જીભને ચટકારો અપાવે તેવા Tasty ‘મેક્સિકન ચીઝી કબાબ’
મેક્સિકન ચીઝી કબાબ બનાવવા માટેની સામગ્રી:ઉપરના લેયર માટે:૨૫૦ ગ્રામ ભાખરીનો ભૂકો૫૦ ગ્રામ મકાઈ ના પૌવા નો કરો કરો પાવડર્૪ થી૫ ચમચી દહી૦/૧ ચમચી મીઠું૫૦ ગ્રામ તેલ (સેલો ફ્રાય)સ્ટફિંગ માટે:૫૦ ગ્રામ રાજમા બાફેલા૫૦ ગ્રામ મકાઈ બાફેલી૧ મીડીયમ બટેટુ બાફેલું૧ ચીઝ ક્યુબ૨ ચમચી વઘાર માટે તેલ૧ ચમચી લાલ મરચું પાવડર હળદર પાવડર અને ગરમ મસાલો અને નમક૧ ચમચી ફુદીનાના પત્તા અને કોથમીર૧ મોટી ચમચી સà
મેક્સિકન ચીઝી કબાબ બનાવવા માટેની સામગ્રી:
ઉપરના લેયર માટે:
૨૫૦ ગ્રામ ભાખરીનો ભૂકો
૫૦ ગ્રામ મકાઈ ના પૌવા નો કરો કરો પાવડર્
૪ થી૫ ચમચી દહી
૦/૧ ચમચી મીઠું
૫૦ ગ્રામ તેલ (સેલો ફ્રાય)
સ્ટફિંગ માટે:
૫૦ ગ્રામ રાજમા બાફેલા
૫૦ ગ્રામ મકાઈ બાફેલી
૧ મીડીયમ બટેટુ બાફેલું
૧ ચીઝ ક્યુબ
૨ ચમચી વઘાર માટે તેલ
૧ ચમચી લાલ મરચું પાવડર હળદર પાવડર અને ગરમ મસાલો અને નમક
૧ ચમચી ફુદીનાના પત્તા અને કોથમીર
૧ મોટી ચમચી સાલસા ચટણી (ડીપ)
સાલસા ડીપ (ચટણી) માટે
૨ નંગ ટામેટા
૨ નંગ ડુંગળી
૧ લસણનો ગાંઠીયો
૧ લીલુ મરચું
આ બધી વસ્તુ ને શેકી કે ઠંડી કરી છાલ ઉતારી અને મિક્સરમાં ચટણી કરી લો..
બનાવવાની રીત:
- સૌપ્રથમ રાજમાને કલાક પલાડી મીઠું નાખી કૂકરમાં પાણી નાખી બાફી લો (૮સીટી).
- મકાઈને પણ બાફી લો અને દાણા કાઢી લો.
- પછી ભાખરીના લોટમાં મીઠું, તેલ, પાણીથી કઠણ લોટ બાંધી લો અને ભાખરી વણી શેકી લો.
- પછી તેનો ભુકો કરી લો. અને આ ભાખરીના ભૂકામાં મીઠું-દહીંથી મીડીયમ લોટ બાંધી લો.
- ત્યારબાદ સ્ટફિંગ માટે એક પેનમાં તેલ મૂકી સાલસા ચટણી, રાજમાં, મકાઈ, બટેટું, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ સુધી ચલાવી સ્ટફિંગ તૈયાર કરી લો.
- તેમાં ચીઝ ખમણી લો અને મિક્સ કરી લો.
- ત્યારબાદ ભાખરીના લુવામાં સ્ટફિંગ ભરી કબાબને પેક કરી મકાઈના પાવડરથી કોટ કરી રગદોળી પેનમાં તેલ મૂકી શેલો ફ્રાય કરી લો.
- તો તૈયાર છે મેક્સિકન ચીઝી કબાબ.. કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Advertisement