Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાટક સરકારનો મહત્વનો નિર્ણય, આ દેશમાંથી આવતા લોકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી

દેશમાં છેલ્લા થોડા દિવસોથી ફરી એક વખત કોરોના કસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે કોરોનાની ચોથી લહેરનું જોખમ ઉભું થયું છે. આ ચોથી લહેરની આશંકા વચ્ચે સામાન્ય લોકોની સાથે દેશની સરકારો પણ સતર્ક થઈ ગઈ છે. તેવામાં કર્ણાટક રાજ્યમાં કોરોનાની સ્થિતિને સારી રીતે નિયંત્રિત કરવા માટે હવે રાજ્ય સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.કર્ણાટકમાં કોરોના નિયંત્રણમાં
કર્ણાટક સરકારનો મહત્વનો નિર્ણય  આ દેશમાંથી આવતા લોકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી
દેશમાં છેલ્લા થોડા દિવસોથી ફરી એક વખત કોરોના કસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે કોરોનાની ચોથી લહેરનું જોખમ ઉભું થયું છે. આ ચોથી લહેરની આશંકા વચ્ચે સામાન્ય લોકોની સાથે દેશની સરકારો પણ સતર્ક થઈ ગઈ છે. તેવામાં કર્ણાટક રાજ્યમાં કોરોનાની સ્થિતિને સારી રીતે નિયંત્રિત કરવા માટે હવે રાજ્ય સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
કર્ણાટકમાં કોરોના નિયંત્રણમાં
જો કે કર્ણાટકમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. રાજ્યમાં સરેરાશ દૈનિક દર્દીઓની સંખ્યા 110 જેટલી છે. જેમાં કેસ અને ટેસ્ટ પોઝિટીવીટી દર 0.9 - 1.1% વચ્ચે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે મુજબ અમુક દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર ફરજિયાતપણે સ્ક્રીનીંગ કરાવવું પડશે. ચીન, ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં અત્યારે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇને આ દેશ ઉપરાંત થાઇલેન્ડ, વિયેતનામ, ન્યુઝીલેન્ડ, રશિયા અને દક્ષિણ કોરિયાથી આવતા પ્રવાસીઓએ કોરોના માટે ટેસ્ટ કરાવવો પડશે.
આ બે દેશોના પ્રવાસીઓ બેંગ્લોર આવે છે
ઉપરોક્ત 8 દેશોમાંથી બેંગોર માટે સીધી ફ્લાઈટ સેવાઓ ફક્ત જાપાન અને થાઈલેન્ડથી જ ઉપલબ્ધ છે. તેથી જાપાન અને થાઇલેન્ડથી આવતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક નવા નિયમો લાગુ કરાયા છે.
1. બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મેંગલોરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દેશોમાંથી આવતા લોકોએ થર્મલ સ્ક્રીનીંગ કરાવવું જોઈએ.
2 એરપોર્ટ પર કોરોના માટેનો RT-PCR કરાવવો
3 કોવિડ દર્દીઓની સારવાર અને રહેવા અંગે સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ.
4 દર્દીની દરરોજ તપાસ થવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.