વ્હાઇટ હાઉસમાં જો બાઇડેને પણ કરી દિવાળીની ઉજવણી, જુઓ વિડીયો
દેશ વિદેશમાં દિવાળીના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે ત્યારે તેમાંથી અમેરિકાનું વ્હાઇટ હાઉસ પણ બાકાત નથી. સોમવારે વ્હાઇટ હાઉસ ( White House)માં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) સહિત તેમના વહીવટીતંત્રમાંથી ઘણા ભારતીય-અમેરિકનોની હાજરી જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છાદિવળી સેલિબ્રેશનમાં રાષ્ટ્રપતિ જો બાઇડેને કàª
Advertisement
દેશ વિદેશમાં દિવાળીના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે ત્યારે તેમાંથી અમેરિકાનું વ્હાઇટ હાઉસ પણ બાકાત નથી. સોમવારે વ્હાઇટ હાઉસ ( White House)માં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) સહિત તેમના વહીવટીતંત્રમાંથી ઘણા ભારતીય-અમેરિકનોની હાજરી જોવા મળી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા
દિવળી સેલિબ્રેશનમાં રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે તમારી મેજબાની કરીને અમે સન્માનિત છીએ. વ્હાઇટ હાઉસમાં આ સ્કેલનું આ પહેલું દિવાળી રિસેપ્શન છે. અમારી પાસે ઈતિહાસમાં પહેલા કરતાં વધુ એશિયન અમેરિકનો છે અને અમે દિવાળીને અમેરિકન સંસ્કૃતિનો આનંદદાયક ભાગ બનાવવા બદલ તમારો આભાર માનવા માંગીએ છીએ. યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રકાશના આ તહેવારની ઉજવણી એક અબજથી વધુ હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોને દિવાળીની શુભેચ્છાઓ આપે છે.
વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પણ પાઠવી શુભેચ્છા
વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પણ દિવાળીની શુભકામનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્ર વિશ્વભરના 1 અબજથી વધુ લોકોને દીવાઓ પ્રગટાવવા અને અનિષ્ટ પર સારાની લડાઈ, અજ્ઞાન પર જ્ઞાન અને અંધકાર પર પ્રકાશની ઉજવણી કરવા માટે જોડાઈ રહ્યું છે.
#WATCH | US President Joe Biden, First lady Jill Biden and Vice-President Kamala Harris celebrate the festival of #Diwali at the White House pic.twitter.com/WPOOYSW2zo
— ANI (@ANI) October 24, 2022
ફર્સ્ટ લેડી જીલ બાઇડેન પણ રહ્યા હાજર
ફર્સ્ટ લેડી જીલ બાઇડેને પણ અમેરિકામાં એશિયન અમેરિકન સમુદાયના વખાણ કર્યા હતા. અમેરિકાની પ્રથમ મહિલાએ કહ્યું, કે દ્રઢતા સાથે, વિશ્વાસ સાથે, પ્રેમ સાથે, હું આભારી છું કે આ દીવાઓ આજે તમને આ ઘરમાં લઈ ગયા છે. એક ઘર જે તમારા બધાનું છે."
જ્યોર્જ બુશના સમય કાળથી દિવાળીની ઉજવણી
ઉલ્લેખનિય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળથી વ્હાઇટ હાઉસમાં દર વર્ષે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. યુએસ પ્રમુખ જો બાઇડેન અને તેમના પત્ની ડૉ. જીલ બાઇડેને સોમવારે દિવાળીની ઉજવણી માટે ભારતીય-અમેરિકનોને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન પણ 26 ઓક્ટોબરે વિદેશ મંત્રાલયમાં રાજદ્વારી સમુદાય સાથે બીજી દિવાળીની ઉજવણીનું આયોજન કરી રહ્યા છે.
Advertisement