Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુરષો વજન ઓછુ કરવા અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં જ જોવા મળશે અસર

આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વધુ પડતું વજન તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક કારણ કે સ્થૂળતાના કારણે તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. જેના કારણે તમને હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વગેરેની સમસ્યા થઈ શકે છે. વધતા વજનની સમસ્યાથી મહિલાઓ અને પુરુષો બન્ને પરેશાન છે. ખાસ કરીને તમે મોટાભાગના પુરુષો એવા જોયા હશે કે જેમનું પેટ બહાર નીકળેલું હોય છે. જ
પુરષો વજન ઓછુ કરવા અપનાવો  આ ટિપ્સ  થોડાક દિવસોમાં જ જોવા મળશે અસર
આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વધુ પડતું વજન તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક કારણ કે સ્થૂળતાના કારણે તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. જેના કારણે તમને હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વગેરેની સમસ્યા થઈ શકે છે. વધતા વજનની સમસ્યાથી મહિલાઓ અને પુરુષો બન્ને પરેશાન છે. ખાસ કરીને તમે મોટાભાગના પુરુષો એવા જોયા હશે કે જેમનું પેટ બહાર નીકળેલું હોય છે. જેના કારણે તેમને બેસવામાં અને ચાલવામાં મુશ્કેલી થાય છે. 

સાવ ઓછુ ભોજન લેવાની રીત અયોગ્ય 
ઘણા લોકો વજન ઘટાડવા માટે ભોજન એકદમ ઓછું કરી દે છે. જે યોગ્ય નથી. પૂરતી માત્રામાં અને યોગ્ય ભોજન ન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. પુરુષોએ વજન ઘટાડવાના આવી રીત ન અપનાવવી જોઇએ.
કસરત
ઝડપથી વજન ઘટાડવા માટે પુરુષોએ દરરોજ ઓછામાં ઓછી 45 મિનિટની કસરત કરવી જોઈએ. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને વજન પણ ઝડપથી ઘટે છે. જો તમે જિમ વર્કઆઉટ નથી કરી શકતા તો સામાન્ય વોકની મદદથી પણ તમે તમારું વજન ઘટાડી શકો છો. આ માટે તમારે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ.
પુષ્કળ પાણી પીઓ
ઓછું ખાવા માટે લોકો ઓછું પાણી પીવા લાગે છે. તેનાથી  તમને  ડીહાઈડ્રેશન થઈ શકે છે અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
Advertisement
Tags :
Advertisement

.