Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં મોદી @20 પુસ્તકનું વિમોચન, વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે કહ્યું- હું પુસ્તકના 21 લેખકોમાંથી એક

આજે સુરત ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અને યુનિયન વિદેશમંત્રી શ્રી એસ. જયશંકરની ઉપસ્થિતિનાં મોદી @20  પુસ્તકનું વિમોચન કરાયું હતું. સાથે જ ગ્લોબલ અફેર્સમાં ભારતની ભૂમિકાને લઇને સુરતમાં એક કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા વિદેશ મંત્રી એસ જયશંકરે હાજરી આપી હતી.  પુસ્તકના 21 લેખકો,  એમાંનો એક લેખક હું છેઆ પ્રસંગે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે આ કાર્યક્રમ àª
સુરતમાં મોદી  20 પુસ્તકનું વિમોચન  વિદેશ મંત્રીશ્રી એસ  જયશંકરે કહ્યું  હું પુસ્તકના 21 લેખકોમાંથી એક
Advertisement
આજે સુરત ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અને યુનિયન વિદેશમંત્રી શ્રી એસ. જયશંકરની ઉપસ્થિતિનાં મોદી @20  પુસ્તકનું વિમોચન કરાયું હતું. સાથે જ ગ્લોબલ અફેર્સમાં ભારતની ભૂમિકાને લઇને સુરતમાં એક કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા વિદેશ મંત્રી એસ જયશંકરે હાજરી આપી હતી.

 
પુસ્તકના 21 લેખકો,  એમાંનો એક લેખક હું છે
આ પ્રસંગે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે આ કાર્યક્રમ પીએમ મોદી પર છે. આપણા દેશ પર છે. તેમણે કહ્યું કે મને મને આનંદ છે કે હું ગુજરાતમાં આવ્યો છું અને તમને એક ગુજરાતી અંગે માહિતી આપવા આવ્યો છું. વિદેશમંત્રીએ વધુમાં કહ્યું કે આ પુસ્તકના 21 લેખકો છે. એમાંનો એક લેખક હું છે, એક લેખક અમિતભાઇ શાહ છે. એક લેખક લતા મંગેશકર પણ છે. વિદેશમંત્રીએ કહ્યું કે મને માહિતી મળી છે કે આ પુસ્તક ગુજરાતમાં પણ છપાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પુસ્તકને લઇને તેમણે અલગ-અલગ રાજ્યોમાં વાત કરી છે.. પરંતુ ગુજરાત આવવું બિલકુલ અલગ છે..કારણ કે પુસ્તકમાં ગુજરાત અંગે રાજકીય વાતો લખી છે.  
એસ. જયશંકરે કહ્યું કે સુરત એક સફળ સ્માર્ટ સીટી છે. તેમણે કહ્યું કે સુરતને સ્માર્ટ સીટી બનાવનાર કોઇ બીજુ નહીં પરંતુ ખુદ સુરતના લોકો છે. તેમણે એમ પણ કહ્યું કે મહામારીના સમયમાં નાગરિકોએ ખુબજ સુંદર કામગીરી કરી.
Advertisement
Tags :
Advertisement

.

×