Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુગલે આઝમ ફિલ્મના ફાયનાન્સર પલોનજી મિસ્ત્રીનું નિધન, જાણો કોણ છે ધનાઢ્ય પલોનજી મિસ્ત્રી

પારસી શાપૂરજી પલોનજી જૂથના ચેરમેન પલોનજી મિસ્ત્રીનું મંગળવારે 93 વર્ષની જેફ વયે તેમનું નિધન થઈ ગયું .  સમાચાર સંસ્થા પીટીઆઈની ખબર અનુસાર તેમની કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પલોનજીનું નિધન મોડી રાતે મુંબઈમાં તેમના નિવાસસ્થાને થયું છે. તેઓ મિસ્ત્રી તાતા ગ્રૂપમાં સૌથી મોટા શૅરહૉલ્ડર હતા. તેમની પાસે કંપનીના 18.4 ટકા શૅરની ભાગીદારી હતી. બિઝનેસ ટાયફૂન પલોનજી મિસ્ત્રીએ પિતા  શાપà
મુગલે આઝમ ફિલ્મના ફાયનાન્સર પલોનજી મિસ્ત્રીનું નિધન  જાણો કોણ છે ધનાઢ્ય પલોનજી મિસ્ત્રી
પારસી શાપૂરજી પલોનજી જૂથના ચેરમેન પલોનજી મિસ્ત્રીનું મંગળવારે 93 વર્ષની જેફ વયે તેમનું નિધન થઈ ગયું .  સમાચાર સંસ્થા પીટીઆઈની ખબર અનુસાર તેમની કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પલોનજીનું નિધન મોડી રાતે મુંબઈમાં તેમના નિવાસસ્થાને થયું છે. તેઓ મિસ્ત્રી તાતા ગ્રૂપમાં સૌથી મોટા શૅરહૉલ્ડર હતા. તેમની પાસે કંપનીના 18.4 ટકા શૅરની ભાગીદારી હતી. બિઝનેસ ટાયફૂન પલોનજી મિસ્ત્રીએ પિતા  શાપૂરજી પલોનજી જૂથ સાથેની દેશ અને દુનિયામાં ભારે નામના મેળવી છે. સાથે જ હિન્દી સિનેમાની  ઐતિહાસિત ફિલ્મ મુગલે આઝમની સફળતાનો શ્રેય પાલોમજીને ફાળે જાય છે. 
 

શાપૂરજી પલોનજીને ભારતના ઇતિહાસમાં રસ હતો
તે સમયે દેશ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો હતો 1950ની. ભારતના વિભાજનને હજુ માંડ ત્રણ વર્ષ થયાં હતાં અને ભાગલા સમયનાં કોમી રમખાણો હજુ ગઈકાલની વાત હોય એવું લાગતું હતું. આ દરમિયાન યુવાન ફિલ્મ નિર્દેશક કે. આસિફના માથે શાહજાદા સલીમ અને અનારકલીની પ્રેમકથા ફિલ્મી પડદે રજૂ કરવાની ધૂન સવાર હતી.મુઘલ-એ-આઝમ આ ફિલ્મ બનવામાં નવ વર્ષ લાગ્યાં હતાં અને આ દરમિયાન કુલ 500 દિવસથી વધારે શુટિંગ થયું હતું. ફિલ્મ મેકર્સે  વિભાજન પહેલાંથી કામ શરૂ કરી દીધું હતું. અકબરની ભૂમિકામાં ચંદ્રમોહન, સલીમની ભૂમિકામાં ડી. કે. સપ્રુ અને અનારકલી તરીકે નરગિસને લેવાનાં હતાં. વર્ષ 1946માં બૉમ્બે ટોકિઝ સ્ટુડિયોમાં શૂટિંગ પણ શરૂ કરી દેવાયું હતું. પરંતુ ત્તતકાલીન રાજકીય તણાવ અને કોમી તોફાનોના કારણે  ફિલ્મ અટવાઇ પડી હતી. 


દોઢ કરોડ રૂપિયામાં તે સમયે ફિલ્મ ફાઇનાન્સ કરી 
દેશના ભાગલા બાદ પ્રોડ્યુસર શિરાઝ અલી પાકિસ્તાન જતા રહ્યા હતા. હવે કે. આસિફ સ્વપ્નસમાન ભવ્ય ફિલ્મ બનાવી શકે તેવા મોટા ગજાના કોઈ ફાઇનાન્સર તૈયાર થતા ન હતા. શિરાઝ અલીએ જ  કે. આસિફને અગાઉ સૂચન કર્યું હતું કે તે સમયના વિખ્યાત ઉદ્યોગપતિ શાપૂરજી પલોનજી આ ફિલ્મને ફાઇનાન્સ કરી શકે તેમ છે. શાપૂરજીને ફિલ્મઉદ્યોગ અંગે કોઇ જાણકારી હતી નહીં પરંતુ તેમને ભારતના ઇતિહાસમાં રસ હતો ખાસ કરી  અકબરના ઇતિહાસમાં રસ હતો. તેથી તેઓ 1950માં તેમણે આ ફિલ્મને ફાયનાન્સ અંગે લીલીઝંડી આપી. તેમની હા બાદ દિલીપ કુમાર અને મધુબાલાને લઈને ફિલ્મ બની તે હતી 'મુઘલ-એ-આઝમ'. આ ફિલ્મ  ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મહાન ફિલ્મોમાં સ્થાન પામી છે, ફિલ્મને ફાઇનાન્સ કરનારા પારસી ઉદ્યોગપતિ અને તેમના 'શાપૂરજી પલોનજી જૂથ'  હતું, મુઘલ-એ-આઝમને શાપૂરજી પાલોનજી ગ્રૂપે દોઢ કરોડ રૂપિયામાં ફાઇનાન્સ કરી હતી. ત્યાર પછી 2004માં આ ફિલ્મને રંગીન બનાવીને રજૂ કરવા માટે ડિજિટલ રિ-માસ્ટરિંગ માટે પણ પાંચ કરોડનું ફંડ આપ્યું હતું.

કોણ છે પલોનજી મિસ્ત્રી 
પલોનજી મિસ્ત્રીનું નામ તેમના દાદા પરથી રાખવામાં આવ્યું છે. પલોનજી મિસ્ત્રીના જ્યેષ્ઠ પુત્રનું નામ શાપૂરજી મિસ્ત્રી છે અને તેમાં પણ દાદા-પૌત્રનાં નામ એક સરખાં રાખવાની પરંપરા છે. વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની 2017ની ફૉર્બ્સની યાદી જોવામાં આવે તો પલોનજી મિસ્ત્રી ભારતના ધનિકોમાં પાંચમા ક્રમે હતા. જોકે, તેઓ આયરિશ નાગરિક હતા અને એ વખતે આયર્લૅન્ડના ધનાઢ્યોમાં પ્રથમ ક્રમે તથા વિશ્વના સૌથી ધનિક લોકોમાં 66મા ક્રમે હતા. તેઓ મૂળે ગુજરાતના પારસી અને પેઢીઓ અગાઉ મુંબઈ આવીને વસ્યા હતાં. પલોનજી મિસ્ત્રીના દાદા પલોનજી મિસ્ત્રીએ 1865માં લિટલવૂડ્સ પલોનજી ઍન્ડ કંપની નામે બિઝનેસની શરૂઆત કરી હતી. 1921માં તેમના નિધન પછી તેમના પુત્ર શાપૂરજીએ બધો બિઝનેસ પોતાના હાથમાં લીધો અને આ રીતે શાપૂરજી પલોનજી કન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના થઈ. 1975મા શાપૂરજી મિસ્ત્રીના નિધન પછી પલોનજી મિસ્ત્રીએ બિઝનેસ સામ્રાજ્ય હસ્તગત કર્યો. આજે તેમના બે પુત્રો સાઇરસ મિસ્ત્રી અને શાપૂરજી મિસ્ત્રી તેનો વહીવટ સંભાળે છે.
આ જૂથ તેની બહુમાળી ગગનચુંબી ઇમારતો બનાવા માટે પણ જાણીતું 
સાથે જ તાજેતરમાં તાતા જૂથ સાથેના વિવાદના કારણે ચર્ચામાં આવ્યું હતું. આ ગ્રુપના ભારતમાં ઘણાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. 'શાપૂરજી પલોનજી ઍન્ડ કંપની પ્રાઇવેટ લિ.'ની  પ્રાથમિક માહિતી અનુસાર આ જૂથ કુલ 18 જુદી-જુદી કંપનીઓનો સમૂહ છે. જે એન્જિનિયરિંગ અને બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, પાણી, ઊર્જા અને ફાઇનાન્શિયલ સર્વિસિસ, એમ છ બિઝનેસ ક્ષેત્રમાં સક્રિય છે. સાથ જ આ કંપની તેની બહુમાળી ગગનચુંબી ઇમારતો બનાવા માટે પણ જાણીતું  છે. જેમાં ભારતના મુંબઈની કેટલીક લૅન્ડમાર્ક ગણાતી ઇમારતો બાંધવાનો શ્રેય આ જૂથને જાય છે. જેમાં હૉંગકૉંગ બૅન્ક, ગ્રિન્ડલૅઝ બૅન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બિલ્ડિંગ, બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જ બિલ્ડિંગ અને તાજ ઇન્ટરકૉન્ટિનેન્ટલ પણ સામેલ છે.1971માં તેમણે ઓમાનના સુલતાનનો મહેલ પણ બાંધ્યો છે. 2008માં મુંબઈમાં ત્રાસવાદી હુમલામાં ભોગ બનેલ તાજનું રિપેરિંગ પણ શાપૂરજી પલોનજી જૂથે કર્યું છે. સાથે જ મુંબઈ સૅન્ટ્રલ રેલવેસ્ટેશન, ઑબેરૉય હોટેલ, બ્રીચકેન્ડી હૉસ્પિટલનું નિર્માણ પણ આ કંપનીએ કર્યું છે.તેમણે વિશ્વ સ્તરની ફેકટરીઓ, ન્યુક્લિયર મથકો, સ્ટેડિયમ, ઑડિટોરિયમ, ટાઉનશિપ અને ઍક્સપ્રેસ વે પણ બનાવ્યાં છે.  સાથે જ આ કંપનીએ મુંબઈમાં બ્રૅબોર્ન સ્ટેડિયમ, દિલ્હીનું જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ, 2010માં ભારતની સૌથી ઊંચી ઇમારત 'ધ ઇમ્પિરિયલ' રેસિડેન્શિયલ ટાવર વગેરેનું પણ બાંધકામ કર્યું છે. 
 
2019માં પણ તેઓ 14.4 અબજ ડૉલરની સંપત્તિ સાથે આયર્લૅન્ડના સૌથી ધનિક વ્યક્તિ
શાપૂરજી પલોનજીએ 1936માં એફ. ઈ. દિનશો નામે કંપની ખરીદી હતી જે એક સ્થાપિત ફાઇનાન્સ કંપની હતી. પારસીઓ અને જરથોસ્તી ધર્મના અનુયાયીઓ વિશે માહિતી આપતી વેબસાઇટ પારસી ખબર ડોટ નેટ અનુસાર તેમણે 1924માં તે સમયની ટિસ્કો (આજની તાતા સ્ટીલ) માટે ગ્વાલિયરના મહારાજા પાસેથી લૉનની વ્યવસ્થા કરી હતી આ કંપનીને  સ્થાનિક સિમેન્ટ કંપનીઓને ભેળવી દઈને 1936માં એસીસી સિમેન્ટ બનાવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નવેમ્બર 2011ના અહેવાલ પ્રમાણે એફ. ઈ. દિનશો ઍન્ડ કંપની પાસે તાતા સન્સમાં 12.5 ટકા હિસ્સો હતો અને આ રીતે સોદા પછી આ હિસ્સો શાપૂરજી પલોનજી પાસે આવ્યો હતો. શાપૂરજી પલોનજી જૂથ વિશે જાહેરમાં બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે તેનું કારણ એ છે કે આ પરિવારે લૉ પ્રોફાઇલ રહેવાનો નિર્ણય લીધો છે.પલોનજી શાપૂરજી મિસ્ત્રી 2010માં 3.9 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે આયર્લૅન્ડની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા હતા. 


શાપૂરજી પલોનજી જૂથ અને તાતા જૂથ વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી છે અને શાપૂરજી પલોનજી જૂથે તાતાથી અલગ થવાની જાહેરાત કરી ત્યારે તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ ચાલતો રહેશે તો ઘણાં લોકોની આજીવિકા અને અર્થતંત્ર પર અસર પાડશે. ફૉર્બ્સની ધનિકોની યાદી પ્રમાણે 2019માં પણ તેઓ 14.4 અબજ ડૉલરની સંપત્તિ સાથે આયરલેન્ડની સૌથી ધનિક વ્યક્તિ હતા. આયરીશ મહિલા સાથે લગ્ન કર્યાં પછી 2003માં તેઓ આયર્લૅન્ડના નાગરિક બન્યા હતા. વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ 2016માં ભારત સરકારે પલોનજી મિસ્ત્રીને પદ્મભુષણથી સન્માનિત કર્યા હતા
Advertisement
Tags :
Advertisement

.