માઈકલ જેક્સનની પૂર્વ પત્ની અને અમેરિકાની જાણીતી સિંગર Lisa Marie Presley એ લીધા અંતિમ શ્વાસ
માઈકલ જેક્સન (Michael Jackson) ની પૂર્વ પત્ની અને અમેરિકાની જાણીતી સિંગર લિસા મેરી પ્રેસ્લી (Lisa Marie Presley)ના 54 વર્ષની ઉંમરે નિધન થયું છે. દુનિયાને અલવિદા કહેતા પહેલા લિસા છેલ્લે ગોલ્ડન ગ્લોબ ઓવોર્ડ્સ (Golden Globe Awards) માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો લિસાની તબીયત અચાનક બગડી જવાના કારણે તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યા ડોક્ટર તેને બચાવી શક્યા નહોતા. આ માહિતી તેની માતા પ્રિસ્કિલા પà«
માઈકલ જેક્સન (Michael Jackson) ની પૂર્વ પત્ની અને અમેરિકાની જાણીતી સિંગર લિસા મેરી પ્રેસ્લી (Lisa Marie Presley)ના 54 વર્ષની ઉંમરે નિધન થયું છે. દુનિયાને અલવિદા કહેતા પહેલા લિસા છેલ્લે ગોલ્ડન ગ્લોબ ઓવોર્ડ્સ (Golden Globe Awards) માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો લિસાની તબીયત અચાનક બગડી જવાના કારણે તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યા ડોક્ટર તેને બચાવી શક્યા નહોતા. આ માહિતી તેની માતા પ્રિસ્કિલા પ્રેસ્લીએ આપી છે. પ્રિસ્કિલા પ્રેસ્લીએ ગુરુવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મારે ભારે હૃદય સાથે કહેવું પડે છે કે મારી સુંદર પુત્રી લિસા મેરી આપણને છોડી ગઈ છે." તે ખૂબ ભાવુક, મજબૂત અને પ્રેમાળ મહિલા હતી.
54 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
લિસા મેરી પ્રેસ્લી (Lisa Marie Presley)ના નિધનના જ્યારથી સમાચાર આવ્યા છે ત્યારથી જ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગાયકના પરિવારે પણ સોશિયલ મીડિયા દ્વારા દુઃખની આ ઘડીમાં પ્રાર્થના અને ગોપનીયતા જાળવવાની અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લિસાને ગુરુવારે સવારે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, ત્યારબાદ તેના ભૂતપૂર્વ પતિ ડેની કેઓગ, જેની સાથે તે કેલિફોર્નિયામાં રહેતી હતી, તેણે CPR આપ્યું હતું. CPR પછી, લિસાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં 54 વર્ષની ઉંમરે, ગાયકે દુનિયાને અલવિદા કહ્યું હતું. આપને જણાવી દઇએ કે, લિસા મેરી પ્રેસ્લી સ્વર્ગસ્થ અમેરિકન અભિનેતા એલ્વિસ પ્રેસ્લીની પુત્રી હતી. આ સિવાય તેણે પ્રખ્યાત સિંગર માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા હતા.
Advertisement
આઘાતમાં છે મેરીનો પરિવાર
અમેરિકાની ફેમસ સિંગર લિસા મેરી પ્રેસ્લીના અવસાન બાદ ફેન્સ અને તેના પરિવારજનોને મોટો આઘાત લાગ્યો છે. મળતી માહિતી મુજબ તેમને એક પુત્રી હતી. જેનું નામ Danielle Riley Keough છે. અહેવાલો અનુસાર, લિસાના પરિવારે એક નિવેદન જાહેર કર્યું છે કે તે હાલમાં ખૂબ જ દુઃખી છે, તેથી તેની ગોપનીયતાનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય તેણે તેના પરિવારના તે લોકોનો પણ આભાર માન્યો છે જેઓ આ મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભા છે. જણાવી દઈએ કે લિસાએ 4 વાર લગ્ન કર્યા હતા. તેણે પહેલા ડેની કેફ સાથે લગ્ન કર્યા. જોકે બંનેએ છૂટાછેડા લીધા હતા. આ પછી લિસાએ માઈકલ જેક્સન સાથે લગ્ન કર્યા. પરંતુ 1996માં બંને અલગ થઈ ગયા. નિકોલસ કેજ અને લિસાનો સંબંધ માત્ર 4 મહિનાનો હતો. લિસાએ આખરે માઈકલ લોકવુડ સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ સંબંધ પણ નિષ્ફળ સાબિત થયો હતો.
તેના પરિવારની જેમ, લિસાને પણ સંગીત પસંદ હતું અને તેણે તેમાંથી કારકિર્દી બનાવવાનું વિચાર્યું. જે પછી તેણે ગાયક તરીકે વર્ષ 2003માં પોતાનું લખેલું અને ગાયેલું આલ્બમ To Whom It May Concern બહાર પાડ્યું. જે બાદ વર્ષ 2005માં તેનું નવું આલ્બમ સોંગ ‘Now What’ રિલીઝ થયું હતું. લિસાએ પોતાના કરિયરમાં ઘણા સુપરહિટ ગીતો આપ્યા. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતપોતાની શૈલીમાં લિસાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લિસાનું આકસ્મિક મૃત્યુ તેના ચાહકો માટે મોટા આઘાતથી ઓછું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.