MLA Jignesh Mevani નો ગંભીર આરોપ, કહ્યું - ‘હત્યા કે એન્કાઉન્ટર થશે તો IPS પાંડિયન જવાબદાર’
- 23 ઓક્ટોબરે DGP કચેરીએ દેખાવોની મેવાણીની ચીમકી
- દલિતોની જમીનના પ્રશ્ને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આરોપ
- રાજ્યમાં 20 હજાર એકર જમીનનો પ્રશ્નઃ જીગ્નેશ મેવાણી
MLA Jignesh Mevani VS IPS Pandian: વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (MLA Jignesh Mevani)ની IPS અધિકારી રાજકુમાર પાંડિયન સાથે ટકરાર ચાલી રહીં છે. થોડી દિવસો પહેલા જ જિજ્ઞેશ મેવાણી (MLA Jignesh Mevani)એ IPS અધિકારી રાજકુમાર પાંડિયન પર આક્ષેપો કર્યા હતો. ત્યારે આજે પોલીસ સંભારણા દિવસ પર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફેરન્સ યોજી નિવેદન આપ્યું છે. MLA જિજ્ઞેશ મેવાણીએ IPS પાંડિયન પર ગંભીર આરોપ લગાવ્યાં છે.
હું Jignesh Mevani મારી કે Hitendra Pithadiya નું એન્કાઉન્ટર કે હત્યા થશે તો જવાબદારી CID ક્રાઇમ વડા IPS Rajkumar Pandian ની રહશે | Gujarat First #JigneshMevani #HitendraPithadiya #RajkumarPandian #CIDAccountability #PoliticalSafety #JusticeForMevani #CrimeInvestigation… pic.twitter.com/Nk93GKpEQ7
— Gujarat First (@GujaratFirst) October 21, 2024
દલિતોની જમીનના પ્રશ્ને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આરોપ
MLA જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ‘IPS અધિકારી રાજકુમાર પાંડિયનએ અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. મારા કે મારા પરિવારની કે પછી મારી ટીમના કોઈ પણ સદસ્યની હત્યા કે એન્કાઉન્ટર અથવા જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન આજે, કાલે કે ભવિષ્યમાં થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સીઆઈડી ક્રાઇમના વડા IPS રાજકુમાર પાંડિયનની રહેશે.’
આ પણ વાંચો: IPS અધિકારીએ જિજ્ઞેશ મેવાણીને અપમાનિત કરીને ચેમ્બરમાંથી કાઢી મૂક્યાં! જુઓ Video
એન્કાઉન્ટર કે હત્યા થશે તો પાંડિયન જવાબદારઃ મેવાણી
IPS અધિકારી રાજકુમાર પાંડિયન પર આક્ષેપ કર્તા MLA જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ‘અગાઉ એન્કાઉન્ટરના કેસમાં 302 ના આરોપી તરીકે તેમણે 7 વર્ષની જેલ કાપેલી છે.’ આથી MLA જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું તેમના કોઈ પણ પરિવારના સભ્યની તેમની કે પછી તેમના ટીમના કોઈ સભ્યને કોઈ જાનહાનિ થાય તો તે માટે IPS અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે તેમ કહ્યું છે. આથી હવે 23 ઓક્ટોબરે DGP કચેરીએ દેખાવોની મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે.
અમે રાજ્યમાં 20 હજાર એકર જમીન શોધી કાઢીઃ મેવાણી
નોંધનીય છે કે, દલિતોની જમીનના પ્રશ્ને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે રાજ્યમાં 20 હજાર એકર જમીન શોધી છે. જેની ફાળવણી દલીત સમાજને થયેલી હોવાનું તેમણે જણાવ્યું છે. આ પ્રકારની જમીન પર સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લા સાયલા તાલુકામાં અને ખાસ કરીને કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકની જમીન પર દબાણ હતું. અમે 800 એકર જમીન ખાલી કરાવી અને ગરીબ જમીન વિહોણા લોકોને અપાવી છે.
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વર GIDC માંથી ફરી એકવાર ઝડપાયું ડ્રગ્સ, કંપની સંચાલક સહિત અન્ય 2ની ધરપકડ
IPS રાજકુમાર પાંડિયન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
MLA જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani)એ અનેક આરોપ લગાવ્યાં છે. IPS રાજકુમાર પાંડિયન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. વહીવટદારો પર પણ નામજોગ ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જમીન કૌભાંડ, સ્પામાં તોડ, હવાલાકાંડનો પણ આરોપ લગાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ બાબતોની લડાઈમાં હવે એનકાઉન્ટરનો ડર પણ તેમને સતાવી રહ્યો છે. જેથી MLA જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani)એ જણાવ્યું હતું તેમના કોઈ પણ પરિવારના સભ્યની, તેમની કે પછી તેમના ટીમના કોઈ સભ્યને કોઈ જાનહાનિ થાય તો તે માટે IPS અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે તેમ કહ્યું છે.
આ પણ વાંચો: પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં Drugs ને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન