Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવ્યાંગ બાળકોને લાઇનમાં નહીં ઉભું રહેવું પડે, બાળકો દેશના કોઇ પણ ખૂણામાંથી રસી લઇ શકશે

દેશમાં અત્યારે કોરોના કેસ ઓછા ભલે થયા હોય, પરંતુ કોરોનાનું જોખમ હજુ તોળાઇ રહ્યું છે. અત્યારે હોંગકોંગ અને ચીનમાં કોરોનાના કારણે ફરી વખત ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. ચીનમાં ફરી વખત લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. હોંગકોંગમાં રસીકરણની ઓછી ઝડપના કારણે આવી સ્થિતિ મનાઇ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તમામ સ્થિતિ વચ્ચે ભારત સરકારે રસીકરણને લઇને વધારે એક મહત્વનો નિર્
દિવ્યાંગ બાળકોને લાઇનમાં નહીં ઉભું રહેવું પડે  બાળકો દેશના કોઇ પણ ખૂણામાંથી રસી લઇ શકશે
દેશમાં અત્યારે કોરોના કેસ ઓછા ભલે થયા હોય, પરંતુ કોરોનાનું જોખમ હજુ તોળાઇ રહ્યું છે. અત્યારે હોંગકોંગ અને ચીનમાં કોરોનાના કારણે ફરી વખત ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. ચીનમાં ફરી વખત લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. હોંગકોંગમાં રસીકરણની ઓછી ઝડપના કારણે આવી સ્થિતિ મનાઇ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તમામ સ્થિતિ વચ્ચે ભારત સરકારે રસીકરણને લઇને વધારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. 
બાળકોના રસીકરણની જાહેરાત
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે હવે 12થી 14 વર્ષના બાળકોને પણ કોરોના રસી આપવાની શરુઆત કરાશે. આગામી 16 માર્ચથી આ રસીકરણ શરુ કરાશે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે આ અંગે વિસ્તારથી વાતચીત કરી છે. ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે વાત કરતા તેમણે ત્રણ મુદ્દા અંગે લોકોનું ધ્યાન દોરવા માટે ભાર મુક્યો છે. જે અહીં આપવામાં આવી છે.
રસીની કોઇ પ્રકારની અછત નથી
મનસુખ માંડવિયાએ કહ્યું કે બાળકોના રસીકરણને લઇને કોઇ એવો ટાર્ગેટ નથી કે દરરોજ આટલા જ બાળકોને રસી આપવી.બાળકો માટેની રસીનું પ્રોડક્શન અઢળક છે. જેટલા બાળકો આવશે તે તમામને ફ્રીમાં કોરોના રસી આપવામાં આવશે. એવું કોઇ પ્રકારનું બંધન નથી કે આટલાને જ મળી શકશે અને આટલાને નહીં મળે, કે જે છ - બાર મહિના પહેલા કોવિશિલ્ડ કે કોવેક્સિનમાં થતું હતું. એટલે કે જેટલા બાળકોને આવશે તે તમામ બાળકોને રસી આપવામાં આવશે. રસીની કોઇ પ્રકારની અછત નથી.
કોઇ પણ બાળક દેશના કોઇ પણ ખૂણામાંથી રસી લઇ શકશે
આ સિવાય તેમણે બીજી મહત્વની વાત કરતા કહ્યું કે કોઇ પણ વિકલાંગ બાળકો હશે તેમને તરત જ રસી મળી શકશે. તેમને કોઇને લાઇનમાં ઉભું રહેવાની કે રાહ જોવાની જરુર નથી. ત્રીજી વાત એ કે કોઇ પણ બાળક દેશના કોઇ પણ રાજ્ય અને હોસ્પિટલમાંથી કોરોના રસી મેળવી શકે છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં રહેતો પરિવાર દેશના અન્ય કોઇ રાજ્યમાં ફરવા માટે જાય તો તેઓ ત્યાં પણ પોોતાના 12થી 14 વર્ષના બાળકને રસી અપાવી શકે છે. તેના માટે તેમને કોઇ પણ હોસ્પિટલમાં જઇને આધાર કાર્ડ બતાવીને તેઓ રસી લઇ શકે છે. એટલે કે જરુરી નથી કે તમારા વિસ્તારમાંથી જ રસી મળે, દેશના કોઇ પણ ખૂણામાંથી બાળકોને આધારના આધારે રસી મળશે.
Advertisement
Tags :
Advertisement

.