Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંદાના કરીમીનું આ સિક્રેટ સાંભળીને રડી પડી કંગના

લોક અપનો એક નવો પ્રોમો હાલમાં સામે આવ્યો છે. જેમાં મંદાના કરીમી રડતી અને તેના જીવનનું મોટું રહસ્ય જણાવતી જોવા મળે છે. પ્રોમોમાં મંદાના એલિમિનેશન ટાળવા માટે પહેલા બઝરને દબાવી દે છે તે પછી તેણે તે વાત શેર કરી, જેને સાંભળીને બધા ચોંકી ગયા. તાજેતરમાં મનોરંજનની દુનિયામાં માત્ર બે જ બાબતોની ચર્ચા થઈ રહી છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન. બીજું કંગના રાણાવતનું 'લોકઅપ'. આ એક એવો શો છે જેમાં દ
મંદાના કરીમીનું આ સિક્રેટ સાંભળીને રડી પડી કંગના
લોક અપનો એક નવો પ્રોમો હાલમાં સામે આવ્યો છે. જેમાં મંદાના કરીમી રડતી અને તેના જીવનનું મોટું રહસ્ય જણાવતી જોવા મળે છે. પ્રોમોમાં મંદાના એલિમિનેશન ટાળવા માટે પહેલા બઝરને દબાવી દે છે તે પછી તેણે તે વાત શેર કરી, જેને સાંભળીને બધા ચોંકી ગયા. તાજેતરમાં મનોરંજનની દુનિયામાં માત્ર બે જ બાબતોની ચર્ચા થઈ રહી છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન. બીજું કંગના રાણાવતનું 'લોકઅપ'. આ એક એવો શો છે જેમાં દરરોજ આવતા સેલિબ્રિટી સ્પર્ધકો પોતાના વિશે નવા ખુલાસા કરતા જોવા મળે છે. આ વખતે મંદાના કરીમીએ તેની આપવીતી સંભળાવી છે.
ફિલ્મ નિર્માતા સાથે અફેર
લોક અપનો એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં મંદાના કરીમી રડતા રડતાં તેના જીવનનું મોટું રહસ્ય જાહેર કરતી જોવા મળે છે. પ્રોમોમાં, મંદાના એલિમિનેશનથી બચવા માટે પહેલા બઝરને દબાવી દે છે. આ પછી તેણે તે વાત શેર કરી, જેને સાંભળીને બધા ચોંકી ગયા. મંદાના કહે છે કે છૂટાછેડા પછી તે એક લોકપ્રિય ફિલ્મ નિર્માતા સાથે રિલેશનશીપમાં હતી. સંબંધો એટલા ગાઢ હતા કે તેઓએ બેબી પ્લાનીંગની યોજના પણ બનાવી હતી. જીવનના ખરાબ તબક્કાને યાદ કરતાં તે કહે છે, 'આ તે સમય હતો જ્યારે હું મારી જાત સાથે સંઘર્ષ કરી રહી હતી. દરમિયાન, હું એક જાણીતા ફિલ્મ ડિરેક્ટર સાથે ગુપ્ત સંબંધમાં હતી. એજ ડાયરેક્ટર સાથે રિલેશનશિપમાં હતી, જે  આજે મહિલાઓના અધિકારની વાત કરે છે. તેમજ ઇન્ડ્સ્ટ્રીમાં ઘણા લોકો માટે પ્રેરણા છે. આ સંબંધો એટલાં ગાઢ હતાં કે અમે સગર્ભાવસ્થાનું આયોજન કર્યું હતુ પરંતુ અચાનક તેને શું થયું.' અને આટલું કહીને મંદાના રડવા લાગે છે. તેની સાથે કંગના પણ ભાવુક થઈ જાય છે.

એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા
2017 માં, મંદાના કરીમીએ બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે સેટલ થઇ હતી .પરંતુ આ લગ્ન 12 મહિના પણ ટકી શક્યા નહીં અને 5 મહિના પછી બંને અલગ થઈ ગયા. મંદાનાએ ગૌરવ ગુપ્તા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો છે. પ્રથમ લગ્ન અને બાદમાં સંબંધમાં છેતરપિંડી થતાં મંદાના ભાંગી પડી હતી. પરંતુ તેણીએ હાર ન માની અને ફરીથી એવી રીતે ઉભી થઈ કે હવે તેને કોઇ તોડી નહીં શકે. 
મંદાના-સાયશા લિપ-લોક
ALTBalaji ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લોક અપનો બીજો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો હતો. જે પ્રોમોમાં, ક્વીન કંગના સ્પર્ધકોને એક ટાસ્ક આપે છે. આ ટાસ્કમાં બ્લુ અને ઓરેન્જ ટીમના સભ્યોએ એકબીજા સાથે કિસ કરીને પોતાના દિલની વાત શેર કરવાની હતી. અંજલિ અરોરા, પૂનમ પાંડે, શિવમ શર્મા અને મુનવ્વર ફારૂકી તમામે પોતાના મનપસંદ સ્પર્ધકને ચુંબન કરીને પોતાની વાત વ્યક્ત કરી હતી. વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સાયશા શિંદે મંદાનાની પ્રશંસા કરી અને તેને કિસ કરી. સાયશાની લોકપ્રિયતાને કારણે તેને શોમાં પરત લાવવામાં આવી છે. લોક-અપમાં ફરી આવીને સાયેશાએ શોની ચમક વધારી છે. તે દરરોજ કંઈક નવું કરતી જોવા મળે છે. મંદાના સિવાય સાયશાની મુનવ્વર સાથે પણ સારું બોન્ડીંગ છે. 
Advertisement
Tags :
Advertisement

.