Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરની સૌથી મોટી હોસ્પિટલની કેન્ટીનના ખોરાક ઉપર ઉંદર અને વંદાઓનું સામ્રાજ્ય

સ્વાસ્થ્ય માટેની પ્રથમ શરતએ પોષક અને સ્વચ્છ આહારની હોય છે. આ બંને બાબતોમાં સહુએ, અને ખાસ કરીને જાહેર ખાનપાનની જગ્યાઓમાં આ બંને બાબતો સામે હંમેશાં પ્રશ્નો ઉઠતા રહે છે. આપણા સમાજ અને સત્તામંડળો માટે માત્ર ચિંતાનો નહીં ક્યારેક શરમનો વિષય પણ બને છે. તાજેતરમાં શહેરની સૌથી મોટી હોસ્પિટલની દર્દીઓને ખાદ્યસામગ્રી પહોંચાડતી કેન્ટીનના ખોરાક ઉપર ઉંદર અને વંદાઓ ખુલ્લેઆમ ફરતા જોવાયા અને à
શહેરની સૌથી મોટી હોસ્પિટલની કેન્ટીનના ખોરાક ઉપર ઉંદર અને વંદાઓનું સામ્રાજ્ય
સ્વાસ્થ્ય માટેની પ્રથમ શરતએ પોષક અને સ્વચ્છ આહારની હોય છે. આ બંને બાબતોમાં સહુએ, અને ખાસ કરીને જાહેર ખાનપાનની જગ્યાઓમાં આ બંને બાબતો સામે હંમેશાં પ્રશ્નો ઉઠતા રહે છે. આપણા સમાજ અને સત્તામંડળો માટે માત્ર ચિંતાનો નહીં ક્યારેક શરમનો વિષય પણ બને છે. 
તાજેતરમાં શહેરની સૌથી મોટી હોસ્પિટલની દર્દીઓને ખાદ્યસામગ્રી પહોંચાડતી કેન્ટીનના ખોરાક ઉપર ઉંદર અને વંદાઓ ખુલ્લેઆમ ફરતા જોવાયા અને ફોટોગ્રાફમાં ઝડપાયા પણ ખરા. હોસ્પિટલમાં રહેતા દર્દીને માટે તો સ્વચ્છ સ્વસ્થ અને પોષક આહારએ પાયાની જરૂરીયાત બની રહે છે. એક વર્તમાનપત્રમાં હોસ્પિટલની કેન્ટીનમાં દર્દીને માટે આપવામાં આવતા જ્યુસ માટેના કાપેલા તડબૂચ ઉપર મોજથી  ઉંદરો પણ ફરતા અને તરબૂચ ખાતા દેખાયા. આપણે સૌ જાણીએ છીએ કે ઉંદરના માધ્યમથી પ્લેગ જેવા ગંભીર રોગો ફેલાઇ શકે છે. વંદાના પગ ઉપરથી પણ અનેક સૂક્ષ્મ જંતુઓ ખાદ્ય પદાર્થને પ્રદુષિત કરી શકે છે. હોસ્પિટલ એટલે આરોગ્યધામ ત્યાં જ આરોગ્યની પ્રાથમિક શરત સમા ખાદ્યખોરાકની પૂરી પાડતી કેન્ટીનના આ હાલ હોય તો બીજા ખાણીપીણીના બજારો અને હોટેલ્સ વગેરેના રસોડામાં કેવી દશા હશે? તેની કલ્પના પણ કરી શકાય છે. 
થોડાક મહિનાઓ પહેલાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટરના પાણી પકોડીના સ્વાદમાં વધારો કરતા પકડાયા હતા, પકોડીના પાણીની બોટલોમાં મળેલા વંદાઓ પણ આપણે જોયા. આ બધી ખાણીપીણીની વસ્તુઓ તૈયાર કરનારા લોકો આરોગ્યનાં પ્રાથમિક નિયમોની પરવા કરતા નથી. તેમને માત્ર પોતાના નફા સાથે સંબંધ હોય છે. 
દિવાળી આવે ત્યારે ઢગલાબંધ વાસી અને જીવજંતુઓથી ઉભરાતા માવાને મીઠાઈઓ પણ પ્રતિવર્ષ સમાચારોમાં ચમકે છે. હોટલોના એરકન્ડીશન રુમમાં સજાવેલા ટેબલો પર ચોખ્ખી ચણાક ડીશોમાં આપણને જે ખોરાક પીરસાય છે તે રસોડાની એકાદ વિઝીટ કરાય તો કદાચ આપણે હોટલોમાં ન ખાવાના સોગંદ લઈ એ એવી દશા હોય છે. આપણી સરકારી સત્તામંડળની એજન્સીઓએ આ દિશામાં ફોજદારી રાહે કામ લેવાનો સમય પાકી ગયો છે. 
Advertisement
Tags :
Advertisement

.