Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાગપુરમાં લેબર-20ની બેઠક, અનિયમિત કામદારોને સામાજિક સુરક્ષા આપવા પર ચર્ચા 

નાગપુરમાં ભારતીય મજૂર સંઘ (BMS) એ ગુરુવારે હોટેલ તુલી ઇન્ટરનેશનલ ખાતે G20 પહેલ હેઠળ લેબર-20 મીટિંગ (L-20) નું આયોજન કર્યું હતું. L-20 કોન્ફરન્સનું ઉદઘાટન ભારત સરકારના શ્રમ અને રોજગાર સચિવ આરતી આહુજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ...
નાગપુરમાં લેબર 20ની બેઠક  અનિયમિત કામદારોને સામાજિક સુરક્ષા આપવા પર ચર્ચા 
નાગપુરમાં ભારતીય મજૂર સંઘ (BMS) એ ગુરુવારે હોટેલ તુલી ઇન્ટરનેશનલ ખાતે G20 પહેલ હેઠળ લેબર-20 મીટિંગ (L-20) નું આયોજન કર્યું હતું. L-20 કોન્ફરન્સનું ઉદઘાટન ભારત સરકારના શ્રમ અને રોજગાર સચિવ આરતી આહુજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્ર સરકારના શ્રમ મંત્રી સુરેશ ખાડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં સામાજિક સુરક્ષા માટે ધિરાણ, કામદારોનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, સામાજિક સુરક્ષા ભંડોળની સુગમતા અને ક્ષિતિજોને વિસ્તૃત કરવા જેવા ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેનો હેતુ તમામ અનિયમિત કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
આપણે બધા મજૂરો છીએ
આ પ્રસંગે એલઆઈસી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને બીએમએસના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી બી. સુરેન્દ્રને કહ્યું કે કોઈ વ્યક્તિ ગમે તેટલી કમાણી કરે, એક હજાર રૂપિયા મહિને કે એક લાખ રૂપિયા, આપણે બધા મજૂરો છીએ અને જો આપણે જાગૃત ન હોઈએ તો સમાન રીતે ઉત્પીડનનો ભોગ બની શકીએ છીએ. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો વિના કામના ભવિષ્યની આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ?
લેબર 20 એ G-20 માં કામદારોના હિતોનું પ્રતિનિધિત્વ
લેબર 20 એ G-20 માં કામદારોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તે G-20 દેશોના ટ્રેડ યુનિયનો અને વૈશ્વિક ફેડરેશનને એક કરે છે. 19 અને 20 માર્ચે અમૃતસરમાં આયોજિત ઇન્સેપ્શન મીટિંગથી શરૂ કરીને દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ, દેશભરમાં લગભગ 1,000 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. BMSના જનરલ સેક્રેટરી રવીન્દ્ર હિમટે અને લંડનની યુનિવર્સિટી ઓફ બાથના વિઝિટિંગ પ્રોફેસર સંતોષ મેહરોત્રા કોન્ફરન્સ દરમિયાન અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, AITUC, CITU, રેલવે, LIC વગેરે જેવા મુખ્ય ટ્રેડ યુનિયનો સહિત નોકરીદાતાઓ, કર્મચારીઓ અને સરકારી સંસ્થાઓના 100 થી વધુ પ્રતિનિધિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.