઉગ્ર થયો  અભિનેત્રી નયનતારા સહિત 7 સામે ફરિયાદ

સાઉથ અભિનેત્રી નયનતારા (Nayanthara) તેની સુંદરતા અને અદભુત અભિનય માટે જાણીતી છે. જો કે, અભિનેત્રીની આગામી ફિલ્મ 'અન્નપૂર્ણાની' (Annapoorani) હાલ વિવાદોમાં છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ હેઠળ ફિલ્મ નિર્માતા, અભિનેત્રી સહિત કુલ 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આ ફિલ્મના વિરોધના પગલે નેટફ્લિક્સ (Netflix) પરથી પણ ફિલ્મને હટાવી દેવામાં આવી છે. ગુરુવારે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ થયા. ત્યારે હવે મહારાષ્ટ્રના (Maharashtra) થાણે જિલ્લામાં આ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, થાણે પોલીસે આ આરોપમાં અભિનેત્રી નયનતારા (Nayanthara) સહિત આઠ લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે, તેની નવી રિલીઝ થયેલી ફિલ્મ 'અન્નપૂર્ણાની'ના (Annapoorani) કેટલાક દ્રશ્યોએ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મીરા-ભાયંદરના રહેવાસી 48 વર્ષીય ફરિયાદીએ નયાનગર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે, આ ફિલ્મ લવ જેહાદને પણ પ્રોત્સાહન આપે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નયાનગર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું કે, અભિનેત્રી અને ફિલ્મના નિર્માતા સહિત 7 લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153-A, 295-A, 34, 505 (2) હેઠળ ગુરુવારે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે, ફિલ્મમાં ભગવાન રામને માંસાહારી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે ભારે હોબાળો થઈ રહ્યો છે.

Advertisement

ફિલ્મ વિરુદ્ધ અનેક કેસ નોંધાયા

મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, બે દક્ષિણપંથી સંગઠનોના કાર્યકરોએ અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે, તેમાંના કેટલાક દ્રશ્યો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. એક અધિકારીએ કહ્યું હતું કે, 'બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બે દિવસ પહેલા પશ્ચિમી ઉપનગરોમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ સંબંધમાં તપાસ ચાલી રહી છે.'

Advertisement

આ પણ વાંચો - BadeMiyanChoteMiya : તો આ દિવસે રિલીઝ થશે ફિલ્મ, ખિલાડી કુમારે આપી માહિતી

Advertisement

.