તમન્ના ભાટિયા સાથે મધુર ભંડારકર બનાવી રહ્યા છે આ ફિલ્મ
ફિલ્મ નિર્માતા અને અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક મધુર ભંડારકર તેમની યાદગાર ફિલ્મો માટે જાણીતા છે, જેમણે ઘણાં પાત્રોને ફિલ્મી પડદે જીવંત બનાવ્યા છે, સાથે જ તેઓ મજબૂત સ્ત્રી નાયક સાથે ડિફરન્ટ ઝોનરની વાર્તાઓ રજૂ કરવામાં માટે જાણીતા છે, હવે તેઓ ફરી એકવાર બબલી બાઉન્સર તરીકે તમન્ના ભાટિયા સાથે કામ કરી રહ્યાં છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સ દ્વારા સંયુક્ત રી
Advertisement
ફિલ્મ નિર્માતા અને અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક મધુર ભંડારકર તેમની યાદગાર ફિલ્મો માટે જાણીતા છે, જેમણે ઘણાં પાત્રોને ફિલ્મી પડદે જીવંત બનાવ્યા છે, સાથે જ તેઓ મજબૂત સ્ત્રી નાયક સાથે ડિફરન્ટ ઝોનરની વાર્તાઓ રજૂ કરવામાં માટે જાણીતા છે, હવે તેઓ ફરી એકવાર બબલી બાઉન્સર તરીકે તમન્ના ભાટિયા સાથે કામ કરી રહ્યાં છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત, બબલી બાઉન્સર એ ઉત્તર ભારતના સાચા 'બાઉન્સર ટાઉન' - આસોલા ફતેપુરમાં સેટ કરેલી એક મહિલા બાઉન્સરની એક અદભૂત ફિક્શન સ્ટોરી છે. આ વિશે કૂ પર નિર્માતા મધુરભંડારકરે માહિતી આપી હતી.
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે આ વિશે કહ્યું કે , હું એક સ્ત્રી બાઉન્સરની વાર્તાને જીવનને આ ફિલ્મ દ્વારા રજૂ કરવા માંગુ છું, જે દર્શકોના મન પર કાયમી છાપ છોડશે. તેમણે વધુમાં ઉમેર્યું, "બબલી બાઉન્સરનું શૂટિંગ આજથી શરૂ થાય છે. ઉપરાંત, હું હંમેશાની જેમ ઓલ્વેઝ રેડી છું. આ વાર્તાને મહિલા બાઉન્સરોના વૈશ્વિક દૃષ્ટિકોણથી બનાવવમાં આવશે. આ એક અદ્ભુત વાર્તા છે અને મને ખાતરી છે કે તમન્ના તેના અભિનયથી બધાને દંગ કરશે!”
ફિલ્મ શૂટ શરૂ કરવા વિશે તેના વિચારો શેર કરતાં, અભિનેત્રી તમન્ના ભાટિયાએ કહ્યું, “બબલી બાઉન્સરની વાર્તા વાંચતા જ મને આ પાત્ર સાથે પ્રેમ થઈ ગયો, કારણ કે તે ભજવવાનું સૌથી રોમાંચક અને મનોરંજક પાત્રોમાંનું એક છે. , મધુર સરમાં સ્ત્રી નાયિકાઓને સારી રીતે સ્ક્રીન પર રજૂ કરવાની ક્ષમતા છે અને બબલી પણ એટલું જ શક્તિશાળી પાત્ર છે. પ્રથમ વખત કોઈ ફિલ્મ મહિલા બાઉન્સરની વાર્તા પર આધારિત હશે અને હું તેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ આખી નવી દુનિયામાં ડૂબકી મારવા માટે રાહ જોઈ રહી છું."
જંગલી પિક્ચર્સના સીઈઓ અમૃતા પાંડેએ જણાવ્યું હતું કે, “બબલી બાઉન્સર પ્રેમાળ અને શક્તિશાળી પાત્ર બબલીની પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તા કહે છે. હું માનું છું કે અમિત જોશી, આરાધના દેબનાથ અને મધુર ભંડારકરે આ હ્રદયસ્પર્શી વાર્તા બનાવી છે જે બોલિવુડની દુનિયાએ પહેલાં ક્યારેય જોઈ નથી. સાથે જ આ ફિલ્મમાં સૌરભ શુક્લા સાથે અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મુખ્યપાત્રમાં જોવા મળશે.
સાથે જ ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સ દ્વારા નિર્મિત, બબલી બાઉન્સરનું નિર્દેશન મધુર ભંડારકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. કન્સેપ્ટ, સ્ટોરી અને સ્ક્રીનપ્લેઃ અમિત જોશી, આરાધના દેબનાથ અને મધુર ભંડારકરના છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
Advertisement