Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Misleading Advertising Case : બાબા રામદેવની વધી મુશ્કેલી, કોર્ટે વધુ એક નોટિસ ફટકારી

Misleading Advertising Case : યોગગુરુ બાબા રામદેવ (Yoga guru Baba Ramdev) અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balakrishna) ની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વધુ એક કોર્ટે (Court) બંનેને 3 જૂને હાજર રહેવા નોટિસ (Notice) ફટકારી છે....
misleading advertising case   બાબા રામદેવની વધી મુશ્કેલી  કોર્ટે વધુ એક નોટિસ ફટકારી

Misleading Advertising Case : યોગગુરુ બાબા રામદેવ (Yoga guru Baba Ramdev) અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balakrishna) ની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વધુ એક કોર્ટે (Court) બંનેને 3 જૂને હાજર રહેવા નોટિસ (Notice) ફટકારી છે. આ કેસ અંગ્રેજી અને મલયાલમ અખબારો (English and Malayalam newspapers) માં ભ્રામક જાહેરાતોથી સંબંધિત છે. તેમને આ કેસમાં 3 જૂને કોઝિકોડમાં જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ (Judicial First Class Magistrate in Kozhikode) ની કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

બાબાની વધી શકે છે મુશ્કેલીઓ

આ વર્ષના એપ્રિલ મહિનામાં, કોઝિકોડના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં તૈનાત ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા કોર્ટમાં ડ્રગ્સ અને જાદુઇ ઉપચાર (વાંધાજનક જાહેરાતો) અધિનિયમ, 1954 ની કલમ 10, કલમ 3(B) અને 3(D), 7(A) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં જ હરિદ્વારની કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર ન થતાં તેમને સમન્સ જારી કર્યા હતા. પતંજલિના ઉત્પાદનોમાંથી એક દિવ્યા લિપિડોમે કોલેસ્ટ્રોલ અને ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો હતો. વળી, પતંજલિ ન્યુટ્રેલા ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવા અને શરીરના વજનને નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. જણાવી દઈએ કે અધિનિયમની કલમ 3 અમુક રોગો અને વિકારોની સારવાર માટે અમુક દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. જો દોષી સાબિત થાય તો સજા 6 મહિના સુધીની કેદ અથવા દંડ થઈ શકે છે.

  • ભ્રામક જાહેરાત કેસમાં વધી બાબાની મુશ્કેલી
  • વેપારી બાબા રામદેવ, બાલકૃષ્ણને કોર્ટની નોટિસ
  • કોઝિકોડની કોર્ટમાં 3 જૂને હાજર થવા નોટિસ
  • અંગ્રેજી, મલયાલમ અખબારોમાં આપી હતી જાહેરાત
  • જાહેરાત અંગે ફૂડ ઈન્સ્પેક્ટરે કરી હતી ફરિયાદ
  • દિવ્યા લિપિડોમ, ન્યૂટ્રેલા ડાયાબિટીક કેર અંગે ફરિયાદ
  • કાયદાકીય પ્રતિબંધ છતાં કરાયો ભ્રામક દાવો
  • કોલેસ્ટ્રોલ, ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો
  • ડ્રગ્સ અને જાદુઈ સારવાર એક્ટ હેઠળ ફરિયાદ
  • દોષી ઠરે તો 6 મહિનાની જેલ અને દંડ થઈ શકે છે
  • કેરળમાં પતંજલિ સામે થઈ હતી કુલ 29 ફરિયાદ

અગાઉ, તિરુવનંતપુરમ, કોલ્લમ, એર્નાકુલમ, થ્રિસુર, કન્નુર અને કોઝિકોડમાં સહાયક દવા નિયંત્રકોની કચેરીઓએ પતંજલિ વિરુદ્ધ 29 કેસ નોંધ્યા હતા. દિવ્યા ફાર્મસી સામે પ્રથમ ફરિયાદ કન્નુર સ્થિત નેત્ર ચિકિત્સક કે.વી. બાબુ દ્વારા 22 ફેબ્રુઆરી, 2022ના રોજ દાખલ કરવામાં આવી હતી. રાજ્યના ડ્રગ કંટ્રોલ વિભાગે તપાસનો આદેશ આપ્યો હતો, જેમાં કાયદાના ઉલ્લંઘનના કિસ્સાઓ બહાર આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - બાબા રામદેવને SC એ આપ્યો ઝટકો, જનતાની માંગવી પડશે માફી

આ પણ વાંચો - Misleading Advertisements: બાબા રામદેવ હાજિર હો!

Advertisement

Tags :
Advertisement

.