Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસ્થિર મગજની માતાએ નવજાત બાળકને ઝાડીઓમાં ત્યજી દીધુ, સ્વસ્થ હાલતમાં પિતાને સોંપાતા પિતા થયા ભાવુક

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હોંસાપુર ગામે આવેલા કોતર પાસે ઝાડી ઝાંખરીમાંથી બીન વારસી નવજાત શિશુ મળી આવવાની ઘટના સામે આવી છે. ગતરોજ વહેલી સવારે એક જાગૃત નાગરિક દ્વારા ૧૦૮ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક  ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. અને નવજાત શિશુને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં નર્સ દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.  આ મામલે શહેરા પોલીસને જાણ કરતા
અસ્થિર મગજની માતાએ નવજાત બાળકને ઝાડીઓમાં ત્યજી દીધુ  સ્વસ્થ હાલતમાં પિતાને સોંપાતા પિતા થયા ભાવુક
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હોંસાપુર ગામે આવેલા કોતર પાસે ઝાડી ઝાંખરીમાંથી બીન વારસી નવજાત શિશુ મળી આવવાની ઘટના સામે આવી છે. ગતરોજ વહેલી સવારે એક જાગૃત નાગરિક દ્વારા ૧૦૮ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક  ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. અને નવજાત શિશુને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં નર્સ દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.  આ મામલે શહેરા પોલીસને જાણ કરતા શહેરા પોલીસ દ્વારા નવજાત શિશુના પરિવારજનોની શોધ ખોળ માટે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 
શીશુના પિતા છૂટક મજુરી કામ કરે છે 
શહેરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં શિશુના પરિવારજનોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં શહેરા તાલુકાના ભદ્રાલા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું ભેમાભાઈ ખાતુભાઈ પગી જેઓ નવજાત શિશુના પિતા અને મનીષાબેન જે નવજાત શિશુની માતા જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરાના હોંસાપુરના કોતર પાસે ઝાડી ઝાંખરીમાં મુકી માતા ચાલી ગઇ હતી. તપાસ કરતા સામે આવ્યું હતું કે શિશુના પિતા છૂટક મજૂરી કામ કરી ઘરનું ભરણ પોષણ કરી રહ્યા છે અને સંતાને તેમને ત્રણ દીકરીઓ છે અને ગઈ ૨૪ /૦૧/૨૩ ના રોજ પુત્રનો જન્મ થયો હતો પરંતુ આ મહિલા અસ્થિર મગજની હોવાથી આજરોજ હોંસાપુર પાસે આવેલા કોતરમાં મૂકીને ચાલી ગઈ હતી ત્યાંથી પસાર થઈ રહેલ રીક્ષા ચાલકની નજર પડતા આજુબાજુના લોકોને જાણ કરી હતી તેમજ ૧૦૮ ને જાણ કરી હતી.
માતા અસ્થિર મગજની હોવાથી શીશુનો કબ્જો પિતાને સોંપાયો 
આ સમગ્ર ઘટનામાં શહેરા પી.આઈ આર કે રાજપૂત દ્વારા નવજાત શિશુની માતા  માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી, અને નવજાત બાળકનો કબ્જો તેના પિતાને સોંપી દેવાયો હતો. આ સાથે નવજાત બાળકના પિતાને શિશુ કીટ આપવામાં આવી હતી તેમજ  નવજાત શિશુને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો શહેરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવા કહેવામાં આવ્યુ હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.