Mumbai: ભિવંડીમાં 2 માળની બિલ્ડીંગ ધરાશાયી, 2ના મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગઈકાલે મોડીરાત્રે બે માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઈ હતી. આ અકસ્માતમાં એક નવજાત બાળક સહિત એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બિલ્ડીંગના કાટમાળ હેઠળ ફસાયેલા ઘણાં લોકોને બચાવવા માટે રેસ્ક્યુ...
Advertisement
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગઈકાલે મોડીરાત્રે બે માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઈ હતી. આ અકસ્માતમાં એક નવજાત બાળક સહિત એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બિલ્ડીંગના કાટમાળ હેઠળ ફસાયેલા ઘણાં લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ ખુબ જ સખત મહેનત કરી રહી છે. કાટમાળમાં 6 લોકો ફસાયેલા હતા જેમાંથી ચાર લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.
અકસ્માતમાં 8 મહિનાની બાળકી અને મહિલાનો મોત
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખે જણાવ્યું હતું કે ભિવંડી શહેરના ધોબી તળાવ વિસ્તારમાં દુર્ગા રોડ પર આવેલી 6 ફ્લેટ વાળી ઈમારત ગઈકાલે મોડીરાત્રે ધરાશાયી થઇ હતી. આ અંગે માહિતી મળ્યા બાદ અમારી ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તરત જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો અને કાટમાળમાંથી 7 લોકોને નીકાળવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 8 મહિનાની એક બાળકી અને એક મહિલાનો મોત થયો હતો જયારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને તરત જ નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Maharashtra: 2 dead, 4 injured as portion of decrepit building collapses in Bhiwandi
Read @ANI Story | https://t.co/7pbV9gd6oh#Maharashtra #Thane #Bhiwandi pic.twitter.com/DE9Fq0tCGA
— ANI Digital (@ani_digital) September 3, 2023
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરુ
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અધિકારીએ જણાવ્યું કે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન અને કાટમાળ હટાવવાનું કાર્ય સવારે 3:30 વાગ્યે પૂરું થયું હતું. તેણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી એ જાણવા નથી મળ્યું કે ઈમારત કેટલી જૂની હતી અને શું આ ઈમારત ખતરનાક બાંધકામોની લિસ્ટમાં હતી. આ તમામ પાસાઓ અંગે તપાસ ચાલી રહી છે.
Advertisement