'ધ કશ્મીર ફાઇલ્સ' પર હસવા બદલ કુમાર વિશ્વાસે કેજરીવાલને કહ્યું, પિશાચ !
'ધ કશ્મીર ફાઇલ્સ' પર હસવા બદલ કુમાર વિશ્વાસે કેજરીવાલને પિશાચ ગણાવ્યા છે. તેમણે ટ્વીટર યુઝરને જવાબ આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી કે પોતાના રાજકારણના લાભ માટે તો કોઇ પિશાચ જ અટહાસ્ટ કરી શકે. કેજરીવાલે હસતા હસતા કહ્યું હતુંફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં પોતાના ભાષણ દરમિયાન
Advertisement
'ધ કશ્મીર ફાઇલ્સ' પર હસવા બદલ કુમાર વિશ્વાસે કેજરીવાલને પિશાચ ગણાવ્યા છે. તેમણે ટ્વીટર યુઝરને જવાબ આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી કે પોતાના રાજકારણના લાભ માટે તો કોઇ પિશાચ જ અટહાસ્ટ કરી શકે.
કેજરીવાલે હસતા હસતા કહ્યું હતું
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં પોતાના ભાષણ દરમિયાન ફિલ્મને ટેકસ ફ્રી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપે માંગ કરી હતી કે ફિલ્મને દિલ્હીમાં ટેકસ ફ્રી કરવામાં આવે. તેના જવાબમાં અરવિંદ કેજરીવાલે હસતા હસતા કહ્યુ હતું કે મારું માનવું છે કે ફિલ્મને યુ ટયૂબ પર અપલોડ કરી દેવાય, જેથી ફિલ્મ તમામ માટે ફ્રી થઇ જશે અને દરેક વ્યકતી તેને જોઇ શકશે. તેમણે કહ્યું કે તે જુઠી ફિલ્મોનું પોસ્ટર પણ નહી લગાવે. કેજરીવાલના આ નિવેદનથી રાજકારણ ગરમાયુ હતુ અને તેમાં તેમના અક સમયના સહયોગી અને કવિ કુમાર વિશ્વાસે પણ નિવેદન આપ્યું છે.
કોણ કરી રહ્યું હતું આ રીતે ?
એક યુઝરે ટ્વીટર પર કુમાર વિશ્વાસને ટેગ કરીને પ્રશ્ન કર્યો હતો કે અરવિંદ કેજરીવાલના અટહાસ્ય પર ડો. કુમાર વિશ્વાસની પ્રતિક્રીયાની રાહ જોવાઇ રહી છે. આ ટ્વીટને રી ટ્વીટ કરતી વખતે કુમાર વિશ્વાસે લખ્યું હતું કે દૂધ પીતા બાળકો, અસહાય મહિલાઓ અને શાંતિપ્રિય કાશ્મીરી પંડીતોના પ્રાયોજીત નૃશંસ હત્યાકાંડ તથા પોતાના જ દેશના વિસ્થાપિતો દર્દ પર પોતાના રાજકારણના લાભ માટે તો કોઇ પિશાચ જ અટહાસ્ય કરી શકે છે. કોણ કરી રહ્યું હતું આ રીતે ?
બીજી તરફ ફિલ્મ મેકર અશોક પંડિતે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે 7 લાખ કાશ્મીરી હિન્દુઓની હાય અને બદદુઆઓથી ડરો, જેણે જેણે તેમની ત્રાસદી અને નંરસંહારનો મજાક ઉડાવ્યો છે તે કયાંયનો રહ્યો નથી અને તેની જીંદગી તબાહ થખઇ ગઇ છે.
Advertisement