Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ સંગઠનમાં થયા મોટા ફેરફાર, ગુજરાતના આ બે દિગ્ગ્જ નેતાને મળી મોટી જવાબદારી

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી, જેઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર હતા, તેમના સ્થાને અવિનાશ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે અવિનાશ પાંડે યુપીના પ્રભારી હશે. સચિન પાયલટને...
કોંગ્રેસ સંગઠનમાં થયા મોટા ફેરફાર  ગુજરાતના આ બે દિગ્ગ્જ નેતાને મળી મોટી જવાબદારી

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી, જેઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર હતા, તેમના સ્થાને અવિનાશ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે અવિનાશ પાંડે યુપીના પ્રભારી હશે. સચિન પાયલટને છત્તીસગઢમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સમાચાર અનુસાર, સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement

પ્રિયંકા ગાંધી પાસે કોઈ પોર્ટફોલિયો નથી
સંગઠનમાં આ ફેરબદલ વચ્ચે પ્રિયંકા ગાંધીને હજુ સુધી કોઈ પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મુકુલ વાસનિકને ગુજરાત મોકલવામાં આવ્યા છે, જ્યારે જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક અને દીપક બાબરિયાને દિલ્હી-હરિયાણાનો હવાલો મળ્યો છે. કુમારી સેલજાને ઉત્તરાખંડ મોકલવામાં આવી છે. સંગઠનમાં સંચારની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશ પર આવી ગઈ છે અને કેસી વેણુગોપાલ સંગઠનની સંભાળ લેશે.

Advertisement

Advertisement

ભરતસિંહ સોલંકીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી

દિપક બાબરીયા અને ભરતસિંહ સોલંકીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.  ભરતસિંહ સોલંકીને જમ્મુ અને કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દીપક બાબરીયાને દિલ્હી અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.  જ્યારે જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક અને દીપક બાબરિયાને દિલ્હી-હરિયાણાનો હવાલો મળ્યો છે. કુમારી શૈલજાને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનમાં સંચારની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશને સોંપવામાં આવી છે. સિનિયર કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ સંગઠનની જવાબદારી સંભાળી રાખશે.

કોણ છે મુકુલ વાસનિક
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકની નિયુક્તિ કરવામાં આવી છે. મુકુલ વાસનિકની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂંક થતા તેમના વિશે લોકો જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. 27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે અને તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. પિતાના પગલે ચાલીને મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા અને પિતાની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

CWCની મહત્વની બેઠક 21 ડિસેમ્બરે યોજાઈ હતી
તમને જણાવી દઈએ કે ગત 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-BRTS બસે અનેક લોકોને લીધા અડફેટે, 2ના મોતની આશંકા

Tags :
Advertisement

.