Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારી પત્ની ગુજરાતી છે જેથી હું પણ ગુજરાતી બોલતા શીખી ગયો : રાજપાલ યાદવ

આજે હિન્દી ફિલ્મ 'અર્ધ'ની સ્ટાર કાસ્ટ તેમની મૂવી 'અર્ધ'ના ફર્સ્ટ લુક તેમજ  ટ્રેલરને લૉન્ચ કરવા માટે વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત આવ્યા હતા. આ ફિલ્મમાં રાજપાલ યાદવ, રૂબીના દિલાઈક, હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા મુખ્ય ભૂમિકામાં છે. અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ દ્વારા આ ફિલ્મ નિર્દેશિત છે. રૂબિના દિલાઈક જેઓ પણ આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરશેઆ ફિલ્મ 15 જુલાઈ 2022ના રોજ OTT àª
મારી પત્ની ગુજરાતી છે જેથી હું પણ ગુજરાતી બોલતા શીખી ગયો   રાજપાલ યાદવ
આજે હિન્દી ફિલ્મ 'અર્ધ'ની સ્ટાર કાસ્ટ તેમની મૂવી 'અર્ધ'ના ફર્સ્ટ લુક તેમજ  ટ્રેલરને લૉન્ચ કરવા માટે વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત આવ્યા હતા. આ ફિલ્મમાં રાજપાલ યાદવ, રૂબીના દિલાઈક, હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા મુખ્ય ભૂમિકામાં છે. અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ દ્વારા આ ફિલ્મ નિર્દેશિત છે. 

રૂબિના દિલાઈક જેઓ પણ આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરશે
આ ફિલ્મ 15 જુલાઈ 2022ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. રાજપાલ યાદવ, પલાશ મુછલ અને રૂબિના દિલાઈક જેઓ પણ આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરશે,તમામ કલાકારોએ આજે પારુલ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લઈને મૂવીનું ટ્રેલરને શેર કર્યો હતો સાથે જ કોલેજના  વિદ્યાર્થીઓ સાથે લાઇવ સેશન પણ કર્યુ હતું
 
મારી પત્ની ગુજરાતી છે જેથી હું પણ ગુજરાતી બોલતા શીખી ગયો
બોલિવુડ એક્ટર રાજપાલ યાદવે નવા ઉભરતા કલાકારોને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં હમેશા પરિશ્રમ કરતા રેહવુ જોઈએ તમારી દરેક નિષ્ફળતા તમને સફળતા તરફ આગળ દોરી જાય છે. હમેશા ખુલ્લી આંખોથી સપના જોવાં જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે હું જે કાઈ પણ મારી પત્નીના કારણે છું. મારી પત્ની ગુજરાતી છે જેથી હું પણ ગુજરાતી બોલતા શીખી ગયો છું મને ગુજરાતીઓ તરફથી ખુબજ પ્રેમ મળ્યો છે. રાજપાલ યાદવે વધુમાં કહ્યું, 'અર્ધ એવા લોકોની વાર્તા છે જેઓ પોતાના સપના પૂરા કરવા માટે દિવસ-રાત સંઘર્ષ કરે છે. શિવ અને પાર્વતી તે બચી ગયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા દેશમાં લાખો શિવ અને પાર્વતી છે જેઓ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે. તેથી, આ તેની વાર્તા છે, અને તે કહેવાનું મને સન્માન છે.'

હું નવા અનુભવ અને શીખવા માટે સંપૂર્ણપણે તૈયાર
પલાશ મુછલે કહ્યું, “અર્ધ મુંબઈમાં લગભગ દરેક સ્વપ્ન જોનાર સ્ટ્રગલરની વાર્તા છે અને અમે ફિલ્મને શક્ય તેટલી વાસ્તવિકતાની નજીક રાખવાનો પ્રયાસ કર્યો છે.  તેથી ઘણા લોકો જોડાશે કારણ કે તે દરેક વ્યકિતની વાત રજૂ કરે છે. વ
રૂબિના દિલાઈકે કહ્યું, “મારા ડેબ્યુ પ્રોજેક્ટ તરીકે, હું નવા અનુભવ અને શીખવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. હું ખાલી સ્લેટ સાથે બહાર નીકળ્યી છું, અને પલાશ જેવા સ્વપ્નદ્રષ્ટા અને રાજપાલ સર જેવા પ્રતિભાશાળી સહ-અભિનેતા સાથે મારી નવી ઇનિંગ શરૂ કરવામાં હું સારું અનુભવું છું. 

રાજપાલ યાદવ એક કિન્નરના પાત્રમાં
ખાસ વાત એ છે કે આ ફિલ્મઅર્ધમાં રાજપાલ યાદવ એક કિન્નરના પાત્રમાં જોવાં મળશે. સાથે જ ફિલ્મની વાર્તા ગુજરાતના વડોદરા શહેર સાથે સંકળાયેલી છે. રાજપાલ યાદવ, રૂબિના દિલાઈક, હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા અભિનીત અર્ધા એ ZEE5 એક્સક્લુઝિવ ફિલ્મ છે જેનું પ્રીમિયર 10 જૂને થશે.

કેવું છે ટ્રેલર
ફિલ્મના ટ્રેલર મુજબ કેવી રીતે એક નાના શહેરનો છોકરો, શિવ (રાજપાલ યાદવ) એક મહાન થિયેટર અભિનેતા હોવા છતાં સપનાના શહેર, મુંબઈમાં અભિનેતા બનવા માટે સંઘર્ષ કરે છે. તેને શહેરમાં રહેવા, ખાવા અને કમાવવા માટે તેની પત્ની (રૂબીના દિલેક)ની મદદથી ટ્રાન્સજેન્ડર (પાર્વતી) હોવાનો ડોળ કરે છે અને મુંબઈમાં લોકલ ટ્રેન અને સિગ્નલો પર પૈસા માંગે છે. શું તે તેના સપના પૂરા કરી શકશે કે નહીં, અથવા તેના સપના મુંબઈના  ફાસ્ટ લાઇફ વચ્ચે તેના સપનાઓ કચડાઇ જશે કે તેને સફળતા મળશે તે જોવાં ફિલ્મની રાહ જોવી પડશે. 
Advertisement
Tags :
Advertisement

.