મનીષા કોઈરાલા (Manisha Koirala) નો સમાવેશ 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. પોતાના અભિનય કરિયરમાં તેમણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે. તેમણે સાઉથની બોમ્બે, ઈન્ડિયન અને...
મનીષા કોઈરાલા (Manisha Koirala) નો સમાવેશ 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. પોતાના અભિનય કરિયરમાં તેમણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે. તેમણે સાઉથની બોમ્બે, ઈન્ડિયન અને મુધલવન જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની અભિનયની કૌશલ્ય દેખાડી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેમણે ખુલાસો કર્યો કે કેવી રીતે તેમની સાઉથ ઇન્ડસ્ટ્રીની કારકિર્દી એક ફિલ્મના કારણે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ.
બાબા ફ્લોપ ગઈ હતી
તેમના તાજેતરના ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા મનીષાએ જણાવ્યું કે વર્ષ 2002માં બાબા ફિલ્મ ફ્લોપ થવાથી તેમના કરિયર પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. અભિનેત્રીએ કહ્યું, “બાબા કદાચ મારી છેલ્લી મોટી તમિલ ફિલ્મ હતી. તે દિવસોમાં તે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને જ્યારે તે ફ્લોપ થઈ ત્યારે મને સાઉથની ફિલ્મોની ઓફર મળવાની બંધ થઈ ગઈ.
હવે હીરામંડીમાં જોવા મળશે
તમને જણાવી દઈએ કે બાબા ફરી એકવાર રજનીકાંતના જન્મદિવસ પર રીલિઝ થઈ હતી, જે પછી તેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે હું ખુશ છું કે 20 વર્ષ પછી આ ફિલ્મ હિટ થઈ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મનીષા હાલમાં જ કાર્તિક આર્યનની માતાના પાત્રમાં ફિલ્મ શેહઝાદામાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી તે ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.