Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ATS Gujarat : તોડના રૂપિયા ઉઘરાવતા PI તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ

ATS Gujarat : જૂનાગઢ મહા તોડકાંડના ચર્ચાસ્પદ કેસમાં વધુ એક શખ્સની એટીએસ ગુજરાતે (ATS Gujarat) ધરપકડ કરી છે. એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Anti Terrorism Squad) ને તોડબાજ તરલ ભટ્ટ (PI Taral Bhatt) ના કેસમાં ખૂબ જ મહત્વનો પૂરાવા પણ હાથ લાગ્યા...
ats gujarat   તોડના રૂપિયા ઉઘરાવતા pi તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ

ATS Gujarat : જૂનાગઢ મહા તોડકાંડના ચર્ચાસ્પદ કેસમાં વધુ એક શખ્સની એટીએસ ગુજરાતે (ATS Gujarat) ધરપકડ કરી છે. એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Anti Terrorism Squad) ને તોડબાજ તરલ ભટ્ટ (PI Taral Bhatt) ના કેસમાં ખૂબ જ મહત્વનો પૂરાવા પણ હાથ લાગ્યા છે. એક મહિનાની લાંબી તપાસમાં ATS Gujarat ને અનેક પૂરાવા અને કડીઓ હાથ લાગી છે. જે મહા તોડકાંડ કેસમાં તરલ ભટ્ટ અને તેના ભાગીદારો-સાથીદારો માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે તેમ છે. Gujarat ATS એ જેની ધરપકડ કરી છે તે દીપ શાહ કોણ છે અને તેની તોડકાંડમાં શું ભૂમિકા છે ? તે જાણો આ અહેવાલમાં...

Advertisement

ભટ્ટની જામીન સુનાવણી ટાણે ભાગીદારની ધરપકડ

તોડબાજ તરલ ભટ્ટના જેલવાસને એકાદ મહિનો થવા આવ્યો છે. બહુચર્ચિત જૂનાગઢ મહા તોડકાંડ કેસ (Junagadh Extortion Case) માં તરલ ભટ્ટ જેલમાંથી બહાર નીકળવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. જામીન પર મુક્ત થવા માટે તરલ ભટ્ટે જૂનાગઢ અદાલત (Junagadh Court) માં અરજી કરી હતી. જેની સુનાવણી આજે બુધવારે નિર્ધારીત હતી. જામીન અરજીની સુનાવણી થાય તે પહેલાં જ ATS Gujarat એ તોડબાજ તરલના ખાનગી ભાગીદારની ધરપકડ કરી કેટલાંક મહત્વના પૂરાવાઓ પણ મેળવી લીધા છે. તરલ ભટ્ટના ખાનગી ભાગીદારને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા Gujarat ATS એ અરજી પણ કરી છે.

તોડબાજ PI સામે ઠોસ પૂરાવા મેળવ્યા

જૂનાગઢ પોલીસ (Junagadh Police) ના મહા તોડકાંડની ATS Gujarat ને તપાસ સોંપાઈ ત્યારથી જ મામલો ચર્ચામાં રહ્યો છે. છાની છપની વાતો વચ્ચે ATS Gujarat ધીમી પણ મક્કમ ગતિએ તપાસમાં આગળ વધી રહી છે. પીઆઈ એ. એમ. ગોહીલ (PI A M Gohil) પીઆઈ તરલ ભટ્ટ (PI T R Bhatt) અને હથિયારી ASI દિપક જાની (Dipak Jani) ના નામ જોગ FIR હોવા છતાં ગુજરાત એટીએસે (Gujarat ATS) ધરપકડમાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરી નથી. મહા તોડકાંડના સૂત્રધાર તરલ ભટ્ટની ધરપકડ કર્યા બાદ બબ્બે વખત રિમાન્ડ મેળવીને Gujarat ATS ના ડીવાયએસપી શંકર ચૌધરી (DySP Shankar Chaudhari) એ કેસની મહત્વની કડીઓને જોડી દઈ, કેટલાંક ઠોસ પૂરાવાઓ એકઠાં કરી લીધા છે.

Advertisement

કોણ છે દીપ શાહ અને તેની તોડકાંડમાં શું છે ભૂમિકા ?

Gujarat ATS એ સસ્પેન્ડેડ PI Taral Bhatt ના ખાનગી ભાગીદાર દીપ શાહની ધરપકડ કરી છે. તરલ ભટ્ટ અને દીપ શાહનું વતન ભાવનગર છે અને દીપ શાહ મુંબઈ સ્થાયી થયેલો છે. ATS Gujarat એ દીપ શાહ અને વિશાલ નામના બે શખ્સોને બેએક સપ્તાહ અગાઉ શોધી કાઢ્યા હતા અને તેમની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન Gujarat ATS ને દીપ શાહ અને તરલ ભટ્ટની તોડકાંડમાં રહેલી ભાગીદારીના પૂરાવાઓ હાથ લાગ્યા છે. તરલ ભટ્ટના ઈશારે જે બેંક એકાઉન્ટ (Bank Account) ફ્રીઝ કરાવ્યા હતા તેને ખોલવા માટે આવતા ખાતેદારો પાસેથી ખંખેરવામાં આવતા લાખો રૂપિયા દીપ શાહ સ્વીકારતો હતો. દીપ શાહે ચાલીસેક લાખ જેટલી તોડની રકમ તરલ ભટ્ટના ઈશારે સ્વીકારી છે.

આ પણ વાંચો - Gujarat ATS ની ચાલાકી, તોડબાજ PI તરલ ભટ્ટ બરાબરના ભેરવાયા

Advertisement

આ પણ વાંચો - Rape Case : ચકચારી બળાત્કાર કેસમાં ફરાર બિલ્ડર પૂજારી બનીને છૂપાયો હતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.