Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માનવ તસ્કર બોબી પટેલ એન્ડ કંપનીના મેમ્બરોના નામ અને કામની પદ્ધતિ જાણો

ગુજરાતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કર ભરત પટેલ ઉર્ફે બોબી (Bobby Patel) ની ધરપકડ બાદ રાજ્યભરમાં પોલીસે એજન્ટો પર ધોંસ બોલાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (state monitoring cell) ની ટીમે છેલ્લા કેટલાક વર્ષોથી જુદાજુદા કેસોમાં વૉન્ટેડ રહેલા બોબી પટેલને ઝડપી લઈ 79 પાસપોર્ટ સહિત અન્ય મુદ્દામાલ કબજે લીધો હતો. બોબી પાસેથી મળેલા પાસપોર્ટ પૈકી પાંચ પાસપોર્ટ બોગસ હોવાનો ઘટસ્ફોટ થતા તેના સહિત 18 આરોપીના નામ àª
માનવ તસ્કર બોબી પટેલ એન્ડ કંપનીના મેમ્બરોના નામ અને કામની પદ્ધતિ જાણો
ગુજરાતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કર ભરત પટેલ ઉર્ફે બોબી (Bobby Patel) ની ધરપકડ બાદ રાજ્યભરમાં પોલીસે એજન્ટો પર ધોંસ બોલાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (state monitoring cell) ની ટીમે છેલ્લા કેટલાક વર્ષોથી જુદાજુદા કેસોમાં વૉન્ટેડ રહેલા બોબી પટેલને ઝડપી લઈ 79 પાસપોર્ટ સહિત અન્ય મુદ્દામાલ કબજે લીધો હતો. બોબી પાસેથી મળેલા પાસપોર્ટ પૈકી પાંચ પાસપોર્ટ બોગસ હોવાનો ઘટસ્ફોટ થતા તેના સહિત 18 આરોપીના નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદને મહિનો થયો છતાં હજી સુધી બોબીને બાદ કરતા એકપણ આરોપીની પોલીસને ભાળ મળી નથી.
નિવૃત્ત ડીજીપી આશિષ ભાટિયા (DGP Ashish Bhatiya) ના ખાસ મનાતા સ્ટેટ મોનિટરિંગ સેલના તત્કાલિન પીઆઈ જવાહર દહિયા (PI Jawahar Dahiya) આ કેસના વિવાદમાં ફસાયેલા છે. સૂત્રોના જણાવ્યાનુસાર સસ્પેન્ડેડ પીઆઈ જે. એચ. દહિયાએ બોબી પટેલની ગેરકાયદે પૂછપરછ કરી માનવ તસ્કરીના કેસમાં સામેલ આરોપીઓને સર્તક કરી દેતા તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. મનપસંદ જીમખાનાનો ભાગીદાર પંકજ ખત્રી ઉર્ફે મુન્નો પોલીસ તેના ઘરે પહોંચે તે અગાઉ જ વિદેશ પહોંચી ગયો. આ સમગ્ર મામલામાં કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાંથી આંતરારાષ્ટ્રીય માનવ તસ્કરી (International Human Trafficking) નું રેકેટ છેલ્લા ત્રણ દશકથી ચાલી રહ્યું છે. આ રેકેટમાં અનેક મોટા માથાઓ, નેતાઓ અને પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ તથા પરોક્ષ સંડોવણી છે. માનવ તસ્કરી રેકેટના માફિયા ભરત ઉર્ફે બોબી પાસેથી મળી આવેલા થોકબંધ પાસપોર્ટ અને દસ્તાવેજોએ તેની સાથે સંકળાયેલા 17 જેટલા અન્ય આરોપીઓની પોલ ખોલી નાંખી છે. સોલા પોલીસ સ્ટેશન ખાતે ગત ડિસેમ્બર મહિનાના અંતમાં નોંધાયેલી ફરિયાદમાં 18 આરોપી દર્શાવાયા છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદના દરિયાપુરમાં જુગારધામથી બદનામ મનપસંદ જીમખાના (manpasand gymkhana) માં બોબી પટેલ અને આ કેસનો ફરાર આરોપી પંકજ ખત્રી ઉર્ફે મુન્નો ભાગીદાર છે.
ફેક પાસપોર્ટે પોલ ખોલી
અમદાવાદ શહેરના છેવાડેથી ઝડપાયેલા ભરત પટેલ ઉર્ફે બોબી (રહે. સુપરસિટી ગ્લોરી, ભાડજ, અમદાવાદ મૂળ રહે. ધનપુરા, જિ. મહેસાણા)ના ઘરે અને ઓફિસે તપાસ દરમિયાન 79 પાસપોર્ટની અમદાવાદ પાસપોર્ટ કચેરી (ahmedabad rpo) ખાતે તપાસ કરાતા 5 પાસપોર્ટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. અમૃતલાલ નારણદાસ પટેલ, પટેલ લીલાબેન અમૃતલાલ, પટેલ દયાબેન અમૃતલાલ, રોહિત દીલીપ બજાજ અને હરિકેશ નરેન્દ્રભાઈ વ્યાસના નામ મળી આવેલા પાસપોર્ટ બોગસ નીકળ્યા હતા. એક જ પરિવારના સભ્યોએ ગેરકાયદે વિદેશ મોકલવા નામ બદલીને પાસપોર્ટ કઢાવ્યા હોવાની હકિકત સામે આવતા સરકાર તરફે એસએમસીના પીઆઈએ બોબી એન્ડ કંપની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એક જ નંબરના બે પાસપોર્ટ મળ્યા
બોબી પટેલ પાસેથી મળી આવેલા પાસપોર્ટમાં રવિ જીતેન્દ્રકુમાર પટેલના નામના બે પાસપોર્ટ મળ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, બંને પાસપોર્ટમાં એક જ નંબર છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે આ બંને પાસપોર્ટ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ રેકેટમાં પાસપોર્ટ કચેરીના કર્મચારી અથવા તો એજન્સીના કોઈ શખ્સની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.
બોગસ લેટરપેડ હાથ લાગ્યો
6 ડિસેમ્બરના રોજ માલટા હાઈ કમિશનર કચેરી ન્યુ દિલ્હી ખાતે ટુરિસ્ટ વિઝા લેવા માટે સ્મિત જયેન્દ્રભાઈ પટેલે એપ્લિકેશન કરી હોવાના પૂરાવાઓ પોલીસને હાથ લાગ્યા હતા. વિઝા મેળવવા માટે અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઉમિયા ઓટોમોબાઈલ્સના લેટરપેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આવી કોઈ ઓફિસ તે સ્થળે પોલીસને નથી મળી.
મહિને કરોડોનો કારોબાર
માનવ તસ્કરીના કૌભાંડમાં સામેલ આરોપીઓના નિવાસસ્થાને તપાસ કરતા પોલીસને કરોડો રૂપિયાનો હિસાબ અને અમેરિકા મોકલવામાં આવેલા લોકોના નામના દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસને આરોપીના ઘરેથી કેટલાક વિઝા સ્ટેમ્પ, બેંક શીલ અને લેટરપેડનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસને હાથ લાગેલા પૂરાવાઓ પરથી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના કૌભાંડમાં મહિને કરોડો રૂપિયાની હેરફેર થતી હોવાનું સામે આવ્યું છે.
બોબી એન્ડ કંપનીની મોડસ ઓપરેન્ડી
બોબી એન્ડ કંપનીમાં સામેલ મેમ્બરોની ભૂમિકા પણ પોલીસ તપાસમાં સામે આવી ગઈ છે. પોલીસ ચોપડે નોંધાયેલા આરોપીઓમાં કેટલાક અમેરિકા વાંચ્છુઓને બોબી પટેલ સાથે સંપર્ક કરાવતા, કેટલાક આરોપીઓ બોગસ પાસપોર્ટ-દસ્તાવેજો તૈયાર કરતા હતા. અમેરિકા વાંચ્છુઓને અન્ય દેશોના વિઝા કરાવી આપવાનો રોલ દિલ્હી-મુંબઈના એજન્ટો નિભાવતા હતા. જ્યારે દિલ્હી અને યુએસના એજન્ટો મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરી કરાવી આપવાથી લઈને નોકરી અપાવવા સુધીની પ્રક્રિયામાં ભાગ ભજવતા હતા.
વૉન્ટેડ બોબીને CID ક્રાઈમના કેસમાં રાહત
વર્ષ 2017માં સહાર પોલીસ સ્ટેશન-મુંબઈ, વર્ષ 2017-18 દિલ્હી પોલીસ, વર્ષ 2017-18 કોલકત્તા પોલીસ-પશ્ચિમ બંગાળ અને વર્ષ 2022માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે બોબી સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ભરત પટેલ ઉર્ફે બોબીની સ્ટેટ મોનિટરિંગ સેલે દોઢ મહિના અગાઉ ધરપકડ કરી હતી. બોબીની ધરપકડ થઈ તે અગાઉ અમદાવાદ સહિત દેશભરમાં ચાર જેટલા ગુનાઓમાં ફરાર હતો. બોબી પટેલ સામે સીઆઈડી ક્રાઈમમાં થોડા મહિનાઓ પૂર્વે નોંધાયેલા એક કેસમાં આરોપીએ આગોતરા જામીન પણ મેળવી લીધા છે.
ક્રાઈમ બ્રાંચ ACPએ 50 લાખ લીધા હતા
18 વર્ષ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 50 ભારતીય પાસપોર્ટના જથ્થા સાથે માનવ તસ્કર રેકેટના સૂત્રધારને ઝડપ્યો હતો. જો કે, આરોપીએ ક્રાઈમ બ્રાંચના એસીપીને એક પાસપોર્ટના 1 લાખ એમ કુલ 50 લાખની ઓફર કરતા અધિકારી માની ગયા હતા. ગણતરીના કલાકોમાં માનવ તસ્કર રેકેટનો સૂત્રધાર 50 લાખ ભરેલો થેલો એસીપીના વહીવટદારને પકડાવી 50 પાસપોર્ટ લઈને રવાના થઈ ગયો હતો. આજે પણ માનવ તસ્કરીના રેકેટમાં જોડાયેલા આરોપીઓ મહિને લાખો રૂપિયા અધિકારીઓ અને નેતાઓ પાછળ ખર્ચી રહ્યાં છે.
અમેરિકા પહોંચવાનું રેટ કાર્ડ
બોબી એન્ડ કંપની અમેરિકા જવા ઈચ્છતા લોકો પાસે 60 લાખથી લઈને 1.75 કરોડ રૂપિયા સુધી વસૂલી રહ્યાં છે. અમેરિકા જનારાની આર્થિક સ્થિતિ એક સાથે રૂપિયા ચૂકવવાની ના હોય તો ગામનો એક જામીનદાર રાખવો પડે છે અને રકમ હપ્તામાં ચૂકવવામાં આવે છે. એક વ્યક્તિનો રૂપિયા 60 લાખથી 75 લાખ ભાવ છે. દંપતિના 1 કરોડથી 1.25 કરોડ વસૂલવામાં આવે છે. બાળકો સાથે જવાની કિંમત 1.25 કરોડથી 1.75 કરોડ વસૂલવામાં આવે છે.
બોબી એન્ડ કંપનીના વૉન્ટેડ આરોપીઓ

1. અનિલ પટેલ સંરપંચ
રહે. મોખાસણ, જિ. ગાંધીનગર
2. પંકજ મહેશભાઈ ખત્રી ઉર્ફે મુન્નો ખત્રી
રહે. ધનાસુથારની પોળ, કાલુપુર, અમદાવાદ
3. હિતેશ જયંતિભાઈ પટેલ ઉર્ફે લાલો જુઠ્ઠો
રહે. એલ-101, ઈન્દ્રપ્રસ્થ-9, ન્યૂ રાણીપ, અમદાવાદ
મૂળ રહે. આંબલીયાસણ, તા.જિ. મહેસાણા
4. રજની દિનકરભાઈ પટેલ ઉર્ફે સન્ની
રહે. કેલીયા-વાસણા, તા. ધોળકા, જિ. અમદાવાદ
5. પંકજ શંકરલાલ પટેલ ઉર્ફે પીકે
રહે. વાત્સલ્ય વાટીકા, જિ. મહેસાણા
6. પ્રવિણ પરસોત્તમભાઈ પટેલ
રહે. એલ-303, ઈન્દ્રપ્રસ્થ-9, ન્યૂ રાણીપ, અમદાવાદ
મૂળ રહે. ડીંગુચા, તા.જિ. ગાંધીનગર
7. કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ડીઆઈ
રહે. ધોળાસણ, તા.જિ. મહેસાણા
8. બીપીન સોમાભાઈ દરજી
આસ્થા નિવાસ બંગ્લોઝ, રાધનપુર રોડ, મહેસાણા
9. મુન્નાભાઈ પટેલ ઉર્ફે મુન્ના મેકન
ન્યૂજર્સી, અમેરિકા
10. પ્રિયાંશુ જ્ઞાનપ્રકાશ મહેતા
રહે. ગોરેગાંવ, મુંબઈ
મૂળ રહે. પર્જ એવન્યુ, સીએનઆઈ ચર્ચની બાજુમાં, મણીનગર પૂર્વ, અમદાવાદ
11. કેતન પટેલ ઉર્ફે કેયુર પટેલ ઉર્ફે કેપી
રહે. મુંબઈ
12. રાઠે નામનો એજન્ટ
રહે. મુંબઈ
13. ઝાકીર શેખ નામનો એજન્ટ
રહે. દિલ્હી-મુંબઈ
14. અમન નામનો એજન્ટ
રહે. દિલ્હી
15. ગુરમીતસિંઘ નામનો એજન્ટ
રહે. દિલ્હી
16. ચરણજીતસિંઘ બલબીરસિંઘ
રહે. દિલ્હી
17. રોબર્ટ ઉર્ફે મામુ ઉર્ફે કુમાર
રહે. દિલ્હી-મુંબઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઈલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમાં, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.