Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MALAWI : ઉપરાષ્ટ્રપતિની અંતિમ યાત્રામાં જવું લોકોને પડ્યું ભારે, એક કાર આવી અને..

MALAWI : આફ્રિકાના એક દેશ MALAWI માંથી હવે એવી ઘટના સામે આવી છે જેના વિશે તમે સાંભળીને ચોંકી જશો. MALAWI ના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાનું આ અઠવાડિયે અવસાન થયું હતું. સાઉલોસ ચિલિમાનું અવસાન પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. ત્યારે ગઈકાલે એટલે...
malawi   ઉપરાષ્ટ્રપતિની અંતિમ યાત્રામાં જવું લોકોને પડ્યું ભારે  એક કાર આવી અને
Advertisement

MALAWI : આફ્રિકાના એક દેશ MALAWI માંથી હવે એવી ઘટના સામે આવી છે જેના વિશે તમે સાંભળીને ચોંકી જશો. MALAWI ના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાનું આ અઠવાડિયે અવસાન થયું હતું. સાઉલોસ ચિલિમાનું અવસાન પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમની આ અંતિમ યાત્રામાં એકતરફ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યારે અહી એક ભયાવહ ઘટના બની હતી. સાઉલોસ ચિલિમાના અંતિમ સંસ્કારના કાફલામાં સામેલ એક વાહને બેકાબૂ થઈને ચાર લોકોને કચડી નાખ્યા હતા વધુમાં આ ઘટનામાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે.

Advertisement

નોંધનીય છે કે, MALAWI ના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાનું આ અઠવાડિયે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. સોલોસ ચિલીમાના મૃતદેહને સોમવારે અંતિમ સંસ્કાર પહેલા તેના ગામ નસિપ્પે લઈ જવામાં આવી રહ્યો હતો. કાફલામાં કાર, અન્ય સૈન્ય, પોલીસ અને નાગરિક વાહનો સામેલ હતા. તેમનું ગામ રાજધાની લિલોંગવેથી 180 કિલોમીટર દક્ષિણમાં છે. તેમની આ અંતિમ યાત્રા દરમિયાન એક બેકાબૂ કારે ચાર લોકોને કચડી નાખતા લોકોમાં નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં બે મહિલા અને બે પુરુષ રાહદારીઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Advertisement

મળતી માહિતી મુજબ મલાવીના ઉપરાષ્ટ્રપતિની આ અંતિમ યાત્રામાં ઉપરાષ્ટ્રપતિના ઝભ્ભાની ઝલક મેળવવા માટે હજારો લોકો રસ્તાઓ પર ઉભા હતા ત્યારે વાહન તેનાથી દૂર જવાનો પ્રયાસ કરતી વખતે ભીડમાં ઘૂસી ગયું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે, માર્ગમાં કેટલીક જગ્યાએ તણાવ હતો. કારણ કે શોકાતુર લોકો ઇચ્છતા હતા કે સરઘસ અટકાવવામાં આવે જેથી તેઓ શબપેટી જોઈ શકે.

આ પણ વાંચો : Pakistan News: 12 વર્ષની દિકરીને 72 વર્ષના વૃદ્ધને પિતાએ સોંપી દીધી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? ટ્રમ્પના આગમન પછી પેટ્રોલિયમ મંત્રીએ મોટા સંકેતો આપ્યા

featured-img
ટેક & ઓટો

પ્રકાશથી પ્રદૂષણ! વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપને પ્રકાશથી કેવી રીતે ખતરો?

featured-img
આંતરરાષ્ટ્રીય

સ્પેસ એક્સના "ડ્રેગન" કેપ્સુલમાંથી અવકાશયાત્રીઓએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનો એક વિડીયો લીધો

featured-img
Top News

ચીન પર કડકાઈ, હથિયારોની ખરીદીમાં વધારો... જાણો ટ્રમ્પ 2.0 ની ભારત-અમેરિકા સંરક્ષણ સોદા પર શું અસર થશે

featured-img
આંતરરાષ્ટ્રીય

Turkey ના રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66ના મોત,અનેક ગંભીર રીતે દાઝ્યા

featured-img
આંતરરાષ્ટ્રીય

વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ

×

Live Tv

Trending News

.

×