Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતિની ખરીફ ઋતુપૂર્વની બેઠક યોજાઇ

આણંદ કૃષિ યુનિવર્સિટી (Anand Agricultural University) ખાતે  માન. કુલપતિ, ડો. કે. બી. કથીરિયાના અધ્યક્ષસ્થાને વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતિ (ઝર્ક) ની ખરીફ ઋતુપૂર્વની બેઠક યોજવામાં આવેલ. આ બેઠકમાં ડો. કે. બી. કથીરીયાએ ઉપસ્થિત સર્વેને વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતીની બેઠક કેમ ખૂબ જ મહત્વની છે તે સમજાવેલ. તેઓ એ જણાવેલ કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો તરà
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતિની ખરીફ ઋતુપૂર્વની બેઠક યોજાઇ
આણંદ કૃષિ યુનિવર્સિટી (Anand Agricultural University) ખાતે  માન. કુલપતિ, ડો. કે. બી. કથીરિયાના અધ્યક્ષસ્થાને વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતિ (ઝર્ક) ની ખરીફ ઋતુપૂર્વની બેઠક યોજવામાં આવેલ. આ બેઠકમાં ડો. કે. બી. કથીરીયાએ ઉપસ્થિત સર્વેને વિભાગીય સંશોધન વ વિસ્તરણ સલાહકાર સમિતીની બેઠક કેમ ખૂબ જ મહત્વની છે તે સમજાવેલ. તેઓ એ જણાવેલ કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો તરફથી ખેડૂતોના ફીડબેક ઝર્કની આ બેઠકમાં રજૂ કરવામાં આવે છે, આ ફીડબેક તમામ કૃષિ યુનિવર્સિટીઓ માટે સંશોધન કરવા માટે ખૂબ જ અગત્યની બાબત છે, જેના આધારે ખરેખર ખેડૂતના ખેતરના પ્રશ્નોના આધારે ખેડૂતોની જરૂરીયાત મુજબના સંશોધનો યુનિવર્સિટીઑ કરી શકે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.
ખેડૂતોના વિકાસ માટે નવીનતમ સંશોધનો
તેઓએ આકૃયુ દ્વારા કરવામાં આવતી વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે પણ સર્વેને માહિતગાર કરેલ. વધુમાં તેઓ એ  જણાવેલ કે, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના વિકાસ માટે નિરંતર અને ખંતપૂર્વક નવીનતમ સંશોધનો કરવામાં આવે છે, અને તેમાં ખાસ કરીને સુશોભન માટેના ભીંડા, રાયડાની જાત આણંદ હેમા, રીંગણની જાત આણંદ હરિત, આંબાની જાત આણંદ રસરાજ વગેરે  અંગે સર્વેને વિગતવાર માહિતી આપેલ. તદઉપરાંત આકૃયુ દ્વારા વિકસાવવામાં આવતા અલગ અલગ પાકોના બ્રીડર સીડની ભારતદેશના વિવિધ રાજ્યોમાં  કેટલી માંગ છે તે અંગે પણ માહિતી આપેલ.
અધિકારીઓને ખેડૂતોના વિકાસ માટે કામ કરવા તૈયારી દર્શાવી
તેમણે કોઈપણ નવીનતમ જાત વિકસીત કરવામાં ઝર્મપ્લાઝમ કેટલો અગત્યનો ભાગ ભજવે છે એ સૌને સમજાવી આકૃયુ ખાતે વિવિધ પાકોના કેટલા ઝર્મપ્લાઝમની જાળવણી કરવામાં આવે છે તેની પણ વિગતવાર માહિતી આપેલ. અંતમાં તેઓએ સરકારના નવીનતમ અભિગમો જેવા કે પ્રાકૃતિક કૃષિ, નેનો ફર્ટીલાઈઝર તેમજ અન્ય બાબતો વિષે માહિતી આપી રાજ્યસરકારના વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીઓને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી સદૈવ તેમની સાથે ખભે થી ખભો મિલાવી કામ કરવા તૈયાર છે, તેની ખાતરી આપેલ.
100 જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી બેઠકમાં આકૃયુના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. બી. પટેલ, સંશોધન નિયામક, ડો. એમ. કે. ઝાલા, મધ્ય ગુજરાતના 9 જિલ્લાઑના ખેતીવાડી ખાતા, પશુપાલન  ખાતા, બાગાયત ખાતાના વિવિધ અધિકારીઓ, આણંદ કૃષિ યુનિવર્સિટીના અલગ અલગ કોલેજોના પ્રતિનિધિઓ વિવિધ વિભાગોના વિભાગીય વડાઓ, સંશોધન વૈજ્ઞાનિકો, કેવીકેના વડાઓ  એમ કુલ 100 જેટલા વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.