Panchmahal: માતાની મમતા લજવાઈ! ગોધરા રેલવે સ્ટેશન પર રેલવેના ટોઇલેટ માંથી બાળક મળી આવ્યું
- વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના ટોઇલેટમાંથી બાળક મળ્યું
- એક થેલામાં કપડાંથી વીંટાળેલી હાલતમાં બાળક મળી આવ્યું
- રડવા નો અવાજ આવતા મુસાફરોએ ગોધરા રેલવે પોલિસને જાણ કરી
Panchmahal: બાળક ભગવાનનું રૂપ હોય છે, તેને ગમે ત્યા છોડી દેવું જરા પણ યોગ્ય નથી. પંચમહાલ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનના ટોઇલેટમાંથી બાળક મળી આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, 19820 નંબરની કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના ટોઇલેટમાંથી બાળક મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક થેલામાં કપડાંથી વીંટાળેલ બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરોએ ગોધરા રેલવે પોલિસને જાણ કરી હતી. જેથી પોલીસે આવીને તપાસ હાથ ધરી છે.
- પંચમહાલ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનના ટોઇલેટમાંથી બાળક મળી આવ્યું
- વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ કોચના ટોઇલેટમાંથી બાળક મળ્યું
- એક થેલામાં કપડાંથી વીંટાળેલી હાલતમાં બાળક મળી આવ્યું
- રડવા નો અવાજ આવતા મુસાફરોએ ગોધરા રેલવે પોલિસને જાણ કરી#Panchmahal #PanchmahalNews #Godhra…— Gujarat First (@GujaratFirst) September 21, 2024
આ પણ વાંચો: અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધા
દોઢ માસના બાળકને ત્યજી માતા ફરાર થઇ ગઇ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અંદાજીત દોઢ માસના બાળકને ત્યજી માતા ફરાર થઇ ગઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રેનના ટોઇલેટમાં આખરે બાળક કેવી રીતે પહોંચ્યું તે અંગે ગોધરા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. એક મા પોતાના બાળકને આવી રીતે કેમ કરી છોડી શકે? માતાની મમતા શું મરી પરવારી હશે? અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે અને તે દિશામાં તપાસ પણ થઈ રહીં છે. પરંતુ આ બાળકને કોણ અહીં મુકીને ગયું તે બાબતે ખાસ કઈ જાણકારી મળી નથી.
આ પણ વાંચો: વલસાડ LCB અને SOG પોલીસની કાર્યવાહી, 5 કરોડની લૂંટના આરોપીઓની ધરપકડ
પોતાના ખુનને આમ રઝળતુ કેવી રીતે છોડી શકે?
કહેવાય છે કે માતા પોતાના બાળક માટે આખી દુનિયાથી લડી શકે છે પરંતુ આ માતાને એવી તો કેવી મજબૂરી હશે કે પોતાના બાળકને આવી રીતે મૂકીને જવું પડ્યું? આખરે હવે આ બાળકનું શું થશે તે બાબાતે ક્યારેય એ માતાએ વિચાર્યું પણ નહીં હોય! કારણે આ બાળક પંચમહાલ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનના ટોઇલેટમાંથી મળી આવ્યું છે. ઠીક છે કે, મુસાફરોને બાળકના રડવાનો અવાજ આવ્યો અને પોલીસને જાણ કરી બાકી શ્વાસ રૂંધાતા બાળકનું મોત થઈ શક્યું હોત.
આ પણ વાંચો: Rajkot : પાણી, સારું ભોજન મળતું નથી, અસામાજિક તત્ત્વો હેરાન કરે છે : વિદ્યાર્થિનીઓ