આકાશમાં એક જ સ્થળે એક જ સમયે ઘણી વાર વીજળી પડી, જુઓ વિડીયો
ઇન્ટરનેટ પર ક્યારે શું જોવું તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. અહી ઘણી વખત આવા વિડીયો (Viral Video) જોવા મળે છે જે દિલને સ્પર્શી જાય છે તો ક્યારેક એવા વિડીયો પણ સામે આવે છે જેને જોઈને લોકો અચંબામાં મુકાઇ જાય છે. હાલમાં જ એક એવો જ ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ઝડપથી વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આકાશમાં વીજળી (Sky Lightning) એક જ સમયે એક જ જગ્યાએ ઘણી વખત પડી રહી હોવાનું જોવા મળે છે.વરàª
Advertisement
ઇન્ટરનેટ પર ક્યારે શું જોવું તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. અહી ઘણી વખત આવા વિડીયો (Viral Video) જોવા મળે છે જે દિલને સ્પર્શી જાય છે તો ક્યારેક એવા વિડીયો પણ સામે આવે છે જેને જોઈને લોકો અચંબામાં મુકાઇ જાય છે. હાલમાં જ એક એવો જ ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ઝડપથી વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આકાશમાં વીજળી (Sky Lightning) એક જ સમયે એક જ જગ્યાએ ઘણી વખત પડી રહી હોવાનું જોવા મળે છે.
વરસાદ (Rain)ની મોસમમાં વીજળી પડતી જોઈ હશે, પરંતુ આજકાલ વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક જ જગ્યાએ ઘણી વખત આકાશી વીજળી પડતી જોવા મળી રહી છે. જો કે દરરોજ ઈન્ટરનેટ પર આકાશી વીજળીના અનેક વીડિયો જોવા મળે છે, પરંતુ આવો ડરામણો વિડીયો તમે ભાગ્યે જ જોયો હશે. આ રીતે વીજળી પડતી જોવી ખરેખર ડરામણી છે. કુદરતનો આ અદ્ભુત નજારો જોઈને સોશિયલ મીડિયા પર દરેક લોકો ડરના માર્યા ગભરાઈ રહ્યા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે એક રહેણાક વિસ્તારમાં અચાનક વીજળી પડવા લાગે છે. વીજળીનો આ વિડીયો જોઈને એવું લાગે છે કે જાણે વીજળી પડતાની સાથે જ ઝાડનો આકાર લઈ લે છે અને ધીરે ધીરે મોટી થઈ જાય છે. વિડીયોમાં તમે એક જ જગ્યાએ એક જ સમયે ઘણી વખત વીજળી પડતી જોઈ શકશો.
આ વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર World's Amazing Things નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ ભયાનક વિડીયો અત્યાર સુધીમાં 1.20 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6,400થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વિડીયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.
Very scary⚡️⚡️ pic.twitter.com/FEumlBB4fv
— World's Amazing Things (@HanaBici72) August 22, 2022
Advertisement