Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મા, મેં બંદૂક ફોડવામાં પ્રથમ નંબર મેળવ્યો, 100 રૂપિયાનું ઇનામ મેળવ્યું

આજે કારગિલ વિજય દિવસ છે. 1999માં આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથે 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં જીત મેળવી હતી. ભારતનો કોઈપણ નાગરિક કારગીલ વોર કેમ ભૂલી શકે ? એ યુદ્ધમાં અનેક ભારતીય નવલોહિયા યુવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના પીઠ પાછળના આ હુમલામાં શહીદ થયેલા અનેક પરિવારો સહિત દેશના નાગરીકો આજે કારગિલ દિવસને યાદ કરી રહ્યો છે અને શહાદતને સલામ કરી રહ્યા છે. આ યુદ્ધમાં જામનગર જિલ્લાના ભાણવડ ત
મા  મેં બંદૂક ફોડવામાં પ્રથમ નંબર મેળવ્યો  100 રૂપિયાનું ઇનામ મેળવ્યું
આજે કારગિલ વિજય દિવસ છે. 1999માં આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથે 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં જીત મેળવી હતી. ભારતનો કોઈપણ નાગરિક કારગીલ વોર કેમ ભૂલી શકે ? એ યુદ્ધમાં અનેક ભારતીય નવલોહિયા યુવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના પીઠ પાછળના આ હુમલામાં શહીદ થયેલા અનેક પરિવારો સહિત દેશના નાગરીકો આજે કારગિલ દિવસને યાદ કરી રહ્યો છે અને શહાદતને સલામ કરી રહ્યા છે. 
આ યુદ્ધમાં જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા ગામમાંથી ભારતીય સેનામાં જોડાયેલા રમેશ જોગલ ટ્રેનિંગ પૂરી કરી સીધા જ કારગિલ વોરમાં જોડાયા. સમી છાતીએ દુશ્મનોના દાંત ખાટા કરનાર રમેશ જોગલ લડતા લડતા શહીદ થયા. તેમની શહીદીને અઢી દાયકા ઉપરાંતનો સમય થયો છે. આ શહીદ વીરને તેના માતા અને પરિવાર સહિત દેશ આખો તેની વીરતાને લઈને યાદ કરી રહ્યો છે. હથિયાર પ્રત્યેનો લગાવ અને ભારતીય સંરક્ષણ પ્રત્યે તેઓને કેટલો લગાવ હતો ? તે દર્શાવતો લાગણીસભર પત્ર તેઓએ ટ્રેનિંગ દરમિયાન પોતાના માને સંબોધી લખ્યો હતો. તે અહીં અક્ષરસઃ અહીં પ્રસ્તુત છે...
તા-26-5-98
વાર-મંગળવાર
શ્રી ગણેશાય નમઃ
જય મોમાઈ માતાજી સત્ય છે.
શ્રી સુરાપુરા દાદા સત્ય છે.
પરમ પૂજ્ય માતૃશ્રી આપની સેવામાં આપનો પુત્ર રમેશ,
જય ભારત સાથ જણાવવાનું કે હું અહીં ખુશી મજામાં છું અને તમો પણ ત્યાં ખુશી મજામાં હશો અને ભગવાન તમને કમાણીમાં લાભ આપે એવી આશા રાખનાર નાસિકથી લી. રમેશના સાદર પ્રણામ
બાદ લખવાનું કે તમે મારી ચિંતા કરતા હશો પણ મારી ચિંતા કરવા જેવું નથી. બા તમને જણાવુ કે મારી કોઈપણ જાતની ચિંતા કરતા નહીં હું અહીં ખુશી મજામાં છું...ટપાલ લખવાનું મન જ થતું નથી મનમાં એમ થાય છે કે ટપાલ લખવી જ નથી પરંતુ ફરી વળી એમ થાય છે કે ટપાલ તો લખુ. મારા બા ને ચિંતા થતી હશે. પણ બાર બાર જણાવું કે તમે મારી ચિંતા બિલકુલ કરતા નહીં. મારી ટ્રેનિંગ ટોટલ 43 અઠવાડિયાની છે તેના પછી 15-20 દિવસ રહેવાનું હોય છે અને અત્યારે મારા સોમવાર થી 37 વિક ચાલુ થયેલ છે અને આ ટપાલ સોમવારના તારીખ 25ના દિવસે આ ટપાલ લખું છું અને ગોપનો છોકરો આપણા ઘરે જરૂર આવ્યો હશે અને તે હવે બે તથા ત્રણ તારીખના તેના ઘરેથી નીકળવાનો હશે અને મેં બંદૂકમાં ગોળી ફોડવામાં પહેલો નંબર લઈ સો રૂપિયા ઇનામ મેળવ્યું હતું. અને મોટા સાહેબના સાથે હાથ મિલાવી રહ્યો હતો તો એવો એ અહીં સામાન્ય નથી. અહીં મારી ટ્રેનિંગમાં તે સૌથી મોટા સાહેબ છે અને તેના હારે બીજાને હાથ મિલાવવો તે કાંઈ જેવી તેવી વાત નથી અને મેં પહેલો નંબર લીધેલ એટલે આગળ મને આગળ સાહેબ એક બીજાને ટ્રેનિંગ આપીને વધારે સુંદરતા માટે સારી ટ્રેનિંગ આપી એના કરતા એટલે આર્મી સેન્ટરના મોટા કમાન્ડર સાથે હાથ મિલાવવાની આશા છે અને એ પણ ગુજરાતનો એ અહીંયા નવીનતાની વાત ગણાય છે.  બીજી વખત પહેલો નંબર આવી જાય એવી હું મોમાઈ માં પાસે પ્રાર્થના કરું છું. કુદરતી રીતે મને કંઈ પણ જાતનો વાંધો નથી પરંતુ મને ટપાલ લખવાનું મન જ નહીં થતું ફરી એમ થાય છે કે મારા બા ચિંતા કરતા લખવા દે એની પહેલા એક વખત ટપાલ લખવાનું મોડું થયું હતું એટલે ભાઈને પૂછવા મોકલ્યો તો મને તમારી ચિંતા થાય છે... 
આ પત્રમાં શહીદ વીર રમેશ જોગલનો પોતાની માતા પ્રત્યેનો અહોભાવ ભારોભાર જોવા મળી રહ્યો છે. તેમણે તેમની નાસિકમાં થઇ રહેલી ટ્રેનિંગ દરમિયાન આ પત્ર માતાને લખ્યો હતો. પત્રમાં માતાની ચિંતાની સાથે સાથે કાળજી લેવાનો ભાવ પણ જોવા મળે છે તો સાથે સાથે સેનાના અધિકારીઓ પ્રત્યેનો આદરભાવ પણ જોવા મળે છે. સેનાની તાલિમમાં બીજી વખત પણ તેઓ પહેલો નંબર મેળવે તેવી ઇચ્છા તેમણે પ્રગટ કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.