લાલૂ-નીતિશે સોનિયા ગાંધી સાથે કરી મિટિંગ, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા વિપક્ષી એકતા મજબુત કરવાના અભિયાનમાં વર્ષો બાદ આજે રવિવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને એકસાથે મળ્યા હતા. બેઠક બાદ બંને નેતાઓએ કહ્યું કે, અમે બંને મેડમને એકસાથે મળ્યા છીએ, હવે સાથે મળીને ભાજપને દેશમાંથી ભગાડીશું. અમે સોનિયાજીને વિનંતી કરી છે કે તમે બધાને સાથે બોલાવો, àª
Advertisement
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા વિપક્ષી એકતા મજબુત કરવાના અભિયાનમાં વર્ષો બાદ આજે રવિવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને એકસાથે મળ્યા હતા. બેઠક બાદ બંને નેતાઓએ કહ્યું કે, અમે બંને મેડમને એકસાથે મળ્યા છીએ, હવે સાથે મળીને ભાજપને દેશમાંથી ભગાડીશું. અમે સોનિયાજીને વિનંતી કરી છે કે તમે બધાને સાથે બોલાવો, જેના પર મેડમે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવા દો. તે પછી અમે તમને બધાને મળીને વાત કરીશું.
લાંબા સમય બાદ નેતાઓ મળ્યા
બિહારમાં નવી સરકારના ગઠન બાદ નીતીશ કુમાર (Nitish Kumar) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) પહેલીવાર મળ્યા છે. આ સિવાય લાલુ યાદવ (Lalu prasad Yadav) પણ લાંબા સમય બાદ 10 જનપથ પહોંચ્યા હતા. લાલુ-નીતીશની સોનિયા સાથેની મુલાકાતને 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આ બેઠકને વિપક્ષી પક્ષો વચ્ચે એકતા માટે નિર્ણાયક તરીકે જોવામાં આવે છે કારણ કે કોંગ્રેસ અને કેટલાક પ્રાદેશિક પક્ષો વચ્ચેના મતભેદોને દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી બાદ ફરી મળશે
બેઠક બાદ લાલુ યાદવે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ભાજપને (BJP) બિહારમાંથી (Bihar) વિદાય આપી દીધી છે. હવે તેમને દેશમાંથી વિદાય આપવાની છે. જો દેશને બચાવવો હશે તો ભાજપને હટાવવું પડશે. તેના માટે આપણે સૌએ સાથે આવવું પડશે. અમે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી છે. કોંગ્રેસ પાર્ટીને નવા પ્રમુખ મળ્યા પછી 10-12 દિવસ પછી તેઓએ અમને ફરીથી મળવાનું કહ્યું છે.
નીતિશ-લાલુએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ભાજપે ઘણાને જેલમાં નાખવાનું કામ કર્યું છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી અને ગરીબી ચરમસીમાએ છે. નીતિશે કહ્યું કે, અમે બંનેએ સાથે બેસીને મેડમ સાથે વાત કરી છે, હવે આપણે સાથે મળીને દેશ માટે કામ કરવાનું છે. અગાઉ નીતીશ કુમારે ભાજપનો સામનો કરવા કોંગ્રેસ અને ડાબેરીઓ સહિત તમામ વિપક્ષી દળોને એક થવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે આ "વિપક્ષનો મુખ્ય મોરચો" એ સુનિશ્ચિત કરશે કે 2024ની (Lok Sabha Election 2024) લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ખરાબ રીતે પરાજય થાય.
ભાજપે સાધ્યું નિશાન
કોંગ્રેસના (Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત પર ભાજપના નેતા સુશીલ મોદીએ (Sushil Modi) કહ્યું કે, શું નીતિશ કુમાર કોંગ્રેસ અને કેજરીવાલને એકસાથે બેસાડી શકશે? શું નીતીશ કુમાર ઓ.પી. ચૌટાલા અને કોંગ્રેસને સાથે રાખી શકે છે? શું કેરળમાં CPM અને કોંગ્રેસ સાથે બેસી શકે છે? કેરળમાં કોંગ્રેસ કહી રહી છે કે CPM કેરળમાં ભાજપની A ટીમ છે. જુદા જુદા પક્ષોના પોતપોતાના જુદાં-જુદાં સ્વાર્થ હોય છે, દરેક રાજ્યની રાજકીય પરિસ્થિતિ જુદી છે. જે તમામ દળોને એક કરી શકે નહી.