Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LCB સ્કવૉડની કરામત, આરોપી પકડાયો અને મિનિટોમાં ગાયબ પણ થઈ ગયો

LCB : રૂપિયા માટે પોલીસે આરોપી ભગાડ્યા હોવાના અનેક દાખલાઓ છે. અમદાવાદ શહેર (Ahmedabad City) માં બનેલી આવી જ એક ઘટના હાલ પોલીસ બેડામાં હૉટ ટૉપિક (Hot Topic) બની છે. પશ્ચિમ અમદાવાદના એક LCB સ્કવૉડે કરેલી લીલા જાહેર થઈ જતાં...
lcb સ્કવૉડની કરામત  આરોપી પકડાયો અને મિનિટોમાં ગાયબ પણ થઈ ગયો
Advertisement

LCB : રૂપિયા માટે પોલીસે આરોપી ભગાડ્યા હોવાના અનેક દાખલાઓ છે. અમદાવાદ શહેર (Ahmedabad City) માં બનેલી આવી જ એક ઘટના હાલ પોલીસ બેડામાં હૉટ ટૉપિક (Hot Topic) બની છે. પશ્ચિમ અમદાવાદના એક LCB સ્કવૉડે કરેલી લીલા જાહેર થઈ જતાં મામલો ઉપર સુધી પહોંચ્યો છે. હવે જોવાનું રહેશે કે, કાર્યવાહી થશે કે LCB ની જેમ રોકડી.

Advertisement

શું બની હતી ઘટના ?

પશ્ચિમ અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. USDT ના નામે થયેલી છેતરપિંડીની જાણ થતાં ભોગ બનનાર DCP ઑફિસમાં ફરિયાદ-રજૂઆત માટે પહોંચ્યા. ડીસીપી ઑફિસમાં લોકલ ક્રાઈમ બ્રાંચ (Local Crime Branch) ના કર્મચારીને મળતા તેમણે રજૂઆત સાંભળી અને આરોપીને પકડવા નીકળ્યા. ભોગ બનનારની મદદથી 50 લાખની ઠગાઈ કરનાર આરોપીને ત્રણેક દિવસ અગાઉ એક કારમાં ડીસીપી ઑફિસના કમ્પાઉન્ડમાં લાવવામાં આવે છે. કેટલીક ક્ષણો કમ્પાઉન્ડમાં LCB PSI અને અન્ય પોલીસ કર્મચારી વાત કર્યા બાદ ઠગને ચૂપચાપ રવાના કરી દે છે.

Advertisement

આ પણ  વાંચો -MLA મેવાણી અને IPS એસ. પાંડીઆ રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત

ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચતા ભાંડો ફૂટ્યો

ક્રિપ્ટો કરન્સી (Cryptocurrency) ના નામે ભોગ બનેલા વ્યક્તિને LCB એ છેતરીને આરોપી સાથે ગોઠવણ કરી લીધી હોવાની જાણકારી હતી જ નહીં. ભોગ બનનાર જ્યારે પોતાની ઠગાઈની રકમ મેળવવા DCP Office પહોંચે છે ત્યારે તેને કંઈ રંધાયું હોવાની ગંધ આવે છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચે છે ત્યારે એલસીબી સ્કવૉડના PSI અને IPS અધિકારીના વહીવટદારે કરેલી લીલા સામે આવે છે.

આ પણ  વાંચો -ચોરી કરવા ચોર Police ને આપે છે હપ્તા, ઝડપાયેલા ચોરની કબૂલાત

ચીટિંગની 10 ટકા રકમ લઈને આરોપી ભગાડ્યો

USDT Scam ચલાવતા ગુનેગારને LCB સ્કવૉડ ઑફિસ કમ્પાઉન્ડ લાવ્યા બાદ તેને CCTV કેમેરાથી દૂર રાખ્યો હતો. મુદ્દામાલના ભંગાર વચ્ચે આરોપીએ રાહત આપવાની વાત LCB ના કર્મચારી-અધિકારીએ નક્કી કરી નાંખી હતી. આરોપીને પૂછવામાં આવ્યું કે, 'તું કોઈ પોલીસવાળાને ઓળખે છે' તેણે 'હા' પાડતા અન્ય ઝોનના પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવતા કર્મચારી સાથે તેની ખરાઈ કરવામાં આવી. 5 લાખનો સોદો નક્કી થતાં આરોપીને પોલીસે ચૂપચાપ રવાના કરી દીધો.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
મનોરંજન

Actor Threaten:'પરિણામ ખતરનાક આવશે...!' રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને મળી ધમકી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
રાષ્ટ્રીય

ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ

×

Live Tv

Trending News

.

×